________________
२६६
षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - ३४, सांख्यदर्शन
વર્ણન કરતાં કહે છે કે - “ખૂબહસો, ખૂબપીઓ, લાડ-આનંદ કરો, ખૂબ ખુશીથી મૌજ કરો, રોજ ઇચ્છાનુસાર ભોગોને ભોગવો, (પરંતુ, જો તમે કપિલમતને જાણ્યો છે, તો વિલંબવિના મોક્ષસુખને પામશો.”
બીજા શાસ્ત્રમાં પણ કહ્યું છે કે પ્રકૃતિ વગેરે ૨૫ તત્ત્વનો જાણકાર, ગમે તે આશ્રમમાં રહે, ભલે તે શિખા રાખે, ભલે મસ્તકે મુંડન કરાવે કે જટા રાખે, પરંતુ મુક્ત થાય છે, તેમાં સંશય નથી.”
अथ शास्त्रकारः सांख्यमतमुपदर्शयति । હવે શાસ્ત્રકારપરમર્ષિ સાંખ્યમતને જણાવે છે.
सांख्या निरीधराः केचित्केचिदीवरदेवताः ।
सर्वेषामपि तेषां स्यात्तत्त्वानां पञ्चविंशतिः ।।३४ ।। શ્લોકાર્થ કેટલાક સાંખ્યો નિરીશ્વરવાદિ છે. (તો) કેટલાક સાંખ્યો ઈશ્વરને દેવતા માને છે. તે સર્વે પણ સાંખ્યોના તત્ત્વોની સંખ્યા ૨૫ છે. ll૩૪ll.
यथा अचौरश्चौरैः सह गृहीतश्चौर इत्यवगम्यते । यथाऽग्निसंयोगात लोहं गणिरित्युच्यते । अनुष्णाशीतो घटः शीताभिरद्भिः संस्पृष्टः शीतो भवति; अग्निना संयुक्तो उष्णो भवति ।
તત્વવૈશારદી ટીકામાં પં. વાચસ્પતિમિશ્ર સમજાવે છે કે સન્નિધાનથી ચિત્તનું પ્રતિબિંબ બુદ્ધિતત્ત્વમાં પડે છે. અને તેના લીધે બુદ્ધિવૃત્તિ ચેતનમાં પરિણમે છે. પુરૂષ અકર્તા છે. પરંતુ પ્રકૃતિમાં (બુદ્ધિમાં) પ્રતિબિંબ પાડવાની યોગ્યતાને લીધે, તે પણ જ્ઞાતા કે ભોક્તા હોય એમ લાગે છે.
વિજ્ઞાનભિક્ષુદ્વિવિધ છાયાપત્તિનો સિદ્ધાંત રજૂ કરે છે. તે પ્રમાણે પુરુષની છાયા જ્યારે બુદ્ધિમાં પડે છે, ત્યારે બુદ્ધિની અને તે દ્વારા પ્રકૃતિની છાયા પણ પુરૂષમાં પડે છે અને તેથી બુદ્ધિ જેમ ચૈતન્યનો અનુભવ કરતી લાગે છે. એમ પુરૂષ પણ ભોક્તા હોય તેમ લાગે છે. આના સંદર્ભમાં પ્રાચીનસાંગાચાર્ય આસૂરિનો મત નીચેના શ્લોકમાં જોવા મળે છે.
विविक्ते दृक्परिणतो बुद्धौ भोगोऽस्य कथ्यते ।
प्रतिविम्वोदयः स्वच्छो यथा चन्द्रमसोऽम्भसि ।। અર્થાત્ પુરુષ અસંગ છે. તો પણ ચંદ્રનું પ્રતિબિંબ જલમાં પડે ત્યારે જલને કારણે તે પણ સ્વચ્છ કે ચંચલ લાગે છે. તે જ રીતે બુદ્ધિના દકરૂપમાં પરિણત થવાથી તે પુરૂષ ભોગ ભોગવતો હોય તેમ લાગે છે.
સ્યાદવાદ મંજરીમાં વિધ્યવાસનો શ્લોક આપેલો છે. તે નીચે પ્રમાણે છે. पुरुषोऽविकृतात्मैव स्वनि समचेतनम् ।
મનઃ રોતિ સન્નિધ્યાહુપધઃ ટિ યથા | અર્થાત્ પુરૂષ અવિકારી છે. પણ સ્ફટિકમાં જેમ રંગીન પુષ્પનું પ્રતિબિંબ પડતા તે પણ રંગીન લાગે, તેમ મન (બુદ્ધિ!) સાનિધ્યને કારણે પુરૂષમાં પ્રતિબિંબિત થાય છે.
આ રીતે પુરુષ અને પ્રકૃતિના સંબંધને જુદી જુદી રીતે સમજાવવામાં આવ્યો છે. એકનો બીજામાં કે ઉભયનું એકબીજામાં પ્રતિબિંબ પડે છે. અને તેથી અચેતનને ચેતનનો અને ચેતનને અચેતનના ધર્મોનો અધ્યાસ થાય છે. એમ માનવામાં આવ્યું છે.