________________
षड्दर्शन समुञ्चय भाग-१, श्लोक-३३, सांख्यदर्शन
२६३
ભિન્ન કાર્ય, એ જ કારણમાંથી ઉત્પન્ન થતું નથી. સુવર્ણની વીંટી સૂવર્ણ સિવાય અન્ય કોઈ પદાર્થમાંથી બની શકતી નથી.
ઉપરનાં પાંચ કારણો એમ દર્શાવે છે કે કાર્ય પહેલેથી જ સૂક્ષ્મપણે પોતાના કારણમાં વિદ્યમાન હોય છે. કારણના પ્રમુખ ગુણધર્મો તેમાં પહેલાં જ હોય છે. યોગ્યસમય આવતાં કાર્ય સ્વકારણમાંથી કાર્યરૂપે પ્રગટ થાય છે.
અદ્વૈત વેદાન્ત માને છે કે કાર્ય કારણમાં પૂર્વે અવસ્થિત હોય છે તે સાચું. પરંતુ કાર્ય કારણથી ભિન્ન પણ છે અને પાછું સત્ય પણ છે એમ માનવું બરાબર નથી. કારણ એ જ સત્ય છે જે કાર્ય જેવું લાગે છે તે કારણનું પરિણામ નથી પણ આભાસ છે. કારણકે સમગ્રવિશ્વનું કારણ એક જ છે; તે બ્રહ્મ છે. બ્રહ્મ સિવાય બીજું કાંઈ જ સતું નથી. બ્રહ્મમાંથી નામ રૂપાત્મક જગત ઉત્પન્ન થતું દેખાય છે. તે આભાસ છે - ભ્રમ છે – વિવર્ત છે. રજુમાં સર્પનો વિવર્ત થાય છે. તેમ જ અહીં સમજવું જોઈએ. તૈયાયિકોએ સત્કાર્યવાદનો વિરોધ કરી અસત્કાર્યવાદને યથાર્થ ઠરાવવા પ્રયત્નો કર્યા છે. તેનું ખંડન વાચસ્પતિમિત્રે ૯મી કારિકાની કૌમુદીમાં કરેલું છે. તેનો સાર એમ કાઢી શકાય કે મૂળતત્ત્વની દૃષ્ટિએ કાર્ય અને કારણ વચ્ચે તાદાભ્ય હોવું આવશ્યક છે, પરંતુ અવસ્થા અને પ્રયોજનની દૃષ્ટિએ એ બંને વચ્ચે ભિન્નતા પણ છે. છતાં એ બંને નિતાન્ન ભિન્ન છે, તેમ કહી શકાય નહીં. ઘડાથી પાણી ભરી શકાય છે. માટીના જથ્થાથી નહીં, પણ તેથી ઘડો અને માટી ભિન્ન છે એમ નથી કહી શકાતું.
આ સત્કાર્યવાદ સાંખ્યની પ્રકૃતિ અને તેમાંથી પરિણમતી સૃષ્ટિની સર્જન-પ્રક્રિયાનો આધાર છે. મૂળ-પ્રકૃતિમાંથી પરિણમતું વ્યક્તપ્રકૃતિની સાથે તાત્ત્વિકસામ્ય પણ ધરાવે છે. અને આંશીકવૈષમ્ય પણ ધરાવે છે. એટલું જ નહીં પણ વ્યક્તના આધારે અવ્યક્ત એવી મૂળ પ્રકૃતિનું અસ્તિત્વ પણ સત્કાર્યવાદના આધારે જ સિદ્ધ થઈ શકે છે. તેમજ પ્રકૃતિથી નિતાન્નભિન્ન એવું પુરુષનું અસ્તિત્વ સિદ્ધ કરવામાં પણ સત્કાર્યવાદ જ કારણભૂત છે. કારણકે સત્કાર્યવાદ પ્રમાણે ચેતન કે જડ એકબીજાનું પરિણામ થઈ શકે નહીં.
