________________
ઉદ્દન સમુશ્ચ મા-૨, સ્ટોવ - ૨
इति पदेन लब्धाः पञ्च विकल्पाः । एवं च परत इत्यनेनापि पञ्च लभ्यन्ते । परत इति परेभ्यो व्यावृत्तेन रूपेणात्मा विद्यते । यतः प्रसिद्धमेतत् । सर्वपदार्थानां परपदार्थस्वरूपापेक्षया स्वरूपपरिच्छेदो यथा दीर्घत्वाद्यपेक्षया इस्वत्वादिपरिच्छेदः । एवमात्मनि स्तम्भादीन्समीक्ष्य तद्व्यतिरिक्तबुद्धिः प्रवर्तते । अतो यदात्मनः स्वरूपं तत्परत एवावधार्यते, न स्वत इति । एवं नित्यत्वापरित्यागेन दश विकल्पा लब्धाः । एवमनित्यपदेनापि, सर्वेऽपि मिलिता विंशतिः । एते च जीवपदार्थेन लब्धाः । एवमजीवादिष्वष्टसु पदार्थेषु प्रत्येकं विंशतिर्विंशतिर्विकल्पा लभ्यन्ते । ततो विंशतिर्नवगुणिता शतमशीत्युत्तरं क्रियावादिनां भवति ।
ટીકાનો ભાવાનુવાદ:
પાંચમો વિકલ્પ સ્વભાવાદિઓના છે. સ્વભાવવાદિઓ આ પ્રમાણે કહે છે – આ જગતમાં વસ્તુની સ્વત: જ પરિણતિ=સ્વભાવ છે. (અર્થાતુ) જગતના સર્વેભાવો સ્વભાવથી જ ઉત્પન્ન થાય છે. તે આ પ્રમાણે - માટીથી ઘટ થાય છે, પટાદિ નહિ. તંતુઓથી પણ પટ જ થાય છે, ઘટાદિ નહિ. આ બધી વસ્તુઓનું પ્રતિનિયતપણે ઉત્પન્ન થવું, તે સ્વભાવ વિના ઘટતું નથી. તેથી સર્વ આ જગતની વસ્તુઓ સ્વભાવકૃત જ જાણવી. તેથી લોકતત્ત્વનિર્ણયમાં) કહ્યું છે કે “કંટકોને તીક્ષ્ણ કોણ કરે છે ? પશુ-પક્ષીઓના વિચિત્રભાવોને કોણ કરે છે ? આ સર્વ સ્વભાવથી જ પ્રવૃત્ત છે. ઇચ્છિતવર્તન નથી. (તેથી તે વિચિત્રભાવોમાં) પ્રયત્ન શાથી હોય? (વળી) બોરડીનો કાંટો તીક્ષ્ણ, (તેમાં પણ) એક ઋજુ અને એક વક્ર છે. (વળી) બોરડીનું ફળ વર્તુલ છે. (તો કહો !) કોના વડે (બોરડીમાં આ વિચિત્રતાનું) નિર્માણ કરાયું.”
વળી અન્ય કાર્યસમુહોની ઉત્પત્તિમાં સ્વભાવની નિમિત્તતાની વિચારણાથી સર્યું. (પરંતુ) અહીં મગનું પાકવું” પણ સ્વભાવવિના થવા માટે યોગ્ય નથી. તે આ રીતે - સ્થાલી, ઇન્ધનાદિ સામગ્રીના સન્નિધાનમાં પણ કાંગરુ મગોનો પરિપાક થતો જોવાતો નથી. તેથી “જે જે વસ્તુમાં જે સ્વભાવ (ભાવ) હોય છે, તે તે પ્રમાણે તે તે વસ્તુ થાય છે.” આ અન્વયથી અને “જે વસ્તુમાં જે સ્વભાવ હોતો નથી, તે વસ્તુ તે પ્રમાણે થતી નથી.” આ વ્યતિરેકથી... (દા.ત. કાંગરુ સિવાયના મગમાં પાકવાનો સ્વભાવ છે, તો તે પાકે છે અને કાંગરુ મગમાં પાકવાનો સ્વભાવ નથી, તો તે પાકતા નથી. આ અન્વય-વ્યતિરેકથી) સર્વ વસ્તુઓ સ્વભાવકૃત જ માનવી જોઈએ. તેથી સકલ આ વસ્તુસમુહનું કારણ સ્વભાવ જ માનવો જોઈએ. તેથી ‘સ્વતઃ'પદવડે પાંચ વિકલ્પો પ્રાપ્ત થયા. આ પ્રમાણે જ “પરતઃ” પદથી પાંચ વિકલ્પોની પ્રાપ્તિ થાય છે.
“પરતઃ” એટલે બીજા પદાર્થોથી વ્યાવૃત્તસ્વરૂપથી આત્મા વિદ્યમાન છે તેવું કહેવું. (અર્થાત્