________________
षड्दर्शन समुशय भाग-१, श्लोक-३७, सांख्यदर्शन
२७९
કરે છે એમ લઈએ તો ઈશ્વરમાં વૈષમ્યનઈશ્ય દોષોની પ્રાપ્તિ આવે છે. અને કર્મની અપેક્ષા રાખી સૃષ્ટિ કરે છે એમ માનીએ તો સૃષ્ટિ માટે કર્મ અને ઈશ્વર એમ બે કારણો માનવારૂપ ગૌરવ આવે છે. સાંખ્યસૂત્રમાં કહ્યું છે કે નથી સંપત્તિ કર્મના સિદ્ધિઃ - આ સૂત્રમાં ઉપરનો અર્થ જ કહ્યો છે. વળી લોકમાં જ્યાં જ્યાં પ્રવૃત્તિ થાય છે, ત્યાં ત્યાં રાગનો સદુભાવ જોવામાં આવે છે. તેથી પ્રવૃત્તિ અને રાગ વચ્ચે કાર્ય-કારણભાવસંબંધ દેખાય છે. તેથી જો ઈશ્વરની જગતસૃષ્ટિરૂપ પ્રવૃત્તિ માનીએ તો ઈશ્વરમાં રાગ માનવો પડશે. તેનાથી ઈશ્વર ક્લેશ-કર્માદિથી રહિત છે - આ સિદ્ધાંત અસત્ય ઠરશે. સાંખ્યસૂત્રમાં કહ્યું છે કે - રાત નરિદ્ધિ નિતિરિપત્ર | આ સૂત્રથી એ જ અર્થ કહ્યો છે. આથી સર્વથા ઈશ્વર
જગતકર્તા નથી એ પ્રાપ્ત થાય છે. સમાધાન : ઈશ્વરના સદ્ભાવ માટે આગળ કૃતિપ્રમાણો આપી ગયા છીએ. એટલે પ્રમાણમાવત્ ર ત્સિદ્ધિઃ |
પ્રમાણનો અભાવ હોવાથી ઈશ્વર સિદ્ધિ નથી એ કહેવું અયોગ્ય છે. એ ઈશ્વરની પ્રવૃત્તિ નિત્ય હોવાથી તેમાં પ્રયોજનની ખરું જોતાં જરૂર નથી. જે પ્રવૃત્તિ કદાચિત્ની હોય છે, ત્યાં જ માત્ર પ્રયોગનમર્ણિ મનોકપિ ન પ્રવર્તિત - વિના પ્રયોજને મંદપુરૂષો પણ પ્રવૃત્તિ કરતા નથી. એ લૌકીકન્યાય પ્રાપ્ત થઈ પ્રયોજન હોવાની ફરજ પાડે છે. ઈશ્વરની જગતસર્જનરૂપ પ્રવૃત્તિ નિત્ય છે. તેથી તે પ્રવૃત્તિમાં કોઈપણ સ્વાર્થ કે પરાર્થરૂપ પ્રયોજનની જરૂર નથી. આ મુખ્ય સમાધાન છે. છતાં પણ પ્રવૃત્તિમાં પ્રયોજન માનીએ તો આપ્તકામ ઈશ્વરને સ્વાર્થ તો સંભવતો નથી. તેથી પરાર્થ એ જ માત્ર પ્રયોજન છે. જો પરાર્થ જ પ્રયોજન હોય તો ઈશ્વર જીવોને દુ:ખ શા માટે ભોગવાવે ? એનો ઉત્તર એ છે કે દુ:ખ ભોગવ્યા વિના પરાર્થની પ્રાપ્તિ થતી નથી. જીવ દુઃખ ભોગવે પછી જ એને સુખના સાધનની જિજ્ઞાસા થાય છે અને જિજ્ઞાસાથી જ જ્ઞાન થાય છે. જ્ઞાનથી પ્રવૃત્તિ અને પ્રવૃત્તિથી વિવેકખ્યાતિ થાય છે. અને દુ:ખનુભવ વિના વિવેકખ્યાતિના સાધનરૂપ વૈરાગ્યની સિદ્ધિ થતી નથી. આ બે કારણે દુ:ખરૂપ સંસારની સૃષ્ટિ પરમકારુણિક તથા સર્વના સુખને ઇચ્છનારા પરમેશ્વર જ કરે છે તે સિદ્ધ થાય છે. ઈશ્વરે જગતમાં દુ:ખ શા માટે ઉત્પન્ન કર્યું. એ તો પ્રશ્ન જ નથી. કેમકે દુઃખ એ પ્રકૃતિમાં રહેલું જ હોવાથી ઈશ્વરે ઉત્પન્ન કર્યું છે એ અસિદ્ધ છે. તેથી દુઃખરૂપ જગતની સૃષ્ટિ ઈશ્વરથી થઈ શકે એ યોગ્ય છે. તેમ છતાં ઈશ્વર પુરુષોને વિના કારણે દુઃખ દેતો નથી; પ્રત્યેક પુરૂષના કનુસાર તેમને સુખદુઃખ આપે છે. અને
તેથી કરીને વૈષમ્ય-ધૂણ્ય દોષો ઈશ્વરમાં આવતા નથી. પ્રશ્ન : તો ઈશ્વર અને કર્મ એ માનવાનું ગૌરવ આવશે ને ? જવાબ: ગૌરવ આવે છે એમ કહેવું અયોગ્ય છે, કારણ કે ન્યાયસિદ્ધગૌરવ દોષરૂપ નથી. જડકર્મ પોતપોતાની મેળે
પોતાનો કાળજાણી પક્વથઈ ફલ આપે એ કલ્પનામાં અપૂર્વતા છે. પ્રશ્ન : કોઈપણ પ્રવૃત્તિનું કારણતાવચ્છેદક રાગ7 છે, આથી જગતસર્જનની પ્રવૃત્તિનું કારણતાવચ્છેદક રાગત
થશે. આથી ઈશ્વર જગતકર્તા નહીં માની શકાય. ઉત્તર: લોકમાં પ્રવૃત્તિ કરનારા પુરૂષોમાં રાગ છે. આથી પ્રવૃત્તિ અને રાગનો કાર્યકારણસંબંધ ઠરતો નથી. કેમ કે
જો માત્ર આવા સાહચર્યથી કાર્યકરણભાવનો નિર્ણય થતો હોય તો અવિદ્યા તથા સુખનો પણ કાર્યકારણસંબંધ ઠરે, કારણ કે લોકમાં જ્યાં જ્યાં સુખ જોવામાં આવે છે, ત્યાં ત્યાં સર્વસ્થળે અવિદ્યાનું અસ્તિત્વ પણ જોવામાં આવે છે. જો મુક્તપુરૂષોમાં એ નિયમનો વ્યભિચાર છે, એમ કહો તો પ્રવૃત્તિ અને