________________
૨૨૬
षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - ३१, नैयायिक दर्शन
પ્રતિવેથાનુપપત્તઃ પ્રતિષેવ્યાતિવઃ |પ-૧-૨૦. અર્થાત્ - પ્રતિષેધની ઉપપત્તિ ન થવાથી પ્રતિષેધ કરવા યોગ્યનો પ્રતિષેધ પણ થઈ શકશે નહીં. કહેવાનો આશય એ છે કે, જો તમે હેતુફભાવનું ખંડન કરશો તો તમે જેનો પ્રતિષેધ કરો છો તેનું પ્રતિષદ્ધવ્ય શું છે ? પ્રતિષેધ પણ સાધન હોવાથી, એનાથી પણ સાધ્યની સિદ્ધિ નહીં જ થઈ શકે. માટે હેતુથી સાધ્યની સિદ્ધિ માનવી જ જોઈએ. * અર્થપત્તિસમાં જાતિનો ઉત્તર : અનુચર્ચાપત્ત: પક્ષદાને પત્તરનુત્વાર્નવાન્તિત્વીસાપ પ-૧-૨૨ા અર્થાત્ - અનુક્તમાત્રની સિદ્ધિ જો અર્થાપત્તિના આભાસથી થતી હોય, તો પક્ષહાનિની પણ સિદ્ધિ થઈ શકે. કારણકે તે અનુક્ત છે. વળી અસમર્થ અર્થાપત્તિથી અનેકાન્તિકદોષ પણ આવે છે. ભાવાર્થ એ છે કે જો અર્થપત્તિથી અનુક્તમાત્રની સિદ્ધિ થતી હોય તો પ્રતિપક્ષની હાનિ પણ સિદ્ધ થવી જોઈએ, કારણકે ખંડન કરનારે પોતાના પક્ષની હાનિ પણ કહી નથી. વળી અસમર્થ અર્થપત્તિથી નિત્યનું સાધર્મ બતાવી વાદિ જેમ શબ્દમાં નિત્યત્વ માને છે, તેમ તે જ અસમર્થ અર્થાપત્તિથી અનિત્યની સાથે સાધર્મ બતાવી શબ્દમાં અનિત્યત્વને પણ પ્રતિવાદિ માની શકે છે. એક જ પદાર્થમાં નિત્યત્વ અને અનિત્યત્વ આવા વિરુદ્ધધર્મ કેવી રીતે માની શકાય ? શું ઘટ કાળો છે ? એમ કહ્યું એટલે બીજીબધી વસ્તુઓ કાળી નથી, એમ અર્થોપત્તિથી સિદ્ધ થઈ શકે ? “વિશેષનું વિધાન કરવાથી બાકી રહેલાઓનો નિષેધ થાય છે' એ કેમ બની શકે ? માટે અસમર્થ અર્થાપત્તિથી ખંડન કરવું તે અસત્ય ઉત્તર છે. * અવિશેષસમાં જાતિનો ઉત્તરઃ ચિત્ ઘનુષઃ પિત્ત પ્રતિભાવઃ //પ-૧-૨૪ અર્થાત્ કોઈઠેકાણે ધર્મની ઉપપત્તિ ન હોવાથી અને કોઈઠેકાણે ઉપપત્તિ થઈ શકતી હોવાથી પ્રતિષેધ થઈ શકતો નથી. કહેવાનો આશય એ છે કે, કોઈ એક સાધ્યરૂપધર્મની વ્યાપ્તિ કોઈ અમુક ધર્મમાં જ હોવાથી, સર્વધર્મ સાધ્યને સિદ્ધ કરી શકતા નથી. માટે ગમે તે ધર્મને લીધે પદાર્થોને અવિશેષ માની શકાય નહીં. સત્ત્વ, પ્રમેયત્વ, અભિધેયત્વ રૂપ ધર્મ સમાન હોવા છતાં તેનાથી બધા પદાર્થો નિત્ય કે અનિત્ય થઈ શકે નહિ. કારણકે, અનિત્યસ્વરૂપ સાધ્યની વ્યાપ્તિ સત્વ, પ્રમેયત્વ આદિમાં નથી. માટે “અવિશેષસમા' જાતિ બની શકતી નથી. * ઉપપત્તિસમા જાતિનો ઉત્તર : ૩૫ત્તિwારપામ્યનુHIનાવતિઘઃ પ-૧-૨વા અર્થાત્ ઉપપત્તિનું કારણ સ્વીકારવાથી પ્રતિષેધ થઈ શકતો નથી. ભાવાર્થ એ છે કે મારા પક્ષમાં જ્યારે તું પ્રમાણ માને છે, તો પછી ખંડન શાનું થયું ? પ્રમાણ માનવાથી તો મારા પક્ષની સિદ્ધિ થાય છે. જો શબ્દમાં અનિત્યત્વ તું પ્રમાણથી સ્વીકારે છે, તો પછી અનિત્યત્વનું ખંડન થઈ શકે જ નહિ. નિત્યત્વ અને અનિયત્વ બંને વિરુદ્ધ છે. વિરુદ્ધ બે સ્વરૂપવાળો કોઈપણ પદાર્થ હોય જ નહીં. એટલે તારો પક્ષ આપોઆપ ખોટો ઠરે છે. વળી નિત્યત્વની વ્યાપ્તિ અસ્પર્શત્વમાં ન હોવાથી અસ્પર્શત્વ નિત્યત્વનું સાધક પણ થઈ શકતું નથી. આ પ્રમાણે “ઉપપત્તિસમા” જાતિ અસત્ય ઉત્તર તરીકે ઠરે છે. * ઉપલબ્ધિસમાં જાતિનો ઉત્તર :