________________
२६४
षड्दर्शन समुश्चय भाग-१, श्लोक-३३, सांख्यदर्शन
ત્રણ પ્રકારનો થાય છે. અભિમાન એ અહંકારનું લક્ષણ છે. બુદ્ધિમાં જ્યારે ઇચ્છાશક્તિ પ્રવેશે છે, ત્યારે તેને જ આ અહંકાર કહેવામાં આવે છે. અહંકાર અકર્તા પુરૂષમાં કર્તાપણાનો અધ્યાત આરોપે છે. સાત્ત્વિક અહંકારમાંથી પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય અને મન આવિર્ભાવ પામે છે. અને તામસુ એટલે કે ભૂતાદિ અહંકારમાંથી પાંચ તન્માત્રાઓ આર્વિભાવ પામે છે. રાજસ્ અહંકાર બંનેમાં સહાય કરે છે. આ મત વાચસ્પતિમિશ્રનો છે. પરંતુ વિજ્ઞાનભિક્ષુ સહેજ જુદું માને છે. તેમના મત પ્રમાણે સાત્વિક અહંકારમાંથી મન અને બાકી દસ ઇન્દ્રિયો રાજસ્ અહંકારમાંથી આવિર્ભાવ પામે છે. વાચસ્પતિ અને વિજ્ઞાનભિક્ષુ એ બંનેના મતે તન્માત્રાઓ તો તામસુ અહંકારમાંથી આવિર્ભાવ પામે છે. પરંતુ યોગસૂત્ર ઉપરના વ્યાસભાષ્ય પ્રમાણે અહંકાર અને પાંચ તન્માત્રાઓ એ છએ સવિશેષતત્ત્વો છે. અને મહમાંથી ઉદ્ભવે છે.
શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પાંચ તન્માત્રાઓમાંથી આકાશ, વાયુ, તેજ, જળ, અને પૃથ્વી એ પાંચ મહાભૂતોનો આર્વિભાવ થાય છે. પંચભૂતો વિશેષ કહેવાય છે. કારણકે તેમને વિશેષગુણો છે. આ પાંચ ભૂતોમાંનું પ્રત્યેક ભૂત એક તન્માત્રામાંથી ઉદભવ્યું છે કે એક કરતાં વિશેષતન્માત્રાઓમાંથી એ અંગે જુદા જુદા મત પ્રવર્તે છે (તે આગળ ઉપર બતાવામાં આવશે.)
ન્યાય-વૈશેષિકદર્શન પ્રમાણે આકાશ સિવાયના ચાર મહાભૂતો તેમના સૂપરમાણુઓમાંથી ઉત્પન્ન થાય છે. પ્રત્યેક દ્રિવ્યના પરમાણુઓ અલગ-અલગ હોય છે. તેમજ પરમાણુઓમાં જ જે તે દ્રવ્યના વિશેષગુણો પણ રહેલા છે. સાંખ્યદર્શનનો મત આનાથી ભિન્ન છે. તે સહેજે સમજી શકાય તેમ છે. સ્કૂલમહાભૂતો પરમાણુરૂપે હોય છે. પણ તે અનાદિ કે સ્વતંત્ર નથી. તેમનો ઉદ્ભવ તન્માત્રામાંથી થાય છે. સાંખ્યમાં જેને તન્માત્રાઓ કહી છે તેને કદાચ ન્યાયવૈશેષિકમાં ગુણ સાથે સામ્ય હશે. પરંતુ તૈયાયિકો-વૈશેષિકોના મતમાં દ્રવ્યમાં રૂપ, રસ વગેરે ઉત્પન્ન થાય છે. ત્યારે તેનાથી વિપરીત સાંખ્યદર્શનમાં તે તન્માત્રાઓમાંથી ભૂતો ઉદ્ભવે છે.
ભૂતોમાંથી સ્થૂલભૌતિક પદાર્થો બને છે. શરીર પણ તેમાંથી જ બને છે, શરીર ઉષમજ (જંતુ વગેરે), અંડજ (પક્ષી વગેરે), જરાયુજ (મનુષ્યો વગેરે), ઉદ્િભજ (વનસ્પતિ), સંકલ્પજ અને સાંસદ્ધિક એમ છ પ્રકારના છે.
અન્યદર્શનોમાં જેને જીવશક્તિ (Lifesorce) માનવામાં આવે છે. તે પ્રાણ સાંખ્યદર્શનમાં કોઈ અલગ તત્ત્વ નથી. પણ મન, બુદ્ધિ અને અહંકાર એ અંત:કરણની જ વૃત્તિઓ છે. આ ત્રણ ઇન્દ્રિયો અને તન્માત્રા સાથે મળી અઢાર તત્ત્વોનું એક લિંગ શરીર બનાવે છે – સર્જે છે. ભોતિકદેહના મૃત્યુ સાથે લિંગ શરીર તેનાથી છુટું પડી વિવેકખ્યાતિ ન થાય ત્યાં સુધી નવા શરીરો ધારણ કર્યા કરે છે. દિશા અને કાળ પણ સાંખ્યદર્શનમાં સ્વતંત્ર તત્ત્વો નથી. પણ આકાશની ઉપાધિ માત્ર છે.
આ રીતે ઉપર સાંખ્યદૃષ્ટિએ જે સર્ગનું વર્ણન કર્યું, તે સર્ગને બે પ્રકારનો માનવામાં આવે છે. ભાવસર્ગ અને પ્રત્યયસર્ગ (= બુદ્ધિસર્ગ). આ સર્ગ બુદ્ધિ, અહંકાર, મન, દસ ઇન્દ્રિયો મળી તેર (૧૩) કારણોનો બનેલો છે અને ધર્મઅધર્મ વગેરે આઠ ભાવો પ્રમાણે તેનું નિયમન થાય છે. અને લિંગસર્ગ કે તન્માત્રસર્ગ, તેમાં તન્માત્ર અને ભૂતોનો સમાવેશ થાય છે.
પ્રકૃતિની આ સર્ગપ્રક્રિયા તત્ત્વાન્તરપ્રક્રિયા પણ કહેવાય છે. તેમાં પ્રકૃતિ સહિત ૨૪ તત્ત્વોનો સમાવેશ કરવામાં આવે છે. તેમાં બુદ્ધિ, અહંકાર અને તન્માત્રા પ્રકૃતિવિકૃતિ અને ૧૧ ઇન્દ્રિયો અને પંચભૂતો એ ૧૦ વિકારો કહેવાય છે. (સૃષ્ટિના વિકાસક્રમનો ચાર્ટ આગળ આપેલ છે.) એક પુરુષ : અચેતન એવી પ્રકૃતિની સર્ગશીલા જાણ્યા પછી એવો પ્રશ્ન સહેજે થાય છે કે શા માટે આ બધું થાય
છે ? પ્રકૃતિ પોતે જડ છે. તેને આમાં કોઈપણ પ્રકારનો અનુભવ થાય એ શક્ય નથી. વળી આ બધું કરનાર કોઈ અન્ય નિયામકતત્ત્વ હોય તેમ તો સાંખ્યદર્શન માનતું નથી. તો તેને અકસ્માત માની લેવો ? સાંખ્યદર્શન