સૃષ્ટિવિકાસ મૂળપ્રકૃતિ-ત્રણ ગુણ અને સત્કાર્યવાદના સિદ્ધાંતોના આધારે જ સાંખ્યદર્શનમાં સૃષ્ટિવિકાસનું નિરૂપણ કરવામાં આવ્યું છે. પ્રારંભમાં પ્રકૃતિ ત્રિગુણની સામ્યવસ્થામાં હતી. તેથી આ વિશ્વ અસ્તિત્વમાં નહોતું આવ્યું. પછીથી પુરૂષના સામીપ્યથી તેમાં ક્ષોભ ઉત્પન્ન થયો અને ત્રણે ગુણોમાં વૈષમ્ય ઉત્પન્ન થયું. અને તેથી આ વિશ્વસર્જનનો આરંભ થયો. પ્રલયકાળે તત્ત્વો તેમના મૂળકારણમાં મળી જાય છે અને એ પ્રતિસર્ગમાં પુનઃ પ્રકૃતિમાં સામ્યવસ્થા પ્રવર્તે છે. ત્યારે પણ ચંચળ રજોગુણ પરિણમન તો કર્યા જ કરે છે. પણ તે સદશપરિણમન હોવાથી સ્થિતિ યથાવત્ જ રહે છે.
સર્ગપ્રક્રિયામાં ગુણોની અભિભાવકપ્રવૃત્તિ પ્રધાન હોય છે. આ પ્રવૃત્તિ સ્વભાવિક અને સ્વતંત્ર હોય છે. તેમાં કોઈ બાધ્યતત્ત્વના માર્ગદર્શનની કે નિયમનની જરૂર પડતી નથી. તો પણ આ પ્રક્રિયા ગમે તેમ નથી. પરંતુ તેના ચોક્કસ નિયમોના આધારે થાય છે. આ સર્ગપ્રક્રિયામાં અવ્યક્ત વ્યક્તમાં આવિર્ભાવ પામે છે. અવિશેષ વિશેષમાં, અલિંગ લિંગમાં અને સદશ વિસદશમાં પરિણમે છે.
સાંખ્યદર્શન પ્રમાણે સર્ગપ્રક્રિયામાં જુદા જુદા તત્ત્વોનો આવિર્ભાવ યોગ્યક્રમમાં થાય છે. સ્કૂલ દ્રવ્યમાંથી બીજા અનેક સ્થૂલદ્રવ્યો થઈ શકે. માટીને પાણીના કે અન્ય તેવા પદાર્થના સંયોજનથી બીજી અનેકવસ્તુઓ બનાવાય, પરંતુ તેનો સમાવેશ સર્ગપ્રક્રિયામાં થતો નથી. પંચમહાભૂત એ સાંખ્યમતે સર્ગપ્રક્રિયાની છેલ્લી કડી છે.
સામ્યાવસ્થામાં ક્ષોભ થવાથી પ્રકૃતિના સાત્ત્વિકઅંશમાંથી સર્વપ્રથમ મહતું કે બુદ્ધિતત્ત્વનો આવિર્ભાવ થાય છે. બુદ્ધિનું વિશેષલક્ષણ અધ્યવસાય (નિશ્ચય) છે. તે સાત્ત્વિક હોવાથી પુરૂષનું પ્રતિબિંબ ઝીલી શકે છે. સર્વ બૌદ્ધિક પ્રક્રિયાનો આધાર બુદ્ધિ છે. મન અને ઇન્દ્રિયો પણ બુદ્ધિ માટે જ કાર્ય કરે છે.
બુદ્ધિમાં સત્ત્વગુણ મુખ્ય છે, રજસ્ અને તમસુ ગૌણ છે. પરંતુ એ ગુણોમાં પ્રતિક્ષણપરિણમન થવાથી પછી તેમાં અહંકારતત્ત્વનો આવિર્ભાવ થાય છે. ત્રિગુણને લીધે સાત્વિક (વૈકારિક), રાજસ્ (તેજસ) અને તામસ (ભૂતાદિ) એમ