________________
२३२
षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - ३१, नैयायिक दर्शन
હવે જો તમે એમ કહેશો કે “ઘટની સાથે સર્વપદાર્થોનું કોઈને-કોઈ પણ સાધર્મ હોવા છતાં સર્વપદાર્થો અનિત્ય નથી.” તો શબ્દ પણ અનિત્ય ન થાઓ.
શંકા : અવિશેષસમાજાતિ પણ આ પ્રકારે જ છે, તો બંનેનું પૃથફઉપાદાન શા માટે કરેલ છે?
સમાધાન : બંને સમાન નથી. અવિશેષસમા જાતિમાં સામાન્યધર્મને આગળ કરીને શબ્દનું અનિત્યત્વ સિદ્ધ કરેલ છે. જ્યારે આ અનિત્યસમા જાતિમાં અનિત્યત્વમાત્રને આગળ કરીને શબ્દને અનિત્ય સિદ્ધ કરવાનો પ્રયત્ન કરેલ છે. આથી ઉભાવનની વિશેષતાના કારણે બંનેનું પૃથઉપાદાન કરેલ છે.
(૨૪) (અ) કાર્યસમા જાતિ પ્રયત્નના કાર્યોનો અનેકરીતે ઉપન્યાસ કરવાદ્વારા જે ખંડન કરવું તે કાર્યસમાજાતિ કહેવાય છે.
જેમકે વાદિદ્વારા નિત્ય: શત્ર: પ્રયતાન્તરીયસ્વાન્ આ પ્રમાણે કહેવાતે છતે જાતિવાદિ (પ્રતિવાદિ) કહે છે કે પ્રયત્ન બે પ્રકારનો હોય છે(૧) કંઈક અસત્ જ પ્રયત્ન વડે ઉત્પન્ન કરાય છે. જેમકે ઘટ. (અર્થાતું માટીમાં ઘટ અસ (અવિદ્યમાન છે) અને કુંભારના પ્રયત્નદ્વારા ઉત્પન્ન કરાય છે.) (૨) કંઈક સત્ જ હોવા છતાં આવરણ હોય છે, તે આવરણને પ્રયત્ન દ્વારા દૂર કરવા વડે પ્રગટ કરાય છે. જેમકે માટીમાં દટાયેલ મૂળ અને કાલિકાદિ (અર્થાત્ માટીમાં મૂળ અને કીલિકાદિ સત્ (વિદ્યમાન) છે અને પુરૂષના પ્રયત્નદ્વારા આવરણ દૂર કરીને પ્રગટ કરાય છે.) અથવા ગર્ભમાં રહેલો પુત્ર. આ રીતે પ્રયત્નના કાર્ય અનેક હોવાથી, આ શબ્દ પ્રયત્નદ્વારા પ્રગટ કરાય છે કે ઉત્પન્ન કરાય છે ? આ પ્રકારનો સંશય થાય છે.
શંકા : સંશયસમાં જાતિમાં પણ સંશય કરાય છે અને તે દ્વારા ખંડન થાય છે. તો બંનેમાં ભિન્નતા શું રહી ? અને તેથી બંનેને પૃથફ શા માટે કહી ?
સમાધાન: સંશયને ઉત્પન્ન કરવાના પ્રકારની ભિન્નતાના કારણે સંશયસમાં જાતિથી કાર્યસમા જાતિ ભિન્ન છે. તે આ રીતે સંશય સમાજાતિમાં, ઉદાહરણનું સાધર્મ અને વૈધર્મ બતાવી સંશય પેદા કરવામાં આવે છે. જ્યારે કાર્યસમા જાતિમાં પ્રયત્નના કાર્યો (ફળો) અનેક હોવાના કારણે સંશય થાય છે. આથી સંશયનું ઉલ્કાવન કરવાના પ્રકારની ભિન્નતાના કારણે તે બંને જાતિ ભિન્ન છે. આ રીતે ચોવીસ જાતિનું વર્ણન પુરું થાય છે. તેથી આ પ્રકારે ઉદ્દભાવનના પ્રકારો અને
(अ) प्रयत्नकार्यनानात्वोपन्यासेन प्रत्यवस्थानं कार्यसमा जातिर्भवति ।। न्याय क० पृ० २१ ।।