________________
षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - ३७, सांख्यदर्शन
२७३
દ્રષ્ટાના ભોગ અને અપવર્ગરૂપ પ્રયોજનને લઈને થાય છે, તે સત્ત્વ, રજસું અને તમસું એ ત્રણગુણ તે
દશ્ય-પ્રકૃતિ છે. શંકા : આ ભોગ અને અપવર્ગ તો બુદ્ધિના વૃત્તિરૂપ છે. તેથી બુદ્ધિમાં રહેલા છે. તો પછી પુરૂષના એ બે
પ્રયોજન કેવી રીતે કહેવાય ? અને તેથી જો સત્ત્વાદિદ્રવ્યો આ પ્રયોજન માટે મહતું વગેરે રૂપે પરિણામ
પામતાં હોય, તો પછી એ દ્રવ્યને સ્વતંત્ર આ શાસ્ત્રમાં માન્યાં છે તે અયોગ્ય ઠરશે ? સમાધાન: ખરું જોતાં તો ભોગ અને અપવર્ગ બુદ્ધિથી જ કરાયેલાં છે. તથાપિ ઉપચારથી પુરુષનિષ્ઠ છે. એમ
કહેવાય છે. જેમ લશ્કરથી કરાયેલો જય-પરાજય લશ્કરમાં જ રહેલો છે, છતાં પણ લશ્કરના સ્વામીને લશ્કરની સાથે અભેદરૂપે ગણીને લોકો એ જય-પરાજયનો રાજામાં ઉપચાર કરે છે. તે રીતે ભોગ અને
અપવર્ગ માટે સમજવું. શંકા : પ્રયોજનને લઈને જો સત્ત્વાદિ પરિણામ પામતાં હોય તો પ્રકૃતિ સ્વતંત્ર ન કહેવાય ને ? સમાધાનઃ ધર્માદિ નિમિત્તો પ્રધાનાદિ પ્રકૃતિના પ્રવર્તક હેતુ નથી. પણ એ નિમિત્તો તો માત્ર ખેડૂતની માફક
પ્રતિબંધને દૂર કરે છે. પ્રધાન, મહતું, અહંકારાદિ ઉપાદાનકારણરૂપ પ્રકૃતિની પ્રવૃત્તિ તો પોતપોતાના સ્વભાવથી જ થાય છે. એ પ્રવૃત્તિને કંઈ ધર્માદિ નિમિત્તો કરાવતાં નથી. એ પ્રવૃત્તિ પ્રતિક્ષણે નિરંતર થવી એ તો પ્રકૃતિનો સ્વભાવ છે. તો પણ એ સ્વભાવને આચ્છાદન કરી રાખનાર પ્રતિબંધકરૂપ અધર્માદિ પ્રાપ્ત થાય છે. તો તેની નિવૃત્તિ માત્ર ધર્માદિ કરે છે. એ નિવત્તિ થઈ એટલે એ પ્રકતિઓ પોતપોતાના સ્વભાવથી પોતાની મેળે જ પ્રવૃત્તિ કરે છે. દા.ત. ખેડત એક ખાડામાંથી વિવિધ ક્યારાઓમાં જળ લઈ જવું હોય છે. ત્યારે ખેડૂત નીચી નીચી પાળ બાંધે છે. એ સ્થળે ખેડૂત કંઈ જળનો પ્રવર્તક હેત નથી. જળનો એવો સ્વભાવ છે કે એ હંમેશાં નીચે પ્રદેશમાં જાય છે. તે ખેડૂત પ્રતિબંધ દૂર કરી આપે છે પાણી પોતાનું કામ કરે છે. તે જ પ્રમાણે પ્રકૃતિનો સ્વભાવ પોતપોતાના વિકારરૂપે પરિણામ પામવાનો છે. એ સ્વભાવ અધર્માદિ નિમિત્તે આચ્છાદિત થયેલાં હોય છે. ધર્માદિ નિમિત્તો તે આચ્છાદનને દૂર કરે છે. ત્યારપછી પ્રકૃતિઓ પોતાના સ્વભાવ પ્રમાણે પરિણામને પામે છે. એ જ પ્રમાણે પુરુષાર્થરૂપ નિમિત્ત માટે પણ તે રીતે જાણવું. કારણકે સ્વતંત્રપદાર્થ હોય તે પરતંત્રનો પ્રવર્તક થઈ શકે. જે જાતે પરતંત્ર છે, તે અન્યનો પ્રવર્તક થાય નહિ. જેમકે દંડ-ચક્રાદિ નિમિત્તો, જે જાતે પરતંત્ર છે તે ઘટના પ્રયોજક નથી. અને એમ હોવાથી જ દંડ-ચક્રાદિનો અભાવ હોય છે. તથાપિ યોગીના સંકલ્પમાત્રથી ઘટની ઉત્પત્તિ થાય છે. તેમજ જે કાર્ય હોય છે તે કારણનું પ્રયોજક થતું નથી. જેમ ઘટ મૃત્તિકાના કાર્યરૂપ હોવાથી મૃત્તિકાનો પ્રયોજક નથી. આ નિયમાનુસાર ધર્માધર્મ અને પુરૂષાર્થ એ બંને પ્રકૃતિનાં કાર્યરૂપ છે અને તેથી પ્રકતિને અધીન હોવાથી પરતંત્ર છે. હવે જેઓ સેશ્વરવાદિ છે. તે કહે છે કે ઈશ્વર પ્રકૃતિની પ્રવૃત્તિવિરોધી જે સામ્યવસ્થા છે, તેનો સંકલ્પથી ભંગ કરે છે. અને પ્રકૃતિ પોતાના સ્વભાવથી જ સર્ષારંભે પોતાની મેળે જ પરિણામને પામતી ચાલી જાય છે. કાળાદિપદાર્થો ધર્માધર્મને ઉદ્ભૂત કરે છે. તથા તેના દ્વારા ધર્માધિમંદિરૂપ પ્રતિબંધની નિવૃત્તિ કરે છે. એટલે પ્રકૃતિઓ પોતાની મેળે જ પરિણામને પામે છે. આથી સર્વ નિમિત્તો પ્રકૃતિના
પ્રયોજક હેતુ નહિ હોવાથી પ્રકૃતિ સ્વતંત્ર છે. પ્રકૃતિની અવસ્થાવિશેષઃ વિશેષ, અવિશેષ, લિંગ માત્ર અને અલિંગ એ ચાર સત્ત્વાદિ ગુણત્રયરૂપ પ્રકૃતિની
અવસ્થાવિશેષ છે.