________________
षड्दर्शन समुझय भाग - १, श्लोक - ३३, सांख्यदर्शन
२६५
કહે છે કે, આ સૃષ્ટિવ્યાપાર માત્ર અકસ્માત જ છે એમ નથી. તે કોઈ ચોક્કસ પ્રયોજનથી થાય છે અને તે પ્રયોજન છે, પુરૂષના ભોગ અને અપવર્ગ. પુરુષ ખાતર પ્રકૃતિ આ સર્ગવ્યાપારની ક્રિયા કરે છે. પુરુષ પ્રકૃતિથી નિતાના વિપરીત છે. તે ચેતન્ય છે. નિર્ગુણ છે. વિવેકી છે. પ્રકૃતિ પ્રસવધર્મિ છે. પુરુષ અપ્રસવમિ છે. પ્રકૃતિ સક્રિય છે. પુરુષ નિષ્ક્રિય છે. પ્રકૃતિ વિકારી છે. પુરુષ અવિકારી છે. તેથી તે કૂટસ્થ નિત્ય છે. પ્રકૃતિની લીલાનો તે માત્ર સાક્ષી કે ભોક્તા જ છે. તે શુદ્ધ ચૈતન્ય છે. તે કેવલ તે જ છે. સર્વવિશેષણોથી રહિત ન્યાયવૈશેષિકોના આત્મામાં ધર્મ-અધર્મ વગેરે ગુણો કલ્પવામાં આવે છે. માત્ર મોક્ષાવસ્થામાં જ તે ગુણો ખરા પડે છે. પરંતુ સાંખ્યોના પુરૂષમાં કોઈપણ ગુણનું અસ્તિત્વ સ્વીકારવામાં આવ્યું નથી. પળે પળે પરિણમન પામતા જગવિશ્વની સામે તે એક નિશ્ચલ અવિકારીતત્ત્વ તરીકે રહે છે. તેનું પ્રતિબિંબ જડબુદ્ધિને પ્રકાશિત કરે છે. ચેતનવતુ લાગતી બુદ્ધિ જ પછી ક્રિયાવતી બને છે. માનવ-જ્ઞાનના સર્વપ્રકારો આ રીતે પુરૂષના કારણે જ શક્ય બને છે. પુરૂષનું અસ્તિત્વ આગળ કારિકાનાઅર્થના વર્ણનમાં આવશે. પુરુષ એક નથી અનેક છે. સર્વપુરુષો અનંત છે. અવિકારી, સર્વવ્યાપી અને નિત્ય છે. પુરુષ બહુત્વ માટે દલીલો આ પ્રમાણે છેજન્મ, મરણ, જ્ઞાન વગેરે બાબતોમાં ભિન્ન ભિન્ન વ્યક્તિઓ વચ્ચે તફાવત હોય છે. જીવોમાં એકી સાથે એક જ પ્રવૃત્તિ થતી જોવામાં આવતી નથી. તેમજ જીવાત્માઓમાં તારતમ્ય જોવા મળે છે. તેથી પુરૂષો અનેક છે. વિશેષ સાંખ્યકારિકાના વર્ણનમાં જણાવેલ છે. સાંખ્યનો આ પુરુષબહુત્વવાદ તેના દ્વૈતવાદના અનુબંધમાં છે. બુદ્ધિતત્વ અનેક છે. તેના પર પડતા પુરૂષના
પ્રતિબિંબથી વૈવિધ્ય ઉદ્ભવે છે. આ વૈવિધ્ય પુરૂષની અનેકતાથી જ શક્ય બને છે. * પુરુષ-પ્રકૃતિ સંયોગ : પુરુષ-પ્રકૃતિ સંયોગ એ બહુચર્ચિત સમસ્યા બની ગઈ છે. અચેતન પ્રકૃતિમાં વૈષમ્ય આવ્યું અને સૃષ્ટિસર્જન થયું એ પુરૂષને માટે કદાચ થયું હશે. પણ કેવી રીતે શક્ય બન્યું, એ પણ એક પ્રશ્ન છે. અચેતન પોતાની જાતે જ પ્રવૃત્તિ કરી શકે નહીં. પુરુષનું સામીપ્ય જડને ચેતન બનાવી શકે નહીં. સાંખ્ય કારિકામાં નીચે પ્રમાણે કહેવામાં આવ્યું છે.
तस्मात्तत्संयोगादचेतनं चेतनवदिव लिङ्गम् ।
ગુરૃત્ય પિ તથા વર્તવ મવત્યુિલસીનઃ સા૨૦ સાંખ્ય કારિકાll. અને તેથી તેના પુરુષના) સંયોગના કારણે અચેતન (મહદાદિ) લિંગ સચેતન જેવું લાગે છે અને ગુણોમાં કર્તૃત્ત્વ હોવા છતાં ઉદાસીનપુરુષ કર્તા જેવો થાય છે.
ભાવાર્થ: આપણે જોયું કે પુરુષ અને પ્રકૃતિ તાત્વિક રીતે જ પરસ્પરથી અત્યન્તભિન્ન છે. એક ચેતન છે, તો અન્ય જડ. એક નિર્ગુણ-અકર્તા અને માત્ર દૃષ્ટા છે. તો અન્ય ત્રિગુણાત્મક, વિકારશીલ અને તેથી અન્યના દર્શનનો વિષય છે. પરંતુ એ બંને પરસ્પર કોઈપણ રીતે સંબંધ જ ધરાવતા નથી તેમ નથી. આપણને થતા સૃષ્ટિના અનુભવોમાં એ ઉભયનો સહયોગ છે. પ્રકૃતિ ભલે જડ રહી પણ તેનું એક મહત્ત્વનું તત્ત્વ છે. સત્ત્વ (બુદ્ધિ)નો ધર્મ છે પ્રકાશ. પણ એ પ્રકાશ સ્વયંભૂ નથી. તે પુરુષના સાનિધ્યથી પ્રકાશિત થાય છે અને પછી પ્રકાશનું પરાવર્તન કરે છે. આ પરાવર્તિત પ્રકાશ પ્રકૃતિનો હોય તેવો ભાસ થાય છે અને તેથી તે અચેતન હોવા છતાં જાણે કે ચેતન હોય તેમ લાગે છે. (તત્ સંવત્ અવેતન ચેતનાવયવ જિમ્) પ્રકૃતિમાં રજોગુણ છે. તે ચલ છે. પ્રવૃત્તિશીલ છે. રજસુના કારણે પ્રકૃતિમાં ક્રિયા થાય છે અને તેથી ગુણો જ કર્તા છે. પણ એ ક્રિયા પણ ચેતન પુરૂષના સાનિધ્યમાં થાય છે. તેથી અકર્તા હોવા છતાંયે પુરૂષ જાણે કે કર્તા છે એવી ભ્રાન્તિ થાય છે. પુરુષને બ્રાન્તિથી કર્તા માનવામાં આવે છે. તે સમજાવવા ટીકાકારો જુદા જુદા દૃષ્ટાંત આપે છે.