________________
षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - ३२, नैयायिक दर्शन
२४५
अविदितोत्तरविषयो हि किमुत्तरं ब्रूयात्, न चाननुभाषणमेवेदं ज्ञातेऽपि वस्तुन्यनुभाषणासामर्थ्यदर्शनात् १५ । परपक्षे गृहीतेऽप्यनुभाषितेऽपि तस्मिन्नुत्तराप्रतिपत्तिरप्रतिभानाम निग्रहस्थानं भवति १६ । कार्यव्यासङ्गात्कथाविच्छेदो विक्षेपो नाम निग्रहस्थानं भवति, सिसाधयिषितस्यार्थस्याशक्यसाधनतामवसाय कथां विच्छिनत्ति, इदं मे करणीयं परिहीयते पीनसेन कण्ठ उपरुद्ध इत्याद्यभिधाय कथां विच्छिन्दन् विक्षेपेण पराजीयते १७ ।
ટીકાનો ભાવાનુવાદઃ (૫) હેત્વત્તર નિગ્રહસ્થાન હેતુ સામાન્યરૂપે આપ્યો હોય અને પછી તે હેતુનું ખંડન થતે છતે, તે હેતુમાં વિશેષણ આપવા ઇચ્છતો હોય તો, તેને હેત્વન્તર નામનું નિગ્રહસ્થાન થાય છે.
કહેવાનો આશય એ છે કે વાદિ કોઈપણ અર્થને સિદ્ધ કરવા પ્રતિજ્ઞા કરે છે અને તે પ્રતિજ્ઞાત અર્થને સિદ્ધ કરવા માટે હેતુ આપે છે. પણ જ્યારે પ્રતિવાદિ હેતુનું ખંડન કરે છે, ત્યારે વાદિ તેમાં કંઈક વિશેષણ ઉમેરે છે. તે વાદિનું ‘હત્વન્તર' નામનું નિગ્રહસ્થાન થયું. કારણકે તે મૂળ હેતુની અપૂર્ણતા એકરીતે માની લે છે. જેમકે, વાદિ દ્વારા શબ્દ અનિત્ય છે, કારણકે બાહ્ય ઇન્દ્રિયથી ગ્રાહ્ય છે. આ કહેવાતે છતે આની સામે પ્રતિવાદિ કહે છે કે સામાન્ય પણ બાહ્ય ઇન્દ્રિયથી ગ્રાહ્ય છે, છતાં પણ તે તો નિત્ય છે.
આ ઉપરથી વાદિ પોતાના (શબ્દમાં અનિત્યત્વને સાધતા) મૂળહેતુમાં એકવિશેષણ ઉમેરે છે કે “જે સામાન્યવાનું હોય અને બ્રાહ્ય ઇન્દ્રિયથી ગ્રાહ્ય પણ હોય તે અનિત્ય છે” અર્થાતુ “નતિમત્તે સતી બ્રુિત્વી” આ નવો હેતુ આપે છે. આ પ્રમાણે પ્રતિજ્ઞાને સિદ્ધ કરવા સામાન્યવત્ (નાતિમત્વ) રૂપ વિશેષણ હેતુમાં પાછળથી ઉમેરે છે. તેથી હેવન્તર વડે વાદિ નિગૃહીત થાય છે અને તે હેત્વન્તર નામનું નિગ્રહસ્થાન છે.
(ન્યાયસૂત્ર: વિશેષો દેતી પ્રતિષિદ્ધ વિશેષમચ્છતો હેલ્વન્તરમ્ ૧-૨-કો અર્થ ઉપર પ્રમાણે જાણવો.)
(ક) અર્થાન્તર નિગ્રહસ્થાનઃ પ્રકૃત અર્થની ઉપેક્ષા કરીને અનૌપયિક (અસંબદ્ધ) અર્થાન્તરનું કથન કરતાને અર્થાન્તર નામનું નિગ્રહસ્થાન થાય છે.
જેમકે, વાદિએ નિત્યઃ શબ્દ: વકૃતત્વ / એ પ્રમાણે શબ્દને અનિત્ય સિદ્ધ કરવા કૃતકત્વ હેતુ આપ્યો છે, પણ પ્રતિવાદિ પ્રસ્તુતઅર્થની ઉપેક્ષા કરીને “હિ ધાતુને ‘તુ પ્રત્યય લાગીને કૃદન્તપદ બનેલ છે અને પદ નામ, આખ્યાત, ઉપસર્ગ અને નિપાતના ભેદથી ચાર પ્રકારનો