________________
षड्दर्शन समुच्चय भाग - १, श्लोक - ३३, सांख्यदर्शन
સાંખ્યની આ વિચારધારાને સત્કાર્યવાદ માનવામાં આવે છે. સત્કાર્યવાદને સિદ્ધ કરતાં પાંચ કારણો છે. સાંખ્યકારિકામાં કહ્યું છે કે
२६२
असदकरणादुपादानग्रहणात् सर्वसम्भवाभावात् ।
શવતસ્ય શયારાત્ ારામાવાશ્ચ સાર્થમ્ IIસાં.કા.૯॥
અર્થાત્ કાર્ય ‘સત્’ (ખરેખર અસ્તિત્વમાં)છે, કારણ કે (૧) અસત્ ઉત્પન્ન થઈ શકે નહીં. (૨) કારણ સાથે (કાર્યનો) ચોક્કસ પ્રકારનો સંબંધ હોય છે. (૩) દરેક કાર્ય દરેક કારણમાંથી ઉત્પન્ન થતું નથી. (૪) જે ઉત્પન્ન ક૨વા કારણ સમર્થ હોય તેને જ તે ઉત્પન્ન કરી શકે. (૫) કાર્ય કારણનો જ સ્વભાવ ધરાવે છે.
સાંખ્યદર્શન પ્રમાણે કાર્ય હંમેશાં કારણમાં અપ્રગટરૂપે રહેલું જ હોય છે. તે કોઈ તદ્દન નવું જ ઉત્પન્ન થયેલું નથી. તે જ્યારે કારણમાંથી પ્રગટ થયું હોય તેમ લાગે છે, ત્યારે તેને કાર્ય એવું નામ આપવામાં આવે છે. આમ કાર્ય તેના કારણમાં પહેલેથી જ સત્ હતું. તેથી તેના આ સિદ્ધાંતને સત્કાર્યવાદ કહેવાય છે. ન્યાય-વૈશેષિકો આનાથી જુદું માને છે. તેમના મત પ્રમાણે કાર્ય પૂર્વે હતું જ નહીં (અસત્), પરંતુ પછીથી કારણમાંથી ઉત્પન્ન થયું. તેમના આ સિદ્ધાંતને અસાર્થવાવ કહેવામાં આવે છે.
જ્યારે બૌદ્ધોના મત પ્રમાણે અસત્ માંથી સત્ ઉત્પન્ન થાય છે. વેદાન્તમતાનુસાર કારણ એ જ સત્ છે. કાર્ય એ તો માત્ર આભાસ છે. - કારણના વિવર્ત છે. બૌદ્ધ, વેદાન્ત, ન્યાય-વૈશેષિક અને સાંખ્યદર્શનના મતો અનુક્રમે આ પ્રમાણે
છે
“અક્ષત: સાયતે રૂતિ, “સ્ય તતો વિવર્તઃ હ્રાર્થનાતં ન વસ્તુ સત્” ત્યપરે । બન્યું તુ ‘સતોઽસાાયતે કૃતિ’ ‘સત: સાયને’ इति वृद्धाः
*
કાર્ય અને કારણ બંન્ને સત્ છે. એટલું જ નહીં પણ સત્ એવું કાર્ય સત્ એવા કારણમાં રહેલું પણ છે. તેમ નીચેનાં પાંચ કારણોથી સિદ્ધ કરવામાં આવે છે.
(૧) ગતવું - અરાત્ : જેનો સંપૂર્ણ અભાવ હોય (અન્નત્) તે કદી પણ ઉત્પન્ન થઈ શકે નહીં, એમ કહી શકાય નહીં. કોઈને કોઈ સ્વરૂપે તે પૂર્વે અસ્તિત્વ ધરાવતું જ હશે. દા.ત. નીલરૂપ ને હજાર ઉપાય વડે પીળું કરી શકાતું નથી, કારણકે ‘નીલ’ માં પીતનો સંપૂર્ણ અભાવ છે. અથવા તો રેતીમાંથી તેલ ઉપજાવી શકાતું નથી.
(૨) ૩પાવાનપ્રદ્દળાત્ :- કોઈ ચોક્કસકાર્યની ઉત્પત્તિ માટે કોઈ ચોક્કસ ઉપાદાનનો આધાર લેવામાં આવે છે. દા.ત દહીં મેળવવા માટે દૂધનો જ ઉપયોગ થાય છે. પાણીનો ઉપયોગ કોઈ કરતું નથી અથવા તો વસ્ત્ર બનાવવાની ઇચ્છાવાળા લોકો તંતુઓને જ લે છે. જો કાર્ય પોતાના કારણમાં ન હોત તો અમુકના ઉત્પાદન માટે અમુક જ વસ્તુ લેવાની જરૂર ન રહેત. તો પછી માટીમાંથી પણ વસ્ત્ર બનાવી શકાત અને રેતીમાંથી તેલ મેળવી શકત.
(૩) સર્વસમ્ભવામાવાત્ :- કોઈપણ પદાર્થ અન્ય કોઈપણ પદાર્થમાંથી બની શકે તેમ નથી. જો કાર્ય અને કારણ વચ્ચે કોઈ સંબંધ સ્વીકારવામાં ન આવે તો પછી કોઈપણ વસ્તુબીજી કોઈ વસ્તુમાંથી બની શકત. જેમકે ઘાસ, ધૂળ કે રેતીમાંથી સુવર્ણ બની શકતું નથી, પ્રત્યેક પદાર્થની ઉત્પત્તિ નિશ્ચિત્તમર્યાદા અને નિયમોને આધીન રહીને જ થાય છે અને આ મર્યાદાનું કારણ એ જ કે કાર્ય કારણ સાથે પહેલેથી જ સમ્બદ્ધ છે.
:
(૪) શવત્તસ્ય શવચારાત્ ઃ જેમ કોઈપણ કાર્ય કોઈપણ કારણમાંથી ઉત્પન્ન થઈ શકતું નથી, તેમ કોઈપણ કારણ પણ કોઈપણ કાર્યને ઉત્પન્ન કરી શકતું નથી. પરંતુ પ્રત્યેકકારણ અમુક જ કાર્ય ઉત્પન્ન કરવાની શક્તિ ધરાવે છે. દા.ત. સૂર્ય સૂર્યકાન્તમણિમાંથી અગ્નિ ઉત્પન્ન કરવાની શક્તિ ધરાવે છે, પણ તે ચંદ્રકાન્તમણિમાંથી શીતળ જળ ઉત્પન્ન કરી શકતો નથી.
(૧) જારમાવાત્ : કાર્ય, કારણનો જ સ્વભાવ ધરાવે છે. કાર્ય એ કારણથી તત્ત્વતઃ ભિન્ન નથી. કારણથી નિતાન્ત