________________
२३८
षड्दर्शन समुझय भाग -१, श्लोक - ३१, नैयायिक दर्शन
“દત્તે ય સાધ્ય સાધનમાવેન પ્રજ્ઞાતિય ધર્મગ્ર હેતુત્વા તી રોમયથા માવા વિશેષ:” tપ-૧-૩૪ અર્થાત્ દષ્ટાંતમાં સાધ્યસાધનભાવથી જણાયેલા ધર્મનું હેતુપણું હોવાથી અને સાધર્મથી અને વૈધર્મયથી પણ હેતુ સાધક બનતો હોવાથી સમાનતા નથી. કહેવાનો આશય એ છે કે જે ધર્મમાં સાધ્ય અને સાધનમાં રહેલી વ્યાપ્તિ જણાતી હોય તે જ ધર્મ હેતુ થઈ શકે છે. એ વ્યાપ્તિ સાધર્મ સાથે હોય છે. અને વૈધર્મ સાથે પણ હોય છે. સાધર્મમાં જે વ્યાપ્તિ હોય તે અન્વયવ્યાપ્તિ અને વૈધર્મ સાથે હોય તે વ્યતિરેકવ્યાપ્તિ. આ પ્રમાણે સાધર્મથી પણ હેતુ બને છે. અને વૈધર્મથી પણ હેતુ બને છે. માટે અસત્ય હેતુ અને સત્ય હેતુ બંને સરખા નથી.
નિત્યસમા જાતિનો ઉત્તર : પ્રતિdણે નિત્યનિત્યવાનિત્યત્વોપપઃ પ્રતિધામાવ: //પ-૧-૩લા અર્થાતુ પ્રતિષેધ કરવાયોગ્ય શબ્દમાં નિત્ય-અનિત્યત્વ માની લેવાથી શબ્દમાં અનિત્યત્વની સિદ્ધિ થવાથી શબ્દના અનિત્યત્વનો પ્રતિષેધ થઈ શકતો નથી. કહેવાનો ભાવાર્થ એ છે કે જ્યારે તમે શબ્દમાં નિત્ય અનિત્યનો સ્વીકાર કરો છો, તો શબ્દ અનિત્ય થઈ ગયો. શું શબ્દમાં નિયત્વ અને અનિત્યત્વ આ બંને વિરદ્ધધર્મ રહી શકે ? અનિત્યત્વ એ અભાવાત્મક ધર્મ છે. અભાવ કોઈ દિવસ પણ પ્રતિયોગીનો આશ્રય કરી રહી શકતો નથી. ઘટનો અભાવ ઘટમાં રહી શકે જ નહિ. માટે અભાવરૂપ ધર્મના આધાર તરીકે શબ્દના અસ્તિત્વને સ્વીકારવાની જરાપણ જરૂર નથી. અનિત્યત્વ એટલે નિરોધ અથવા પ્રäસાભાવ. શબ્દનો પ્રäસાભાવ માનવાથી શબ્દ અનિત્યતરીકે સિદ્ધ થાય છે. માટે નિત્યસમા જાતિ અસત્ય ઉત્તર ઠરે છે.
“કાર્યસમા” જાતિનો ઉત્તર : વાર્યાખ્યત્વે પ્રયત્નાદેતુત્વમનુપધ્ધિવારનો પત્તે: T-9-૩૮ાા અર્થાત્ - પ્રયત્નના કાર્યમાં ભેદ હોવા છતાં પ્રકૃતિ પ્રયત્નોત્તરીયકત્વ હેતુ અસિદ્ધ નથી, કારણકે અનુપલબ્ધિનું કારણ ન મળતું હોવાથી. કહેવાનો ભાવ એ છે કે પ્રયત્નના કાર્ય એટલે કળમાં ભેદ હોય છે. છતાં શત્ર:, નિત્ય, પત્તાન્તરી છત્વત્તિ-આ ઠેકાણે પ્રયત્નથી શબ્દ ઉત્પન્ન થાય છે. એમાં કશો પણ દોષ નથી. શબ્દ જો વિદ્યમાન અને કોઈથી પણ ઢંકાયેલો હોય તો તેના (શબ્દના) ઉપરરહેલા આવરણનું જ્ઞાન થવું જોઈએ. જેમ જમીનમાં વિદ્યમાન પાણીનું આવરણ માટી હોય છે, તેમ શબ્દ ઉપર કોઈપણ જાતનું આવરણ નથી, માટે શબ્દ વિદ્યમાન ન માની તેની અભિવ્યક્તિ માનવી તે ખોટું છે. શબ્દ તો પ્રયત્નને લીધે નવો જ ઉત્પન્ન થાય છે. એમ માનવું જ જોઈએ. માટે કાર્યસમા જાતિનો અહીં અવકાશ નથી. તેથી શબ્દની ઉત્પત્તિમાં આપેલો પ્રયત્નોત્તરીયકત્વ હેતુ સત્ય જ છે. આના સંબંધમાં આગળ પણ ઘણું કહેલ છે. આ પ્રમાણે ૨૪ જાતિઓ બતાવવામાં આવી છે. આમાં કેવળ ઉભાવન કરવામાં જ વિલક્ષણતા છે. તેથી ઘણે ઠેકાણે ઉપલકદૃષ્ટિથી પુનરુક્તિ જેવું જણાશે. અથવા એક જાતિમાં બીજી જાતિ સમાઈ જતી જણાશે. પણ દોષદેવાના પ્રકારની સુક્ષ્મતા ઉપર ધ્યાન દેવામાં આવશે તો ભેદ સ્પષ્ટ જણાઈ આવશે. કેટલાક નૈયાયિકો આ સિવાય બીજી જાતિઓ પણ માને છે. કારણકે દોષ દેવાના પ્રકારની ઇયત્તા બાંધી શકાતી નથી. માટે આ જાતિના ગણને આકૃતિગણ તરીકે માન્યો છે. તારા પક્ષમાં પણ કંઈકને કંઈક દોષ હોવો જ જોઈએ. કારણ કે સંસારમાં સર્વથા નિર્દોષ વસ્તુ કોઈ નથી. આમ કહી વાદીના હેતમાં શંકા લાવવી એને શાઠીસમાં જાતિ કહેવામાં આવે છે. એ પ્રમાણે બીજી જાતિઓનું પણ ઉભાવન કરી શકાય છે.