________________
षड्दर्शन समुच्चय भाग - १, श्लोक - ३२, नैयायिक दर्शन
(૧૨) અધિક નિગ્રહસ્થાન : એક જ ઉદાહરણ કે એક જ હેતુન્દ્વારા પ્રતિપાદિત અર્થમાં બીજા હેતુ કે બીજા ઉદાહરણનો ઉપન્યાસ કરતાને અધિક નામનું નિગ્રહસ્થાન થાય છે. કારણકે બીજોહેતુ અનેબીજું ઉદાહરણ આપવાનું કોઈ પ્રયોજન નથી.
२४८
(ન્યાયસૂત્ર : હેતુવાદરધિ ધિમ્ II૫-૨-૧૩॥ અર્થ સ્પષ્ટ છે.
આ પ્રસંગ જલ્પકથામાં બને છે અને આ બીજો હેતુ અને બીજું ઉદાહરણ આપવું તે પણ ગભરાવાનું ચિહ્ન છે.)
(૧૩) પુનરુક્ત નિગ્રહસ્થાન : શબ્દ અને અર્થનું પુન: કથન કરવું, તેને પુનરુક્ત નામનું નિગ્રહસ્થાન કહેવાય છે. આ અનુવાદસિવાય જાણવું. અર્થાત્ અનુવાદમાં પુનરુક્તદોષ લાગતો નથી.
જ્યાં તેનો તે જ શબ્દ ફરીથી ઉચ્ચારાય છે, તે શબ્દપુનરુક્ત નિગ્રહસ્થાન છે. જેમકે अनित्यः शब्दोऽनित्यः शब्दः ।
જ્યાં અર્થ એનો એ જ હોય, પણ તે અર્થ પ્રથમ અન્ય શબ્દવડે ઉચ્ચારાય અને વળી તે જ અર્થ બીજા પર્યાયવડે કહેવાય, તે અર્થપુનરુક્ત નિગ્રહસ્થાન કહેવાય છે. જેમકે “અનિત્યઃ શબ્દો વિનાશી ધ્વનિઃ.”
પણ અનુવાદમાં પુનરુક્તિદોષ લાગતો નથી. જેમકે નિગમન. નિગમનમાં હેતુના ઉપદેશથી પ્રતિજ્ઞાનું પુન: કથન થતું હોય છે, તે પુનરુક્તદોષરૂપ નથી. કારણકે બીજાના જ્ઞાન માટે પ્રયોજાયેલ હોય છે.
(અહીં એ જાણવું કે જે પ્રથમ પ્રતિજ્ઞા કરી હતી તે માત્ર સાધ્યનો નિર્દેશ હતો અને ફરીથી જે તે જ પ્રતિજ્ઞા કરવામાં આવે છે, તેમાં હેતુનો સંબંધ બતાવેલો હોય છે. માટે તે નિરર્થક નથી, પણ સાર્થક છે. આ કારણથી અનુવાદમાં પુનરુક્તિદોષરૂપે નથી. વળી ૩અનુવારે ત્વપુનરુત શબ્દાભ્યાસા વિશેષોવપત્તેઃ ।।૧-૨-૧ || અર્થાત્ અનુવાદમાં જે પુનઃ કથન હોય છે, તેમાં શબ્દના અભ્યાસથી વિશેષ અર્થ જણાતો હોવાથી પુનરુક્ત નિગ્રહસ્થાન ગણાતું નથી.)
(૧૪) અનનુભાષણ નિગ્રહસ્થાન : સભાવડે જાણેલા અને વાદિવડે ત્રણવખત કહેલા પણ અર્થની સામે પ્રતિઉત્તર ન આપવો, તે અનનુભાષણ નામનું પ્રતિવાદિનું નિગ્રહસ્થાન થાય છે. કહેવાનો આશય એ છે કે વાદિએ પોતાના પક્ષની સ્થાપના કરીહોય અને પ્રતિજ્ઞાને સિદ્ધ કરવા હેતુ આપ્યો હોય, તેનું કથન ત્રણવાર કર્યું હોય અને સભાએ જાણ્યું હોય, છતાં