________________
षड्दर्शन समुचय भाग - १, श्लोक - ३१, नैयायिक दर्शन
२३१
इति । संशयापादनप्रकारभेदाच संशयसमातः कार्यसमा जातिभिद्यते २४ । तदेवमुद्भावनविषयविकल्पभेदेन जातीनामानन्त्येऽप्यसंकीर्णोदाहरणविवक्षया चतुर्विंशतिर्जातिभेदा एते प्रदर्शिताः । प्रतिसमाधानं तु सर्वजातीनां पक्षधर्मत्वाद्यनुमानलक्षणपरीक्षालक्षणमेव । न ह्यविप्लुतक्षणे हेतावेवं प्रायाः पाशुपाताः प्रभवन्ति । कृतकत्वप्रयत्नानन्तरीयकत्वयोश्च दृढकृतप्रतिबन्धात् नावरणादिकृतं शब्दानुपलम्भनमपि त्वनित्यत्वकृतमेव । जातिप्रयोगे च परेण कृते सम्यगुत्तरमेव वक्तव्यम्, न तु प्रतीपं जात्युत्तरैरेव प्रत्यवस्थेयमासमंजस्य प्रसङ्गादिति ।।३१।। ટીકાનો ભાવાનુવાદ:
(૨૨) (અ)નિત્યસમા જાતિ : સાધ્યધર્મના નિયત્વ અને અનિત્યત્વના વિકલ્પવડે શબ્દનું નિત્યત્વ સિદ્ધ કરવું તે નિત્યસમા જાતિ કહેવાય છે. જેમકે, શબ્દ અનિત્ય છે એમ વાદિએ પ્રતિજ્ઞા કરતાં, પ્રતિવાદિ વિકલ્પ કરે કે “જે આ શબ્દની અનિત્યતા કહેવાય છે. તે શું નિત્ય છે કે અનિત્ય છે ?”
જો શબ્દની અનિત્યતાને અનિત્ય માનશો તો તે અવશ્ય નાશ પામનાર હોવાથી અનિત્યતાના અપાય(નાશ)થી શબ્દ નિત્ય જ રહેશે. (અર્થાત્ શબ્દની અનિયતા નાશ પામતાં શબ્દની નિત્યતા આવશે, એટલે શબ્દ નિત્ય છે એમ સિદ્ધ થશે.)
હવે જો શબ્દની અનિત્યતા નિત્ય છે, એમ માનશો તો પણ અનિત્યતા એકધર્મ છે અને ધર્મ નિત્ય છે. તથા ધર્મ નિરાશ્રય હોતો નથી. તેથી ક્યાંક રહેવો જોઈએ. અને તે ધર્મનું આશ્રય શબ્દ છે. તેથી નિત્યધર્મનો આશ્રય શબ્દ પણ નિત્ય જ થશે અને જો શબ્દને અનિત્ય માનશો તો શબ્દના ધર્મની નિત્યતાનો અયોગ થશે. અર્થાત્ શબ્દનો ધર્મ અનિત્ય થવાની આપત્તિ આવશે. પણ તે યોગ્ય નથી, કારણકે ધર્મ નિત્ય હોય છે.
આ પ્રમાણે બંને રીતે પણ શબ્દ નિત્ય છે. (૨૩) (બ) અનિત્યસમા જાતિઃ સર્વપદાર્થોમાં અનિત્યત્વ સિદ્ધ કરવા દ્વારા જે ખંડન કરવું, તે અનિત્યસમા જાતિ કહેવાય છે.
જેમકે અનિત્યત્વેન શબ્દનું ઘટની સાથે સાધર્મ છે. આથી શબ્દ અનિત્ય છે, એમ જો સ્વીકારાય તો ઘટની સાથે સર્વપદાર્થોનું કોઈને કોઈ પણ સાધર્મ છે જ. તેથી સર્વપદાર્થો અનિત્ય થશે.
(अ) साध्यधविकल्पेन शब्दनित्यत्वापादनं नित्यसमा जातिर्भवति ।। न्यायक० पृ. २० ।। (ब) सर्वभावानित्यत्वोपपादनेन प्रत्यवस्थानमनित्यसमाजातिर्भवति ।। न्यायक० - पृ-२१ ।।