________________
षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - ३६, सांख्यदर्शन
२७१
પ્રકારનો તિર્યગ્લોનિસર્ગ-એમ કુલ ચાર સર્ગ છે. તે પ્રત્યેકના અભૌતિક, લિંગ, ભાવ અને ભૂત એમ ચાર પ્રકાર છે. આથી કુલ ૧૭ સર્ગ થયા.) રૂપા
एतेषां या समावस्था सा प्रकृतिः किलोच्यते ।
प्रधानाऽव्यक्तशब्दाभ्यां वाच्या नित्यस्वरूपिका ।।३६।। શ્લોકાર્ધ સત્ત્વાદિ ત્રણગુણોની સામ્યવસ્થાને પ્રકૃતિ કહેવાય છે. તેને પ્રધાન, અવ્યક્ત શબ્દો વડે (પણ) બોલાય છે. તેનું સ્વરૂપ નિત્ય હોવાથી નિત્યસ્વરૂપિકા પણ કહેવાય છે.
व्याख्या-एतेषां-सत्त्वादिगुणानां या समा-तुल्यप्रमाणा अवस्था-अवस्थानं, सा सत्त्वादीनां समावस्थैव प्रकृतिरुच्यते । किलेति पूर्ववार्तायाम् सत्त्वरजस्तमसां गुणानां क्वचिद्देवादी कस्यचिदाधिक्येऽपि मिथः प्रमाणापेक्षया त्रयाणामपि समानावस्था प्रकृतिः कीर्त्यत इत्यर्थः । प्रधानाऽव्यक्तशब्दाभ्यां वाच्या, सा च प्रकृतिः प्रधानमव्यक्तं चोच्यते नामान्तराभ्याम् । नित्यम्-अप्रच्युतानुत्पन्नस्थिरैकस्वभावं कूटस्थं स्वरूपं यस्याः सा नित्यस्वरूपिकाऽविचलितस्वरूपेत्यर्थः । अत एव सानवयवा साधारण्यशब्दास्परिसारूपागन्धाव्यया चोच्यते । मौलिक्यसांख्या ह्यात्मानमात्मानं प्रति पृथक् पृथक् प्रधानं वदन्ति, उत्तरे तु सांख्याः सर्वात्मस्वप्येकं नित्यं प्रधानमिति प्रपन्नाः ।।३६।। ટીકાનો ભાવાનુવાદ
આ સત્ત્વાદિગુણોની સમાન=તુલ્ય અવસ્થાને જ પ્રકૃતિ કહેવાય છે. “વિત્ર પહેલા કહેલી વાતનો સંકેત કરે છે. (અર્થાતુ પૂર્વે કહ્યા પ્રમાણે) સત્ત્વ, રજસુ અને તમસુગુણોનું અનુક્રમે દેવોમાં, મનુષ્યોમાં અને તિર્યંચો-નારકોમાં અધિકપણું હોવા છતાં પણ પરસ્પર પ્રમાણની અપેક્ષાથી સત્ત્વાદિ ત્રણેગુણોની સમાન અવસ્થાને પ્રકૃતિ કહેવાય છે. તે પ્રકૃતિપ્રધાન અને અવ્યક્ત શબ્દો વડે પણ કહેવાય છે. અર્થાત્ પ્રકૃતિના પ્રધાન અને અવ્યક્ત બીજા નામો જ છે.
વળી તે પ્રકૃતિ અપ્રચુત (અવિનાશિ), અનુત્પન્ન (ઉત્પત્તિરહિત) અને સ્થિર એક ફૂટસ્થ સ્વભાવવાળી છે. અર્થાત્ તેનું સ્વરૂપ કુટસ્થ છે. અર્થાત્ અવિચલિત સ્વરૂપવાળી છે. આથી જ તે પ્રકૃતિ અવયવરહિત, સાધારણ, શબ્દશૂન્ય, સ્પર્શરહિત, રસરહિત, રૂપરહિત, ગંધરહિત અને અવ્યય=અવિનાશિ કહેવાય છે.
મૂલસાંખ્યો પ્રત્યેક આત્માને પૃથક-પૃથક પ્રકૃતિ હોય છે તેમ કહે છે. પરંતુ પછીનાં સાંખ્યો સર્વ આત્માઓમાં એક નિત્યપ્રધાન(પ્રકૃતિ)ને સ્વીકારે છે. (કહેવાનો આશય એ છે કે – મૂલ સાંખ્યોની માન્યતા એ છે કે સર્ગના પ્રારંભથી જ પ્રત્યેક પુરુષને પોતાની પૃથફ-પૃથફ પ્રકૃતિ હતી, તે સર્ગના પ્રારંભમાં તે તે પુરુષ સાથે સંયોગ પામે છે અને ત્યાં સૃષ્ટિનું સર્જન થાય છે.