________________
५८
षड्दर्शन समुश्चय भाग - १, श्लोक -७, बोद्धदर्शन
કાળ રહીને જ નાશ પામશે અને તેથી પદાર્થનો કેટલોક કાળ રહેવાનો સ્વભાવ હોવાના કારણે સેંકડો મુગરાદિના ઘા પડવા છતાં નાશ પામશે નહિ. અને કલ્પાંતકાલ સુધી ઘટાદિને રહેવાની આપત્તિ આવશે. તેથી નાશ્ય-નાશક, મૃત્યુ, આદિ જે જગતવ્યવસ્થા છે, તેના લોપકરવાધારા પાપરૂપી કાદવથી લેપાઈજશો.
તેથી તમારે ઇચ્છા ન હોવા છતાં પણ પદાર્થોનું ક્ષણક્ષયિત્વ માનવું જ પડશે. વળી પદાર્થોના ક્ષણક્ષયિત્વને સિદ્ધ કરતો અનુમાનપ્રયોગ આ પ્રમાણે છે
નિશ્વરસ્વમવં તદુત્પત્તિસમયેડપિ તસ્વરુપં, યથા અન્ધક્ષણર્તિપસ્ય સ્વરુપમ્ | અર્થાત્ જે (ઘટાદિનો) વિનશ્વરસ્વભાવ છે, તે ઘટાદિની ઉત્પત્તિના પ્રથમ સમયે પણ તે સ્વરૂપે જ હોય છે. અર્થાત્ ઘટાદિ ઉત્પત્તિના પ્રથમસમયે પણ વિનશ્વરસ્વભાવવાળા હોય છે. જેમ કે અંત્યક્ષણવર્તિ ઘટનો વિનશ્વરસ્વભાવ હોય છે. કહેવાનો આશય એ છે કે ઘટાદિનો અંતિમ સમયે વિનશ્વરસ્વભાવ હોય તો ઉત્પત્તિના પ્રથમ સમયે ચોક્કસ હોવો જોઈએ. કારણ કે ઉત્પત્તિના પ્રથમ સમયે વિનશ્વરસ્વભાવ હતો ત્યારે જ અંતિમ સમયે આવ્યો ને ? જો ઉત્પત્તિના પ્રથમસમયે પણ વિનશ્વરસ્વભાવ નહિ માનો તો અંતિમ સમયે તે સ્વભાવ કેવી રીતે આવી ગયો ? આવો પ્રશ્ન ઉપસ્થિત થશે. આથી ઉત્પત્તિના પ્રથમસમયે પણ વિનશ્વર સ્વભાવ હોય છે, તે જ અંતિમસમયમાં પણ હોય છે તેમ માનવું જ પડશે.
આ જ રીતે જગતના સમસ્ત રૂપ-રસાદિ પણ અંતમાં વિનશ્વર છે અને તે વિનશ્વર સ્વભાવ રૂપાદિના ઉદયથી આરંભીને જ હોય છે.
તેથી આ પ્રમાણે વિનાશક સામગ્રી અકિંચિત્કર બની જાય છે અને વિનશ્વરસ્વભાવસ્વરૂપ પોતાના સ્વભાવથી જ અનિત્યપદાર્થોની ઉત્પત્તિ થાય છે અને ક્ષણવાર રહીને નાશ પામે છે. અર્થાત્ વિનશ્વરસ્વભાવરૂપ સ્વકારણથી જ અનિત્યપદાર્થો ઉત્પન્ન થઈ ક્ષણવાર રહી નાશ પામે છે.
શંકાઃ જો પદાર્થો ક્ષણમાં નાશ પામનારા છે. તો કેવી રીતે પદાર્થને જોઈને “તે આ જ છે” આવું જ્ઞાન થાય છે ? કહેવાનો આશય એ છે કે પદાર્થ ક્ષણમાં નાશ પામતો હોય તો થોડા સમય પૂર્વે જોયેલા ઘટમાં “આ તે જ ઘટ છે” આવું જ્ઞાન કેવી રીતે થાય ? કારણ કે થોડા સમય પૂર્વે જોયેલો ઘટ તો નાશ પામ્યો હતો ?
સમાધાન : નિરંતરસદશ અપર-અપરક્ષણનું નિરીક્ષણ કરનારા ચૈતન્યના ઉદયથી તથા અવિદ્યાના અનુબંધથી, જેમ પૂર્વેક્ષણના વિનાશસમયમાં જ દીપકની જ્યોતમાં, બીજી તેની સમાન જ્યોત ઉદય પામે છે. (છતાં “તે આ જ દીપકલિકા (જ્યોત) છે” આવું જ્ઞાન થાય છે.) તેમ ક્ષણના વિનાશ પછી, તે ક્ષણની સમાન બીજક્ષણનો ઉદય થાય છે, છતાં પણ “આ તે જ છે” આવુંજ્ઞાન થાય છે.