________________
षड्दर्शन समुचय भाग - १, श्लोक - ३२, नैयायिक दर्शन
२४७
(ન્યાયસૂત્ર પર્વાપર્યાયો વિવિદ્ધાર્થ પાર્થમ્ પ-ર-૧૦ અર્થ સ્પષ્ટ છે.) (૧૦) અપ્રાપ્તકાલ નિગ્રહસ્થાન : પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય અને નિગમન આ અવયવોના ક્રમનું ઉલ્લંઘન કરીને અવયવના વિપર્યાસથી પ્રયોજાયેલ અનુમાનવાક્ય હોય તો, તે અપ્રાપ્તકાલ નામનું નિગ્રહસ્થાન થાય છે.
અહીં એ જાણવું કે પોતાને જે જ્ઞાન થયું છે, તે બીજાને થાય માટે પંચાવયવયુક્ત પરાર્થનુમાનનો પ્રયોગ થાય છે. પણ તે ક્રમસર પ્રયોજાય તો જ બીજાના બોધનું કારણ બને છે અને ક્રમનું ઉલ્લંઘન થાય તો અવયવના વિપર્યાસથી અપ્રાપ્તકાલ નામનું નિગ્રહસ્થાન આવી પડે છે. (ન્યાયસૂત્રઃ વયવિપર્યાવનિમબાસાહ પાપ-ર-૧૧ / અર્થ સ્પષ્ટ છે.
આ ઉપરોક્ત ક્રમથી ભિન્ન બીજોક્રમ પણ ન્યાયસૂત્રમાં જણાવેલ છે. તેમાં ક્રમ આ પ્રમાણે છે. * વાદિએ પોતાની પ્રતિજ્ઞાને સિદ્ધ કરવા હેતુ આપવો જોઈએ અને હેત્વાભાસને દૂર કરવો
જોઈએ. આ પ્રથમપાદ. * પ્રતિવાદિએ વાદિના હેતુનું ખંડન કરવું જોઈએ. આ બીજો પાદ * પ્રતિવાદિએ પોતાનો પક્ષ સિદ્ધ કરવા હેતુ આપવો જોઈએ અને હેત્વાભાસનો ઉદ્ધાર
કરવો જોઈએ. આ ત્રીજો પાદ. * ત્યારબાદ જય અને પરાજયની વ્યવસ્થા કરવી એ ચોથોપાદ. આ ક્રમ પ્રમાણે વિજય ઇચ્છનારાઓએ કથા ચલાવવી જોઈએ. આ ક્રમનો ભંગ કરે તો પણ “અપ્રાપ્તકાલ'
નામનું નિગ્રહસ્થાન આવી પડે છે.) (૧૧) ન્યૂન નિગ્રહસ્થાન : (સ્વને થયેલ જ્ઞાન બીજાને થાય તે માટે પરાર્થનુમાનના અંગરૂપ)
પાંચઅવયવથી યુક્ત વાક્યપ્રયોગ કરવો જોઈએ. છતાં આ પાંચમાંથી (એક) અવયવથી હિન વાક્યનો પ્રયોગ કરતાને ન્યૂન નામનું નિગ્રહસ્થાન થાય છે. અર્થાત્ વાક્યના પ્રયોગ
અવસરે પાંચ અવયવોમાંના કોઈપણ એક અવયવથી હીન પ્રયોગ હોય તો ન્યૂન નામનું નિગ્રહસ્થાન છે. પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય અને નિગમન આ પાંચ અવયવો, બીજાને જ્ઞાન ઉત્પન્ન કરાવામાં ઉપયોગી છે. તેમાંથી એક અવયવથી હીન વાક્યપ્રયોગ નિગ્રહસ્થાન બને છે. (ન્યાયસૂત્ર દીનમ તમેનાવિયન ન્યૂન પ-૨-૧રો અર્થ સ્પષ્ટ છે.) આ નિગ્રહસ્થાન વિજય ઇચ્છારાઓની કથામાં હોય છે. આ ભૂલ પણ વિજયકથામાં ગભરાવવાને લીધે થાય છે.