________________
२३४
षड्दर्शन समुच्चय भाग - १, श्लोक ३१, नैयायिक दर्शन
-
“સાધ્યાતિવેશથ દૃષ્ટાન્તોષવત્તેઃ ।।-9-૬।। અને (સાધ્યાતિઙેશાત્) અમુકપદાર્થમાં સાધ્ય બતાવવાથી દૃષ્ટાંતની સિદ્ધિ થઈ શકતી હોવાથી.
કહેવાનો આશય એ છે કે જે અર્થમાં સાધ્ય પ્રસિદ્ધતાથી બતાવી શકાતું હોય તે જ દૃષ્ટાંત થઈ શકે છે. દૃષ્ટાંતમાં જેટલા ધર્મ હોય તે બધા પક્ષમાં આવવા જ જોઈએ એવો નિયમ બાંધી શકાય નહીં. થોડા પણ વૈધર્મ વગર દૃષ્ટાંત જ બની શકે નહીં. યથા ગૌસ્તથા વય: આ ઠેકાણે ો અને વિય માં સાધર્મી હોવા છતાં વૈધર્મી તો રહે જ છે. પણ પ્રસિદ્ધસાધર્મને લીધે જ જેમ વય નું ઉપમાન નો બની શકે છે. તેમ પક્ષનું પ્રસિદ્ધસાધર્મ હોય તે સપક્ષ થઈ જ શકે છે. માટે વર્ણસમા અને સાધ્યસમા જાતિઓ પણ અસત્ ઉત્તર છે.
* પ્રાપ્તિસમા અને અપ્રાપ્તિસમા જાતિનો ઉત્તર ઃ
ઘટાવિનિતિવર્ણનાત્ પીઇને ચામિવારાવપ્રતિવેષઃ ૫-૧-૮॥ અર્થાત્ - ઘટ આદિની ઉત્પત્તિ હેતુથી થતી હોવાથી અને અભિચારથી (શત્રુનો વધ, વશીકરણ અથવા માંત્રિકપ્રયોગથી) શત્રુનું પીડન થતું હોવાથી હેતુનું ખંડન થઈ શકતું નથી.
કહેવાનો આશય એ છે કે ઘટઆદિ કાર્ય ઉત્પન્ન ક૨વામાં હેતુનો ઘટના ઉપાદાનકારણસાથે અવશ્ય સંબંધ હોય છે. એ સર્વ કોઈ જાણે છે, માટે હેતુ સાધ્યના અધિકરણમાં રહીને પણ સાધ્યને સિદ્ધ કરી શકે છે. અભિચારીકર્મમાં શત્રુ જે દેશમાં હોય તે દેશમાં હેતુ ન હોય તો પણ શત્રુને પીડા ઉત્પન્ન કરી શકે છે, માટે હેતુ સાધ્યના અધિકરણમાં ન હોય તો પણ સાધ્યને સિદ્ધ કરીશકે છે. માટે ‘પ્રાપ્તિસમા' અને “અપ્રાપ્તિસમા” ખોટા ઉત્તર છે.
* પ્રસંગસમા જાતનો ઉત્તર ઃ
પ્રવીપાવાનપ્રસઙ્ગનિવૃત્તિવત્ ઢિનિવૃત્તિ: ||૫-૧-૧૦ના અર્થાત્ - અન્યપ્રદીપ (દીપક) લેવાનો પ્રસંગ જેમ નથી હોતો, તેમ પ્રતિદૃષ્ટાંતની પણ નિવૃત્તિ થાય છે.
કહેવાનો આશય એ છે કે દૃષ્ટાંત સિદ્ધ જ હોવાથી તેને સિદ્ધ ક૨વામાટે હેતુની જરૂ૨ હોતી નથી. માટે બીજુંદૃષ્ટાન્ત લેવાની જરૂર હોતી નથી. જેમ અંધારામાં પડેલી વસ્તુને જોવા માટે દીવાની જરૂર પડે છે. પણ દીવાને જોવા માટે બીજા દીવાની જરૂર પડતી નથી. તેમ સાધ્યને સિદ્ધ કરવા આપેલા દૃષ્ટાંતને સિદ્ધ કરવા બીજા દૃષ્ટાંતની જરૂર જ નથી. આ પ્રમાણે પ્રસંગસમા જાતિની નિવૃત્તિ થઈ જાય છે. * પ્રતિદષ્ટાંતસમા જાતિનો ઉત્તર ઃ
પ્રતિવૃષ્ટાન્તદેતુત્વ ૫ માહેતુર્દષ્ટાંત: ||૫-૧-૧૧|| અને બીજા દૃષ્ટાંતને સાધકતરીકે માનવામાં આવે તો પણ પ્રથમનું દૃષ્ટાંન્ત અસાધક નથી.
કહેવાનો આશય એ છે કે એક દૃષ્ટાંતથી સાધ્યની સિદ્ધિ થતી હોય તો બીજું દૃષ્ટાંત શા માટે લેવું ? એમાં કશો હેતુ હોતો નથી. પ્રતિદૃષ્ટાંત સાધક થવાથી પણ મૂળ દૃષ્ટાન્તને જ્યાં સુધી હેતુથી ખંડિત કરવામાં ન આવે ત્યાં સુધી તે પણ સાધક જ છે. માટે વગર કા૨ણે મૂળ દૃષ્ટાંતને છોડીને બીજું દૃષ્ટાન્ત લેવાની જરૂર જ નથી. આ કારણથી પ્રતિદૃષ્ટાંતસમા જાતિ અસત્ય ઠરે છે.
* અનુત્પત્તિસમા જાતિનો ઉત્તર ઃ
તામાવાવુત્પન્નસ્ય વ્હારળોષપત્તેર્ન ારપ્રતિષેધઃ ।।૫-૧-૧૩।। અર્થાત્ - ઉત્પન્ન થયેલો પદાર્થ ઘટાદિરૂપે હોવાથી કારણની સિદ્ધિ થતી હોવાથી કારણનો પ્રતિષેધ થઈ શકતો નથી.
કહેવાનો ભાવાર્થ એ છે કે શબ્દ ઉત્પન્ન થયા પછી જ શબ્દ કહેવાય છે. પક્ષ પણ ત્યારે જ કહેવાય છે. તે જ