________________
षड्दर्शन समुच्चय भाग-१, श्लोक -३७, सांख्यदर्शन
२७५
ગંધતન્માત્રા એટલે શાન્તાદિથી રહિત, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પાંચ ધર્મવાળું, પૃથ્વીના અણુના ઉપાદાનકારણરૂપ દ્રવ્ય. આ પાંચ તન્માત્રા કહેવાય છે. આ પાંચે તન્માત્રાઓ સર્વ એકસરખી રીતે તામસુ અહંકારના કાર્યરૂપ છે. તેમજ આ તન્માત્રા આકાશાદિ પાંચભૂતરૂપ ભિન્ન તત્ત્વોના ઉપાદાનકારણરૂપ છે. તેથી આ તન્માત્રા કેવલ વિકારરૂપ નથી અને તેથી શાન્તાદિથી રહિત છે. તથા લિંગમાત્ર અને અલિંગથી ભિન્ન છે. તેથી
અવિશેષ છે. આમ પાંચ તન્માત્રા અને અહંકાર અવિશેષ છે. (૩) લિંગમાત્ર : લિંગમાત્ર એટલે વ્યંજકમાત્ર, અર્થાત્ જે સંપૂર્ણ જગતને અભિવ્યક્ત થયેલું દેખાડે છે તથા જેનામાં
અન્ય કશો વ્યાપાર નથી. એવું સત્વાદિ ગુણોનું કાર્ય. આ કાર્ય તે મહતતત્વ છે. સર્ગના આરંભે પ્રકૃતિનો ક્ષોભ થવાથી જે આદ્યવિકાર સત્તાને પામે છે. તે કાર્ય બ્રહ્મની ઉપાધિરૂપ તત્ત્વ, અવિશેષ અને વિશેષ એ સર્વપરિણામોનું આધારભૂત હોવાથી મહતુ કહેવાય છે. જ્યારે પ્રલય થાય છે, ત્યારે જગતની સર્વવસ્તુઓ સંસ્કારસહિત પ્રધાનમાં લીન થાય છે. સર્ગકાળ પ્રાપ્ત થવાથી પ્રકૃતિ, જે પ્રલયસમયે સામ્યાવસ્થામાં હોય છે તે લોભ પામે છે. એ ક્ષોભ પામવાથી જે પ્રથમવિકાર અસ્તિત્વમાં આવે છે અર્થાત્ એ ક્ષોભપામેલી પ્રકૃતિ જ મહતું છે. એ મહત્ લિંગમાત્ર છે, કેમકે એ પ્રકૃતિની ક્ષોભ પામેલી અવસ્થારૂપ હોવાથી આખા જગતને પોતામાં અભિવ્યક્ત કરે છે. તથા એનામાં બીજો કશો વ્યાપાર હોતો નથી. જ્યારે એ મહત્તત્ત્વમાંથી અહંકારાદિ ઉત્પન્ન થાય છે, ત્યારે જ અભિવ્યક્તિથી અતિરિક્ત વ્યાપાર થાય છે. તેથી મહતુતત્ત્વની ઉત્પત્તિના સમયે અભિવ્યક્તિથી અન્ય કશો વ્યાપાર હોતો નથી. તેથી યોગ્ય રીતે લિંગમાત્ર કહેવાય છે. એ મહતતત્ત્વ છ અવિશેષોનું પણ કારણ છે. અર્થાત એ જ તત્ત્વ સ્થલતાને પામતાં છ અવિશેષરૂપે પરિણામ પામે છે. એમાં એટલો ફરક છે કે અહંકાર આ મહત્તત્ત્વનો સાક્ષાત્ પરિણામ છે અને તન્માત્રા અવિશેષ એ અહંકાર દ્વારા થતા પરિણામો છે. તેથી આ તત્ત્વ છ અવિશેષની માફક પ્રકૃતિ
વિકૃતિતત્ત્વ છે. (૪) અલિંગ: અલિંગ એટલે કોઈનું બંજન કરનાર નહી તે, અર્થાત્ સત્ત્વાદિગુણોની સામ્યવસ્થા.
આ સામ્યવસ્થાને ઘણે પ્રસંગે શાસ્ત્રોમાં પ્રકૃતિ પણ કહી છે. તેમજ અવ્યક્ત, અવ્યાકૃતવગેરે પણ એનાં જ નામો છે. કારણકે સામ્યાવસ્થા દેખાય તેવી નથી. એટલે કે એ અવસ્થામાં કશાની અભિવ્યક્તિ નથી. તેમજ નામ અને રૂપ બંને સ્ફટ નથી. આ અલિંગ વા પ્રકતિ સદાકાળ એકસરખી રીતે રહેતી નથી, પણ સર્ગકાળ પ્રાપ્ત થવાથી એ અન્યરૂપે પરિણામ પામે છે. તેથી પૂર્વ ધર્મને ત્યજે છે તથા અન્યધર્મનું ગ્રહણ કરે છે. આમ હોવાથી એ પ્રકૃતિ સત્ કહેવાતી નથી. કેમકે જે વસ્તુ ત્રણે કાળે એકસરખી રીતે વિદ્યમાન રહે તે જ સતું છે. તેમજ આ પ્રકૃતિ શશશૃંગના જેવી અસતુ પણ નથી. એથી અસંતુ કહેવાય તેમ પણ નથી. આમ હોવાથી આ પ્રકૃતિ (અને તેના કાર્યરૂપ સંપૂર્ણ જગત) સતુ અસતુથી અનિર્વચનીય કહેવાય છે. આદિત્યપુરાણમાં કહ્યું છે કે -- નાપા ન દુરુપ માથા નૈવીયાતિવા સખ્યામને ધ્યાને આ પ્રકૃતિ જ સેવનું મૂળ કારણ છે, તથાપિ એ પણ ગુણોની સામ્યવસ્થારૂપ હોવાથી ગુણોથી અતિરિકરૂપે તો ગુણના ધર્મરૂપ છે. અને તેથી એને ગુણોના પર્વરૂપ કહેવામાં દોષ નથી. આ ચારેને ગુણના પર્વ કહ્યાં, ત્યાં જોકે એ ચારે એકસરખી રીતે સત્ત્વાદિગુણોમાં પર્વરૂપ છે. તથા અલિંગપર્વ અને ઇતર ત્રણ પર્વમાં એક મોટો ભેદ એ છે કે અલિંગપર્વ નિત્ય છે અને અન્ય ત્રણ પર્વો અનિત્ય છે. અલિંગપર્વ નિત્ય હોવાનું કારણ એ છે કે એ પર્વમાં કોઈ નિમિત્ત નથી. અર્થાત્ સત્ત્વાદિગુણોની એ