________________
षड्दर्शन समुचय भाग - १, श्लोक - ३७, सांख्यदर्शन
*સંપૂર્ણ કાર્યો એની અંદર રહે છે, તેથી પ્રધાન કહેવાય છે. * જગતને મોહ કરાવનાર હોવાથી માયા કહેવાય છે.
२७७
* પરમાણુ પણ કહેવાય છે.
* સાંખ્યમતમાં જે સેશ્વરવાદિ છે, તેમના ઈશ્વરનું સ્વરૂપ બતાવવામાં આવે છે. તે પાતંજલ યોગદર્શનના આધારે બતાવેલ છે.
વરુ
વિપાશરપરામૃટ્ટ: પુરુષવિશેષ ઘર:” ||૧-૨૪
સૂત્રાર્થ : અવિદ્યાદિ ક્લેશ, ધર્માધર્મરૂપ કર્મ,જાતિ વગેરે ક્લેશકર્મનાં ફલરૂપ વિપાક, તથા ધર્માધર્મના સંસ્કાર-એ સર્વના ત્રણે કાળવિશે વસ્તુત: તથા ઉપચારથી પણ થતા સંસર્ગથી રહિત, સ્વરૂપે શુદ્ધ ચિતિશક્તિસ્વરૂપ નિરતિશય ઐશ્વર્યવાળા ઈશ્વર છે.
(ક્લેશ : ક્રિયાયોગથી દૂર થતા ક્લેશો પાંચ પ્રકારના છે. (૧) અવિદ્યા, (૨) અસ્મિતા, (૩) રાગ, (૪) દ્વેષ, (૫) અભિનિવેશ. આ પાંચ ક્લેશોમાં અવિઘા બાકીના ચારની જનની છે. આ બધા ક્લેશોની ચાર અવસ્થાઓ છે (૧) પ્રસુપ્ત=સુતેલાની માફક કામ ન કરતાં, પડી રહેલા પણ જાગે એવી હોય. (૨) તનુ=પાતળાશિથિલ હોય. (૩) વિચ્છિન્ન=ત્રૂટક-ત્રૂટક વર્તનાર હોય. (૪) ઉદારપણે વિચારનાર હોય.
આ સર્વેનું વિશેષસ્વરુપ અન્યગ્રંથોથી જાણી લેવું.
ઈશ્વર આ સર્વેનું સ્વરૂપત: શુદ્ધ ચિતિશક્તિરૂપ છે. તોપણ તેને એકચિત્ત હોય છે. એ ચિત્ત શુદ્ધસત્ત્વા માયાના શુદ્ધાંશનું બનેલું છે. અને તેથી યોગીના ચિત્તથી વિલક્ષણ છે. યોગીનું ચિત્ત પ્રયત્ન કરી શુદ્ધાંશવાળું બને છે. અને ઈશ્વરનું તો અનાદિકાળથી શુદ્ધાંશવાળું જ હોય છે. એ ચિત્તના યોગથી ઈશ્વરમાં જ્ઞાનશક્તિ તથા ક્રિયાશક્તિ હોય છે. એ ચિત્તની સાથે ઈશ્વરને બીજાજીવોની માફક અવિદ્યાનિમિત્તક સ્વસ્વામિભાવ સંબંધ નથી, પણ જગતરૂપ પ્રવાહમાં ખેંચાતા પુરૂષોને જ્ઞાનાદિઉપદેશદ્વારા ઉદ્ધાર કરવાની ઇચ્છારૂપ નિમિત્તથી ઈશ્વરે એ ચિત્તનું ગ્રહણ કર્યું છે.
આમ હોવાથી જેમ સ્ત્રી વગેરે વેશને તે રૂપે જાણી ગ્રહણ કરનાર શૈલૂષ (નાટકનું પાત્ર), તેથી બંધનને પામતો નથી. તેમ એ ચિત્તરૂપ માયાને માયારૂપ જાણીને પોતાની ઇચ્છાથી ગ્રહણ કરનાર ઈશ્વર પણ એનાથી બંધનને પામતો નથી.
ઈશ્વર પોતાની ઇચ્છાથી એક ચિત્તનું ગ્રહણ કરે છે, એમ કહેવામાં ઇચ્છાથી અનન્તરચિત્તનું ગ્રહણ અને ચિત્તવિના ઇચ્છાનો અભાવ હોવાથી ચિત્તના ગ્રહણની અનંતર ઇચ્છાઓ હોવા છતાં અન્યોન્યાશ્રયદોષ આવતો નથી. કારણકે સર્ગ અનાદિ છે. જો સર્ગને પ્રારંભ હોત તો એ પ્રશ્નનો અવકાશ રહેત કે ઈશ્વરે પ્રથમ ચિત્તનું ગ્રહણ કેવી રીતે કર્યું ? પણ તેમ તો છે નહીં. જગતપ્રવાહ-સર્ગપ્રવાહ અનાદિ છે, તેથી એક સર્ગના સંહારસમયે આ પ્રલયનો અવધિ આવે, એટલે સર્ગાન્તરની સૃષ્ટિ થવાના સમયે મારે અમુક શુદ્ધાંશવાળું ચિત્તસત્ત્વ ગ્રહણ કરવું છે. એવો સંકલ્પ કરી ઈશ્વર સૃષ્ટિનો સંહાર કરે છે અને સંકલ્પની વાસનાવાળું થઈ ચિત્ત પણ તે સમયે પ્રધાનમાં-પ્રકૃતિમાં લીન થઈ જાય છે. ત્યાર પછી પ્રલયકાળ પુરો થઈ રહે, ત્યારે જેમ રાત્રીએ સુતો માણસ સવારે વહેલા ઉઠવાના નિશ્ચય સાથે સૂવે, તો તે નિશ્ચયના બળથી ટાઈમસર ઊઠી જાય છે, તેમ પૂર્વસર્ગના અવધિએ કરેલા પ્રણિધાનરૂપ દઢસંકલ્પવાળા ઈશ્વરનું ચિત્ત તે સંકલ્પવશાત્ આ સર્ગના પ્રારંભમાં ઈશ્વરને પ્રાપ્ત થાય છે. અને ત્યારબાદ એ ચિત્ત વડે જગતની ઉત્પત્તિ, જ્ઞાનાદિનો બ્રહ્માને ઉપદેશ વગેરે ઈશ્વર કરે છે. પુન: એ સર્ગનો અવિધ આવતાં પૂર્વવત્ પ્રણિધાન કરે છે.