________________
२२८
षड्दर्शन समुआय भाग-१, श्लोक - ३१, नैयायिक दर्शन
પૂર્વે, પશ્ચાતું કે સાથે હોય છે ?” જો હેતુ સાધ્યની પૂર્વે હોય તો, સાધ્યની ગેરહાજરીમાં તે હેતુ કોનું સાધન થાય ? જો સાધ્યની પશ્ચાત્ હેતુ હોય તો, સાધ્ય પહેલા (સ્વય) સિદ્ધ થતે છતે તે સાધન વડે શું ? અને જો સાધ્ય-સાધન સાથે હોય તો જમણા અને ડાબા ગાયના શૃંગની જેમ એકબીજાનો સાધ્ય-સાધનભાવ જ નહીં થાય. અર્થાત્ જેમ ગાયના બંને શૃંગ એકસાથે પેદા થતા હોવાથી ગાયનું ડાબુ શૃંગ, જમણા શૃંગનું કારણ નથી કે જમણું શૃંગ ડાબા શૃંગનું કારણ નથી, તેમ સાધ્ય અને સાધન એક સાથે હોય તો એકમાં સાધ્યનો વ્યપદેશ અને એકમાં સાધનનો વ્યપદેશ થઈ શકતો નથી.
(૧૭) (અ) અર્થપત્તિસમાં જાતિ : અર્થપત્તિથી ખંડન કરવું તેને અર્થપત્તિસમા જાતિ કહેવાય છે.જેમકે જો અનિત્ય (ઘટ)ના સાધર્મેદ્વારા કૃતકત્વ હેતુથી શબ્દ અનિત્ય અર્થોપત્તિથી પ્રાપ્ત (સિદ્ધ) થાય, તો નિત્યના સાધર્મથી શબ્દ અર્થપત્તિથી નિત્ય થશે. અને શબ્દનું નિત્ય આકાશની સાથે સાધર્મે અમૂર્તત્વ છે. આથી નિત્ય આકાશના સાધર્મેદ્વારા અમૂર્તત્વ હેતુથી શબ્દ નિત્ય છે, એવું અર્થપત્તિથી પ્રાપ્ત થાય છે.
આ જાતિ સાધર્મસમા જાતિની સમાન હોવા છતાં ઉભાવનના પ્રકારના ભેદના કારણે જ આ અર્થપત્તિસમા જાતિ ભિન્ન કહેલ છે.
(સાધમ્મસમા જાતિમાં વાદિપ્રયુક્ત પ્રયોગમાં પ્રતિવાદિ સાધમ્મનાદ્વારથી પ્રતિહેતુ દ્વારા દોષનું ઉભાવન કરે છે.
જ્યારે અર્થપત્તિસમા જાતિમાં વાદિપ્રયુક્ત પ્રયોગમાં સાધર્મના દ્વારથી જે સિદ્ધ કર્યું હોય, તેનાથી વિરુદ્ધ પ્રતિવાદિ સાધર્મના દ્વારથી અર્થાપત્તિથી સિદ્ધ કરે છે. આમ બંનેમાં સાધર્મના દ્વારથી ખંડન હોવા છતાં જે દોષ ઉભાવનની ભિન્નતા છે તે સમજી શકાય છે.)
(૧૮) (બ) અવિશેષસમાં જાતિઃ સામાન્યધર્મ બતાવવા વડે જે ખંડન કરાય તે અવિશેષસમા જાતિ કહેવાય છે.
જેમકે જો શબ્દ અને ઘટનો એક ધર્મ કૃતકત્વ ઇચ્છાય છે, તો સમાનધર્મના યોગથી તે બંને સામાન્ય (એક) બની જશે અને એ રીતે સર્વપદાર્થો સામાન્ય બની જશે. (કારણકે સર્વ પદાર્થોમાં સમાનધર્મ પ્રમેયત્વ છે જ.) કહેવાનો આશય એ છે કે જો કૃતકત્વેન શબ્દ અને ઘટને સામાન્ય માનશો અને બંનેને અનિત્ય માનશો તો પ્રમેયત્વેન સર્વપદાર્થો સામાન્ય હોવાથી, સર્વ પદાર્થોને અનિત્ય માનવાની આપત્તિ આવશે.
(अ) अर्थापत्त्या प्रत्यवस्थानाम अर्थापत्तिसमा जातिर्भवति ।। न्यायक० पृ १९।। (૩) વિશાપને પ્રત્યવસ્થાનવિપક્ષનતિર્મવતિ || ન્યાયવ૨૦ 9 - 99 IT.