________________
२४०
षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - ३२, नैयायिक दर्शन
ટીકાનો ભાવાનુવાદઃ
વ્યાખ્યા: જે કોઈ પ્રતિજ્ઞાાનિઆદિના ઉપરોધથી વિપક્ષ (પરવાદિ) નિગૃહીત કરાય અથવા પરવાદિને વચનનિગ્રહમાં પાડવામાં આવે તે પ્રતિજ્ઞાાનિઆદિને નિગ્રહસ્થાન કહેલ છે. તાત્પર્ય એ છે કે પરાજ્યના કારણભૂત આશ્રયસ્થળ)ને નિગ્રહસ્થાન કહેવાય છે. (અર્થાત્ જેનાવડે પરવાદિનો પરાજય થાય, તે સ્થળને નિગ્રહસ્થાન કહેવાય છે.)
નિગ્રહસ્થાન નામના ભેદથી કેટલા છે ? (અર્થાતુ નિગ્રહસ્થાનો કયા છે ?) પ્રતિજ્ઞાહાનિ ઇત્યાદિ. હાનિ એટલે ત્યાગ, સંન્યાસ=છુપાવવું. (વસ્ત હોવા છતાં નથી, એમ કહેવું.) વિરોધ એટલે હેતની વિરુદ્ધતા. આ ત્રણેનો દ્વન્દ સમાસ થઈને “હાનિસંન્યાસવિરોધા?” આ પદ બનેલ છે. તેથી પ્રતિજ્ઞાશબ્દની સાથે આ પ્રકારે સંબંધ કરવો. પ્રતિજ્ઞા એટલે પક્ષનીહાનિ, સંન્યાસ અને વિરોધ છે તે પ્રતિજ્ઞાાનિસંન્યાસવિરોધ અને પ્રતિજ્ઞા હાનિસંન્યાસવિરોધઆદિમાં છે જેઓના તે પ્રતિજ્ઞાહાનિસંન્યાસવિરોધાદિ. તે પ્રતિજ્ઞાાનિ સંન્યાસ વિરોધાદિ વિશિષ્ટભેદથી અન્ય પરવાદિ નિગૃહીત કરાય તે નિગ્રહસ્થાન કહેવાય છે. આદિપદથી નિગ્રહસ્થાનના આ ત્રણસિવાયના બીજાભેદો જણાવે છે.
નિગ્રહસ્થાન સામાન્યથી બે પ્રકારે છે. (૧) વિપ્રતિપત્તિ નિગ્રહસ્થાન, (૨) અપ્રતિપત્તિ નિગ્રહસ્થાન.
સાધનાભાસમાં સાધનબુદ્ધિ અને દૂષણાભાસમાં દૂષણબુદ્ધિ થવી તે વિપ્રતિપત્તિ કહેવાય છે. તથા સાધનનું દૂષણ ન બતાવી શકવું અને સાધનમાં બતાવેલા દૂષણનો ઉદ્ધાર ન કરવો તે અપ્રતિપત્તિ કહેવાય છે.
આમ વિપ્રતિપત્તિ અને અપ્રતિપત્તિ એમ બે પ્રકારે વાદિ પરાજીત કરાય છે. (કહેવાનો આશય એ છે કે નિગ્રહસ્થાન વસ્તુની રજૂઆતને નહીં સમજી શકવાથી કે વિપરીત સમજવાથી થાય છે. વસ્તુને નહીં સમજવી તે અપ્રતિપત્તિ અને વસ્તુને વિપરીત સમજવી તે વિપ્રતિપત્તિ.)
આ રીતે કર્તવ્યને નહીં સ્વીકારતાં અને કર્તવ્યથી વિપરીત સ્વીકારતાં અનુક્રમે અપ્રતિપત્તિ અને વિપ્રતિપત્તિના ભેદથી બાવીસ નિગ્રહસ્થાનો છે. તે આ પ્રમાણે - (૧) પ્રતિજ્ઞાહાનિ, (૨) પ્રતિજ્ઞાન્તર, (૩) પ્રતિજ્ઞાવિરોધ, (૪) પ્રતિજ્ઞાસંન્યાસ, (૫) હેલ્વન્તર, () અર્થાતર, (૭) નિરર્થક, (૮) અવિજ્ઞાતાર્થ, (૯) અપાર્થક, (૧૦) અપ્રાપ્તકાલ,(૧૧) ન્યૂન, (૧૨) અધિક, (૧૩) પુનરુક્ત, (૧૪) અનનુભાષણ, (૧૫) અજ્ઞાન, (૧૬) અપ્રતિભા, (૧૭) વિક્ષેપ, (૧૮) મતાનુજ્ઞા, (૧૯) પર્યનુયોજ્યોપેક્ષણ, (૨) નિરનુયોજ્યાનુયોગ, (૨૧) અપસિદ્ધાંત, (૨૨) હેત્વાભાસ.