________________
२७६
षड्दर्शन समुझय भाग-१, श्लोक-३७, सांख्यदर्शन
સ્વભાવસિદ્ધ અવસ્થા છે અને મહતું વગેરે પર્વ નિમિત્તવશાત્ થાય છે. એ નિમિત્ત એ પુરૂષાર્થની સિદ્ધિ છે. સુખ, દુ:ખાભાવ અને વિવેકખ્યાતિ એ પુરૂષાર્થ છે. એ પુરૂષાર્થ મહતું વગેરેનું નિમિત છે. ભોગ અને અપવર્ગરૂપ પુરૂષાર્થની સિદ્ધિ સર્ગકાળે જ થાય છે. પ્રલયકાળ થતી નથી. કેમકે પ્રલયકાળે તો ભોગનું જે કરણ અર્થાત્ બુદ્ધિ તથા ઇન્દ્રિયો, તે આ પ્રકૃતિમાં સમાયા છે. એટલું જ નહીં, પણ જે અભિમાનીનું અણું, તે પણ એ સમયે નથી. તેથી પ્રલયકાળે સુખ અને વિવેકખ્યાતિની સિદ્ધિ નથી. એ સ્પષ્ટ છે. તેમજ પ્રલયકાળે જે દુ:ખાભાવ હોય છે તે તો કર્મજન્યદ્રવ્ય તથા અભિમાનીવગેરે દ્રવ્યના રૂક્ષ થવાથી થયેલો હોય છે. તેથી એ પણ આ સામ્યવસ્થામાં નિમિત્તરૂપ નથી. તાત્પર્ય એ છે કે કોઈપણ પુરુષાર્થની સિદ્ધિ આ અવસ્થામાં ઘટતી નથી. તેથી આ અવસ્થાનું પુરૂષાર્થ નિમિત્ત નથી. અને
અન્યનિમિત્તની તો પ્રાપ્તિ જ આવતી નથી. આ અવસ્થા નિત્ય અને અન્ય ત્રણપર્વ અનિત્ય. પ્રશ્ન : અલિંગ અવસ્થામાં કોઈ નિમિત્ત નથી એ વાત સાચી, તથાપિ સર્ગકાળ પ્રાપ્ત થાય છે. ત્યારે એ અવસ્થા
મટી મહતું વગેરે પરિણામો થાય છે. અર્થાત્ સર્ગસમયે આ અવસ્થાનું નામ પણ નથી રહેતું, તો પછી
તે નિત્ય કેમ કહેવાય ? ઉત્તર :
જ્યારે પ્રલય થાય છે ત્યારે તે તે ભાગના (સૃષ્ટિના) અંત્યાવયવીથી મહતુ સુધીના સર્વતત્ત્વો પોતપોતાના વિશેષોને છોડી દે છે. એટલે સંપૂર્ણ દ્રવ્ય સામ્યવસ્થાને પામે છે. અર્થાત્ અલિંગરૂપ થઈ રહે છે. પુન:
જ્યારે સર્ગકાળ પ્રાપ્ત થાય છે, ત્યારે એ સામ્યવસ્થાવાળા દ્રવ્યમાં ક્ષોભ થાય છે. એ ક્ષોભ એ દ્રવ્યમાત્રમાં નથી થતો, પણ માત્ર એક દેશમાં જ થાય છે. એટલે કે જેમ સર્વ દુધનું દહીં બને છે, તેમ અલિંગના એક દેશમાં જ વિકાર ઉત્પન્ન થાય છે. અને અન્ય દેશ તો સામ્યવસ્થા રૂપે જેમનો તેમ સ્થિત થાય છે. આ અવશિષ્ટ રહેલું સામ્યવસ્થાવાળું દ્રવ્ય પોષકદ્રવ્યરૂપે એ વિકારની સર્વતઃ રહે છે અને તેથી એ આવરણ પણ કહેવાય છે. આ જ પ્રમાણે મહતું તત્ત્વ પણ સંપૂર્ણ અંશે અહંકારરૂપ પરિણામને પામતું નથી. એનો એક દેશમાત્ર એ રૂપે પરિણામ પામે છે. બાકી રહેલો પ્રદેશ મહત્તજ્વરૂપે જ રહે છે. જે અહંકારના પોષકદ્રવ્યરૂપેઆવરણરૂપે ચાલે છે. આજ રીતે અહંકાર અને તત્માત્રા તથા પંચમહાભૂત એ સર્વ માટે સમજવું. આ રીતે પોષકદ્રવ્યરૂપે રહેલાં આવરણો બધાં મળી આઠ છે. (૧) અલિંગ, (૨) મહતુ, (૩) અહંકાર, (૪-૮) પાંચ તન્માત્રા. (જે આઠ આવરણોમાં જે તન્માત્રાવાળું આવરણ છે, તેમાં જ પાંચભૂતોમાં આવરણોનો સમાવેશ કર્યો છે.) આથી સિદ્ધ થયું કે સર્ગકાળે પણ આવરણરૂપે અલિંગની સ્થિતિ હોય છે. તેથી સર્ગકાળે એ અલિંગનો કેવળ અભાવ થાય છે એ અસત્ય છે. અર્થાતુ એ અલિંગ સત્ત્વાદિની સ્વભાવસિદ્ધ અવસ્થા હોવાથી તથા સર્ગકાળે પણ અસ્તિત્વમાં હોવાથી નિત્ય છે. વળી આ અલિંગઅવસ્થા એ ગુણોની માફક અને પુરૂષની માફક નિત્ય ગણવી ઘટતી નથી. કારણકે ગુણો પ્રલયસમયે અને સર્ગસમયે સદા સર્વદા સંપૂર્ણ વિદ્યમાન હોય છે. તેમજ પુરૂષ સદા સર્વદા એકરૂપે રહેલો છે. તેથી ગુણો અને પુરૂષ જેવું નિત્યત્વ તો અલિંગમાં નથી. તથાપિ અલિંગપર્વ પણ સદા સત્તાવાળું
હોવાથી નિત્ય કહેવું અયોગ્ય નથી. પ્રકૃતિના બીજા નામો:
* ગુણત્રય સર્વજગતના કારણરૂપ હોવાથી પ્રકૃતિ કહેવાય છે. * સુખ, દુઃખ અને મોહ ધર્મવાળા હોવાથી સુખદુઃખમોહાત્મક કહેવાય છે. * રાજાના અમાત્યની માફક પુરૂષના સર્વ અર્થ સાધનાર હોવાથી પ્રધાન કહેવાય છે.