________________
षड्दर्शन समुच्चय भाग - १, श्लोक - ३७, सांख्यदर्शन
પછી જ્યારે પ્રલય થાય છે, ત્યારે તે જ પ્રકૃતિ સામ્યાવસ્થામાં આવી જાય છે તથા ફરીથી જ્યારે સર્ગનો પ્રારંભ થાય છે, ત્યારે તે તે પુરુષને તે તે (પ્રધાન=) પ્રકૃતિનો સંયોગ થાય છે. જ્યારે પુરુષ વિવેકખ્યાતિ દ્વારા આત્યંતિકી પ્રકૃતિના સંયોગનો વિયોગ કરે છે, ત્યારે મોક્ષ પામે છે. જ્યારે ઉત્તર(પાછળ)ના સાંખ્યો એમ માને છે કે સર્વ આત્માઓને એક સ્વરૂપવાળી જ પ્રકૃતિ હોય છે.) ।।૩૬।।
२७२
प्रकृत्यात्मसंयोगात्सृष्टिर्जायते । अतः सृष्टिक्रममेवाह ।
પ્રકૃતિ અને આત્માના સંયોગથી સૃષ્ટિનું સર્જન થાય છે. આથી હવે સૃષ્ટિના ક્રમને જ કહે છે. ततः संजायते बुद्धिर्महानिति यकोच्यते ।
अहंकारस्ततोऽपि स्यात्तस्मात्षोडशको गणः ।। ३७ ।।
શ્લોકાર્થ: પ્રકૃતિમાંથી બુદ્ધિ ઉત્પન્ન થાય છે. તેને મહાન પણ કહેવાય છે. બુદ્ધિમાંથી અહંકાર ઉત્પન્ન થાય છે અને અહંકારમાંથી સોળગણોની ઉત્પત્તિ થાય છે.
(૨) પ્રકૃતિ : પ્રાનિયાસ્થિતિશી મૂતેન્દ્રિયાત્મરું મોાપવર્નાર્થ દૃશ્યમ્ ।। પાતંજલ યોગદર્શન ૨-૧૮ II અર્થાત્ પુરૂષના ભોગ અને અપવર્ગ માટે ભૂત અને ઇન્દ્રિયરૂપે પરિણામ પામતા, પ્રકાશ, ક્રિયા અને સ્થિતિરૂપ સ્વભાવવાળા સત્ત્વ, રજસ અને તમસ એ ત્રણગુણરૂપ પ્રકૃતિ દૃશ્ય છે. (પુરુષ દ્રષ્ટા છે.)
અર્થાત્ પ્રકાશસ્વભાવવાળું સત્ત્વ છે. ક્રિયાસ્વભાવવાળું રજસ્ છે અને સ્થિતિસ્વભાવવાળું તમસ છે. તેથી આ સમસ્તપદોનો એ અર્થ થયો કે સત્ત્વ, રજસ્ અને તમરૂપ આ દ્રવ્યોના પ્રકાશાદિ ગુણો સર્ગ સમયે ઉદ્ધૃતરૂપે હોય છે. પણ પ્રલયસમયે તે રૂપે રહેતા નથી.
પૃથ્વી, અપ્, તેજ, વાયુ અને આકાશ એ પાંચ સ્થૂલભૂત છે. અને ગંધતન્માત્રા, રસતન્માત્રા, સ્પર્શતન્માત્રા, શબ્દતન્માત્રા, રુપતન્માત્રા એ પાંચ સૂક્ષ્મભૂત છે. ભૂત કુલ ૧૦ છે.
ઇન્દ્રિય પણ સ્થૂલ અને સુક્ષ્મરૂપે છે. ત્યાં સ્થૂલ ઇન્દ્રિયમાં પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય તથા મન એમ ૧૧નું ગ્રહણ કરવું. અને સુક્ષ્મ-ઇન્દ્રિયમાં મહદ્ (બુદ્ધિ) અને અહંકારનું ગ્રહણ કરવું.
ખરું જોતાં ભૂત અને ઇન્દ્રિય એ સત્ત્વાદિ દ્રવ્યનાં કાર્યરૂપ છે. તથાપિ આ શાસ્ત્રમાં સત્કાર્યવાદનો સિદ્ધાંત છે. તેથી કાર્યનો કારણથી વસ્તુત: અભેદ જ માન્યો છે. આ નિયમથી ભૂત, ઇન્દ્રિયરૂપ પરિણામો (કાર્યો) પોતાના પરિણામીરૂપ (કારણરૂપ) ગુણત્રયથી અતિરિક્ત નથી, પણ તે રૂપે જ છે. એ બતાવવા આ સ્થળે ભૂત અને ઇન્દ્રિયને એ ગુણત્રયનું સ્વરૂપ જ કહ્યું.
એક એવો નિયમ છે કે જે ગુણો કાર્યમાં હોય તે તેના ઉપાદાનકારણમાં અવશ્ય હોવા જોઈએ. એટલે કે જે ગુણવાળું કાર્ય હોય તે ગુણવાળું તેનું કારણ હોવું જોઈએ. ભૂત અને ઇન્દ્રિયમાં સ્પષ્ટ રીતે પ્રકાશ, ક્રિયા અને સ્થિતિ એ ત્રણે ગુણો દેખાય છે. તેથી આ નિયમ પ્રમાણે આ ગુળોવાળા ભૂત અને ઇન્દ્રિયરૂપ જડ કાર્યોનો સદ્ભાવ ક્યારે હોઈ શકે કે જ્યારે એના કારણમાં એ ત્રણે ગુણો હોય ત્યારે, તેથી કાર્યલિંગી અનુમાનથી પ્રકાશાદિ ધર્મવાળા કારણની અર્થાત્ સત્ત્વાદિ ત્રિગુણાત્મક પ્રકૃતિની સિદ્ધિ થાય છે.
મહતત્ત્વથી માંડી પૃથ્વી આદિના સ્થૂલઅણુઓ પર્યન્ત જે પરિણામ પામે છે તથા જેના એ પરિણામો