________________
षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - ३३, सांख्यदर्शन
२५७
શિર ઉપર શિખા-ચોટી રાખનારા જટાધારી, મસ્તકે મુંડન કરાવેલા, મૃગચર્મનું આસન રાખનારા, બ્રાહ્મણોના ઘરે ભોજન કરનારા અથવા પાંચગ્રાસથી નિર્વાહ કરનારા તથા બાર અક્ષરોનો જાપ કરનારા પરિવ્રાજકો (સાંખ્યમતના અનુયાયિઓ) છે. તે પરિવ્રાજકોને તેમના ભક્તો “ૐ નમો નારાયણીય’ કહીને વંદન કરે છે અને પરિવ્રાજકો (સામે) “નારાયUાય નમ:' કહે છે. તે પરિવ્રાજકો જીવોની દયા માટે મુખમાંથી નિકળતા શ્વાસને રોકવા લાકડાની મુખવસ્ત્રિકા રાખે છે. તેને મહાભારતમાં “બીટા' કહેલી છે. તેઓ કહે છે કે... “હે બ્રહ્મનું, એક હ્રસ્વાક્ષરના ઉચ્ચારણ કરવાના સમયે નાકમાંથી નિકળતા એક શ્વાસવડે સેંકડો જીવો હણાય છે. આવા”
તેઓ પાણીના જીવોની દયામાટે સ્વયં ગરણું રાખે છે. અને “ગરણું' રાખવાનો ભક્તોને ઉપદેશ આપે છે. (તે ગરણાનું માપ જણાવતાં કહે છે કે.) “૩૦ અંગુલ લાંબુ અને ૨૦ અંગુલ પહોળું દઢ ગરણું કરવું જોઈએ. અને તેનાથી) વારંવાર જીવોને શોધવા જોઈએ = રક્ષવા જોઈએ. (૧) (તથા) મીઠા પાણી વડે ખારા પાણીના જીવો મરી જાય છે અને ખારા પાણી વડે મીઠા પાણીના જીવો મરી જાય છે. તેથી મીઠા અને ખારા પાણીને ભેગું ન કરવું. (૨) ભૂતાના મુખની લાળમાંથી ગળેલા જે બિંદુઓ છે, તેમાં સૂક્ષ્મ જંતુઓ હોય છે. તે સૂક્ષ્મ જીવો ભમરા જેવા થાય તો ત્રણ લોકમાં પણ સમાતા નથી (૩)”
આ રીતે જીવરક્ષા અંગેની મીમાંસામાં સાંખ્ય પરિવ્રાજકોનો ગરણા અંગેનો વિચાર છે. કેટલાક સાંખ્યો ઈશ્વરને દેવ માને છે. કેટલાક "સાંખ્યો નિરીશ્વરવાદિ છે. તેમાં જે નિરીશ્વરવાદિઓ છે, તેઓના દેવતા નારાયણ છે. તેઓના આચાર્યો વિષ્ણુ, પ્રતિષ્ઠાકારક, ચૈતન્ય આદિ શબ્દોથી બોલાવાય છે. તેઓના મતના વક્તાઓ કપિલ, આસુરિ, પંચશિખ, ભાર્ગવ, ઉલ્કાદિ છે. તેથી સાંખ્ય, કપિલઆદિ નામોથી તેઓનો વ્યવહાર થાય છે - તેઓ બોલાવાય છે. કપિલનું પારમાર્ષિ પણ નામ છે. તેથી તે પારસર્ષ પણ કહેવાય છે.
સાંખ્ય લોકોની વસતિ વારાણસીમાં ઘણી છે. ઘણામાસના ઉપવાસ કરનારા બ્રાહ્મણો અર્ચિમાર્ગથી વિરુદ્ધ ધૂમમાર્ગને અનુસરતા હતા. (અર્ચિમાર્ગ એટલે દેવાયનમાર્ગ તથા ધૂમમાર્ગ એટલે પિતૃયાનમાર્ગ. તે બંનેનું સ્વરૂપ અન્યગ્રંથોથી જાણી લેવું.) પરંતુ સાંખ્યો અર્ચિમાર્ગને અનુસરનારા હોય છે. તેથી જ વેદપ્રિય બ્રાહ્મણો યજ્ઞમાર્ગને અનુસરનારા છે. પરંતુ સાંખ્યો હિંસાથી ભરેલા વેદનિર્દિષ્ટ યજ્ઞોથી વિરત અધ્યાત્મવાદિઓ છે. તેઓ પોતાના મતના મહિમાનું
૧. સાંખ્યદર્શનમાં કંઈક વિશેષઃ છ શાસ્ત્રોમાંનું સાંખ્યશાસ્ત્ર એક છે. તેના રચનારા મહર્ષિ કપિલ છે. સાંખ્ય શબ્દનો
અર્થ થાય છે જ્ઞાન. એટલે પ્રકૃતિ, પુરૂષ અને તેના ભેદનું જે યથાર્થજ્ઞાન તેનું નામ સાંખ્ય. અને તેવા જ્ઞાનનો ઉપાય બતાવનારું જે શાસ્ત્ર તેનું નામ સાંખ્યશાસ્ત્ર કહેવાય છે અથવા સાંખ્યદર્શન કહેવાય છે. સાંખ્યશાસ્ત્રના પ્રતિપાદ્ય વિષયો પુરાણ, કરણ અને વૈદક આદિ ગ્રંથોમાં જોવામાં આવે છે. આ શાસ્ત્રમાં