________________
षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - ३२, नैयायिक दर्शन
२५१
ટીકાનો ભાવાનુવાદ: (૧૮) મતાનુજ્ઞા નિગ્રહસ્થાન : સ્વપક્ષમાં બીજાવડે અપાયેલા દોષનો ઉદ્ધાર કર્યા વિના બદલામાં તે દૂષણને જ પરપક્ષમાં આપતાને મતાનુજ્ઞા નામનું નિગ્રહસ્થાન થાય છે. જેમકે “વીરો મવાનું પુરુષત્વતિ, પ્રસિદ્ધવીરવત્ - પ્રસિદ્ધ ચોરની જેમ, તમે પણ પુરૂષ હોવાથી ચોર છો, કારણકે પુરુષ છો.
અહીં પ્રતિવાદિએ આપેલા દોષનો ઉદ્ધાર કર્યા વિના જ, વાદિએ તમે પણ ચોર છો એવું કહ્યું, તો વાદિએ પ્રતિવાદિ વડે અપાયેલા ચોરપણાના દોષના સ્વીકાર કરી લીધેલો થાય છે. કારણકે પ્રતિષિદ્ધ મનુમત મવતિ અર્થાતુ પ્રતિષેધ નહી કરવાથી અનુમતિ (આવી) જાય છે. આ રીતે વાદિ પ્રતિવાદિના મતની અનુજ્ઞાથી નિગૃહીત કરાય છે.
(ન્યાયસૂત્રઃ સ્વપક્ષોષાગ્યુમન રિપક્ષોષક મતનુજ્ઞા પ-૨-૨૧ અર્થ સ્પષ્ટ છે.) (૧૯) પર્યનુયોજ્યોપેક્ષણ : નિગ્રહસ્થાનમાં પ્રાપ્ત(આવેલા)નો નિગ્રહ ન કરવો તે પર્યનુયોજ્યોપેક્ષણ નિગ્રહસ્થાન કહેવાય છે.
પર્યનુયોજ્ય એટલે નિગ્રહસ્થાનમાં આવતે છતે અવશ્ય આ કહેવું જોઈએ કે “તમે નિગ્રહસ્થાનમાં આવી પડ્યા છો. આથી નિગૃહીત થયા છો.” તેની ઉપેક્ષા કરીને જે નિગ્રહ કરાતો નથી, તે પર્યનુયોજ્યોપેક્ષણ નિગ્રહસ્થાનવડે નિગૃહીત થાય છે.
કહેવાનો આશય એ છે કે વાદિ અથવા પ્રતિવાદિ નિગ્રહસ્થાનમાં આવ્યો હોય, છતાં “તું અમુકજાતના નિગ્રહસ્થાનમાં આવી ગયો છે,” એમ ન કહેવું એનું નામ પર્યાનુયોજ્યોપેક્ષણ” નિગ્રહસ્થાન છે. આવી રીતે પરસ્પર એકબીજાની ઉપેક્ષા કરતા રહેવાથી જલ્પરૂપ કથાનો અંત જ આવે નહિ. માટે જલ્પકરનાર વાદિ અથવા પ્રતિવાદિ બેમાંથી કોઈપણ નિગ્રહસ્થાનમાં આવી જાય તો સ્પષ્ટ કહી દેવું જોઈએ કે નિગ્રહસ્થાનમાં આવી ગયો છે. આવું કથન જે વાદિ કે પ્રતિવાદિ નિગ્રહસ્થાનમાં ન આવ્યો હોય તે કરી શકે છે. (ન્યાયસૂત્ર: નિદાનપ્રતિનિઘા પર્વનુયોગ્યોપેક્ષમ્ II પાવા૨૧/l અર્થ સ્પષ્ટ છે.) (૨૦) નિનુયોજ્યાનુયોગ નિગ્રહસ્થાન: નિગ્રહસ્થાનમાં આવ્યો ન હોય, છતાં નિગ્રહસ્થાનમાં આવી ગયો છે, એમ કહેવું તે નિરyયોજ્યાનુયોગ નામનું નિગ્રહસ્થાન થાય છે. અપ્રમાદિ, નિગ્રહને અયોગ્ય એવા ઉપપન્નવાદિને પણ તું નિગૃહીત થયો છે, એ પ્રમાણે (પ્રતિવાદિ વડે) જે કહેવાય છે, તે પ્રતિવાદિ આ પ્રમાણે અભૂતદોષના ઉલ્કાવન વડે નિગૃહીત થાય છે. કહેવાનો આશય એ છે કે વાદિના પક્ષમાં કોઈપણ દોષ ન હોવા છતાં પ્રતિવાદિ વાદિને