________________
२८०
षड्दर्शन समुचय भाग - १, श्लोक ३७, सांख्यदर्शन
-
રાગની નિત્યવ્યાપ્તિ પણ એજ સ્થળે વ્યભિચરિત ઠરે છે. તેથી સર્વરીતે સિદ્ધ થાય છે કે ઈશ્વરમાં જગતસર્જનરૂપ પ્રવૃત્તિમાટે રાગ હોવો જોઈએ તે અસિદ્ધ છે. અને તેથી ઈશ્વર જગતના સ્રષ્ટા અથવા અધિષ્ઠાતા જે માન્યા છે તે સર્વાંશે યોગ્ય છે.
એ ઈશ્વર પૂર્વ પૂર્વ સર્ગમાં ઉત્પન્ન થયેલા બ્રહ્મા વગેરેના પણ ગુરુ છે. કારણકે ઈશ્વર કાલકૃતપરિચ્છેદથી રહિત છે. અર્થાત્ આદિ અને અંતથી રહિત છે. અર્થાત્ અનાદિસિદ્ધ પદાર્થ છે અને તેથી આ સર્ગના બ્રહ્માદિના ઉપદેષ્ટા છે. એમ અતીત, અનાગત બ્રહ્માદિના પણ ઉપદેષ્ટા છે, કારણકે એ મહેશ્વર તે વખતે પણ તે જ રૂપમાં હોય છે. બ્રહ્માદિ દ્વિપરાર્ધાદિકાલથી અવચ્છિન્ન છે. તેથી પોતપોતાના આયુષ્યના અવધિએ પોતપોતાના કારણમાં શમે છે. ઈશ્વર કારણરહિત અને અંતરહિત હોવાથી બ્રહ્માદિના નાશ સમયે પણ તે જ રૂપમાં સ્થિત થાય છે. પુનઃ સર્ગકાળ આવે છે, ત્યારે એ ઈશ્વરના સંકલ્પાનુસાર પ્રકૃતિમાં ક્ષોભ કરે છે તથા ત્યાર પછી ‘તત્વનેનેરિત વિષમત્વ પ્રયાતિ’ એ શ્રુતીમાં કહ્યા પ્રમાણે પ્રકૃતિના ગુણનું વૈષમ્ય થાય છે. એ વૈષમ્ય થવાથી અનુક્રમે શ્રીસદાશિવ, વિષ્ણુ અને બ્રહ્મા ઉત્પન્ન થાય છે. તે સર્વે પોતપોતાના આયુષ્યનો અવધિ આવવાથી નાશને પામેલા હતા. અને તેથી વેદાદિના જ્ઞાનથી રહિત થયા હતા. તેમને તે સર્વ વખતમાં પણ જેમના તેમ સ્થિર રહેનારા મહેશ્વર વેદાદિનો ઉપદેશ કરે છે. તેથી બ્રહ્માદિના ગુરુ અથવા ઉપદેષ્ય મહેશ્વર છે.
જે અર્થમાં સંકેત હોય તે શબ્દ અર્થનો વાચક થઈ શકે આ નિયમ છે. એ અર્થ અને શબ્દ વચ્ચે વાચ્યવાચકભાવ સંબંધ છે. એ સંબંધનું જ્ઞાન સંકેતથી થાય છે.
સર્ગના આરંભમાં ઈશ્વર વેદાદિની વ્યવસ્થા માટે ગો આદિ શબ્દની શક્તિને ગો આદિ અર્થમાં જ નિયમિત કરી સ્થાપે છે. તથા પ્રલયમાં જેમનું જ્ઞાન જતું રહ્યું છે તેવા પુરૂષોને તે શક્તિનો પ્રકાશ કરે છે. વળી ઈશ્વર સર્વજ્ઞ અને નિત્ય હોવાથી પૂર્વપૂર્વના સર્ગમાં જે જે શબ્દો જે જે અર્થમાં હતા તે તે શબ્દો, તે તે અર્થમાં
નિયમિત કરે છે. તેથી ઈશ્વ૨સંકેતમાં ભેદ પડતો નથી.
* સાંખ્યકારિકાના આધારે સાંખ્યમતમાં વિશેષ કહેવાય છે.
દુ:વત્રયામિધાતાજ્ઞિાસા ‘તવુપયાતજે’ તો ।
दृष्टे साऽपार्था चेत् नैकान्ताऽत्यन्ततोऽभावात् ।।9।।
→ ત્રિવિધ દુ:ખવડે દુ:ખી થવાથી તેના નાશ માટેના ઉપાયને જાણવાની ઇચ્છા (-જિજ્ઞાસા) થાય છે અને તેના નાશ માટે લૌકિક ઉપાયો નથી. દરેક ધર્મની પ્રવૃત્તિ દુ:ખના નાશ માટે જ થાય છે, તેમ અહીં પણ એકમાત્ર દુઃખનો વિનાશ કરવા માટે પ્રકૃતિ અને પુરૂષના ભેદનું જ્ઞાન કરવાનું છે. તે શાસ્ત્રદ્વારા કરી શકાય છે. તેના માટે પ્રકૃતિ અને પુરૂષનું જ્ઞાન હોવું જોઈએ. અને તેનો સંયોગ કઈ રીતે થયો તે જાણવું પડે અને તે બંનેનો વિયોગ કઈ રીતે થાય તે પણ જાણવું પડે. ત્યારબાદ દુ:ખના આત્યંતિકનાશ માટે પુરૂષાર્થ થાય અને વિવેકખ્યાતિ પ્રાપ્તકરવી તે પરમપુરૂષાર્થ છે. (કારિકા-૧)
दृष्टवदानुश्राविकः स ह्यविशुद्धिक्षयातिशययुक्तः । तद्विपरीतः श्रेयान् व्यक्ताव्यक्तज्ञविज्ञानात् ।।२ ।।
(આનુશ્રાવિક) વેદમાં કહેલા ઉપાય પણ લૌકિક જેવા જ છે. કારણકે ઉપાય અશુદ્ધિ, ક્ષય અને અતિશયથી યુક્ત છે. તેનાથી ઉલટો (એટલે કે શુદ્ધ, અક્ષય અને એકસરખો ઉપાય)છે તે જ શ્રેય છે અને તે છે વ્યક્ત, અવ્યક્ત અને જ્ઞ(પુરૂષ)નું વિજ્ઞાન. (કારિકા-૨)