________________
षड्दर्शन समुझय भाग- १, श्लोक -३७, सांख्यदर्शन
નિત્ય
(૩) વિષય બંને, જ્ઞાનના વિષય થઈ શકે છે. (૪) સામાન્ય સર્વના જ્ઞાનના વિષય થઈ શકવાના લીધે તે સર્વસાધારણ હોવાથી સામાન્ય છે.
ગૌડ, માઠર, જયમંગલા અને ચન્દ્રિકા તેને સમજાવવા દષ્ટાંત આપે છે કે, મૂલ્યવાહીવા, જોકે ચન્દ્રિકા આગળ
કહે છે કે ગુણાત્મક હોવાથી તે સામાન્ય છે. (૫) અચેતન: બુદ્ધિ(મહ) વગેરે સર્વતત્ત્વો અચેતન છે. વાચસ્પતિ કહે છે કે બૌદ્ધો ભલે બુદ્ધિને ચેતન માનતા હોય,
પણ વાસ્તવમાં તો બુદ્ધિ પોતે જ જડપ્રકૃતિનું કાર્ય હોવાથી ચેતન હોઈ શકે નહીં. આ રીતે પ્રધાન (અવ્યક્ત) પણ અચેતન જ છે. અને બુદ્ધિ વગેરેને ઉત્પન્ન કરે છે. તેથી તેને ચેતન માનવાની જરૂર નથી. કારણ કે જડમાંથી
જેમ ઘડો ઉત્પન્ન થઈ શકે છે, તેમ તેની પણ ઉત્પત્તિ સંભવી શકે છે. (૩) પ્રસવધર્મિઃ આમ બંને પોતપોતાના કાર્યને ઉત્પન્ન કરે છે, તેથી તે પ્રસવધર્મિ છે.
પુરૂષ આનાથી ઉલટો છે. તે ત્રિશુળ છે. કારણ કે તે નિર્ગુણ છે. તે વિવેકી છે. અવિષય છે. - અસાધારણ છે - ચેતન છે અને અપ્રસવધર્મી છે. પુરૂષ સુખ, દુ:ખનો અનુભવ કરે છે, માટે ચેતન છે. પરંતુ સુખ, દુ:ખ વગેરે આત્મામાં રહે છે તે મત ન્યાયદર્શનનો છે, સાંખ્યનો નહીં તે યાદ રાખવું. આ જ રીતે તે ચેતન છે એટલે ચૈતન્યનો આધાર છે એમ નહીં કહી શકાય, તે સ્વયં ચૈતન્ય છે. વ્યક્ત અવ્યક્ત
પુરુષ હેતુમ અહેસુમતુ
અહેતુમતું અનિત્ય
નિત્ય અવ્યાપિ વ્યાપિ
વ્યાપિ સક્રિય નિષ્ક્રિય
નિષ્ક્રિય અનેક આશ્રિત અનાશ્રિત
અનાશ્રિત લિંગ અલિંગ
અલિંગ સાવયવ નિરવયવ
નિરવયવ પરતંત્ર સ્વતંત્ર
સ્વતંત્ર. આ રીતે પુરૂષ વ્યક્ત અને અવ્યક્તનું સાધર્મ અને વૈધર્મ છે.
प्रीत्यप्रीतिविषादात्मकाः प्रकाशप्रवृत्तिनियमार्थाः ।
अन्योन्याभिभवाश्रयजननमिथुनवृत्तयश्च गणाः ।।१२।। (ત્રણ)ગુણો (અનુક્રમે) સુખ, દુઃખ અને મોહવાળા છે. તેમનું પ્રયોજન (અનુક્રમે) પ્રકાશ, પ્રવૃત્તિ અને નિયમન - તે છે. તેમજ (આ ગુણો) પરસ્પર, અભિભવ, આશ્રય, ઉત્પત્તિ અને સહચારની વૃત્તિવાળા છે. (કારિકા-૧૨) અહીં યાદ રાખવું કે સાંખ્યદર્શન પ્રમાણે આ ત્રણ ગુણો ન્યાય-વેસૈષિક દર્શનમાં પ્રતિપાદિતગુણો જેવા નથી. તે ધર્મો નથી પણ ધર્મ છે. આ ગુણ પ્રકૃતિથી ભિન્ન નથી, તેથી તેમને પ્રકૃતિના ધર્મો પણ કહી શકાય નહીં. તેઓ
પ્રકૃતિનું જ સ્વરૂપ છે. પ્રત્યેકગુણમાં કેટલાક ધર્મો છે તે બતાવાય છે. સવ : પ્રીતિ, લઘુ, પ્રકાશક, સુખ, ઋજુતા, મૃદુતા, સત્ય, શૌચ, લજ્જા, બુદ્ધિ, ક્ષમા, દયા, જ્ઞાન, પ્રસાદ, તિતિક્ષા,
સંતોષ વગેરે.
એક
અનેક