________________
षड्दर्शन समुचय भाग- १, श्लोक - ३१, नैयायिक दर्शन
२२९
(૧૯)(અ) ઉપપત્તિસમા જાતિઃ ઉપપત્તિથી ખંડન કરવું તે ઉપપત્તિસમા જાતિ કહેવાય છે. જેમકે કૃતકત્વની ઉપપત્તિથી શબ્દનું અનિત્યત્વ છે, તો અમૂર્તત્વની ઉપપત્તિથી શબ્દનું નિત્યત્વ શાથી થતું નથી ? અર્થાત્ થાય છે. એ પ્રમાણે બે પક્ષની ઉપપત્તિથી અંતે કોઈ નિશ્ચય થતો નથી. આ રીતે ઉભાવનના પ્રકારની ભિન્નતાના યોગે ઉપપત્તિસમા જાતિ બને છે. (૨૦) (બ) ઉપલબ્ધિસમા જાતિઃ ઉપલબ્ધિવડે ખંડન કરવું તે ઉપલબ્ધિ સમા જાતિ કહેવાય છે.
જેમકે, વાદિ વડે નિત્ય: શબ્દ પ્રયતાનન્તરીયેષ્ઠત્વતિ, આ પ્રમાણે કહેવાતે છતે પ્રતિવાદિ ખંડન કરે છે કે “પ્રયતાનન્તરીયત્વ' એ અનિત્યત્વને (સિદ્ધ કરવામાં) સાધન નથી, કારણકે સાધન તે જ કહેવાય કે જેનાવિના સાધ્ય પ્રાપ્ત ન થાય. જ્યારે અહીં તો “પ્રયતાનન્તરીયત્વ,' વિના પણ વિદ્યુતાદિમાં અનિત્યત્વ જણાય છે. અને ક્યાંક વાયુના વેગથી કે વનસ્પતિના ટુકડા કરતાં ઉત્પન્ન થયેલા શબ્દમાં પણ પ્રયત્નાનત્તરીયકત્વવિના અનિત્યત્વ છે જ. આમ આ બંને સ્થળે સાધન પ્રયત્નાનન્તરીયકત્વ' ન હોવા છતાં સાધ્ય અનિત્યત્વ સિદ્ધ થાય છે.
(૨૧) (*) અનુપલબ્ધિસમા જાતિ : અનુપલબ્ધિ વડે જે ખંડન કરવું તે અનુપલબ્ધિસમાં જાતિ કહેવાય છે.
(અહીં પહેલાં એકવાત સમજી લેવાની કે નૈયાયિકો શબ્દને અનિત્ય માને છે. જ્યારે પ્રતિવાદિ મીમાંસક શબ્દને નિત્ય માને છે. મીમાંસક તૈયાયિકમતનું અનુપલબ્ધિવડે ખંડન કરે છે. તેથી અનુપલબ્ધિસમા જાતિ બને છે.)
જ્યારે વાદિ (નૈયાયિક) શબ્દને અનિત્ય સિદ્ધ કરવા પ્રયત્નાનન્તરીયકત્વ' હેતુનો ઉપન્યાસ કરે છે, ત્યારે પ્રતિવાદિ (મીમાંસકો કહે છે કે પ્રયત્નાનન્તરીયકત્વનું કાર્ય શબ્દ નથી. કારણકે શબ્દ ઉચ્ચારણની પૂર્વે હોય જ છે. પણ શબ્દઉપર આવરણ હોવાનાકારણે જાણતો નથી.
નૈયાયિક: શબ્દઉપર આવરણ છે, એમ તમે કહો છો, તે આવરણ કેમ દેખાતું નથી ? તેથી આવરણની અનુપલબ્ધિ હોવાનાકારણે ઉચ્ચારણની પૂર્વે શબ્દ પણ હોતો જ નથી.
મીમાંસક ? ના, એમ નથી, અહીં તમે નૈયાયિકો આવરણની જે અનુપલબ્ધિ છે એમ કહો છો. તે અનુપલબ્ધિ શું પોતાના આત્મામાં વર્તે છે કે પોતાના આત્મામાં નથી વર્તતી ?
જો એમ કહેશો કે પોતાના આત્મામાં વર્તે છે, તો જ્યાં આવરણમાં અનુપલબ્ધિ વર્તે છે, તે આવરણની જે પ્રમાણે અનુપલબ્ધિ છે, તે પ્રમાણે તે આવરણની અનુપલબ્ધિની પણ () ૩પત્ય પ્રત્યવસ્થાનમુપત્તિલ ગતિર્મવતિ || ચા૦િ પૃ. ૧૧ || (ब) उपलब्ध्या प्रत्यवस्थानमुपलब्धिसमा जातिर्भवति ।। न्यायक० पृ० २० ।। (क) अनुपलव्ध्या प्रत्यवस्थानमनुपलब्धिसमा जातिर्भवति ।। न्यायक० पृ. २० ।।