________________
षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - ९, बोद्धदर्शन
સમાધાન : તમારી શંકા યોગ્ય નથી, કારણ કે “સર્વવાક્યો સાવધારણ હોય છે. તે ન્યાયમાં જેની આશંકા હોય તેના વ્યવચ્છેદ માટે છે. વાક્યનો પ્રયોગ પરમાટે કહેવાય છે. અર્થાત્ વાક્યનો પ્રયોગ બીજાને સમજાવવા માટે કરાય છે. તેથી બીજાને વ્યામોહથી જે ધર્મોની આશંકા થાય છે, તેનો વ્યવચ્છેદ કરવામાં આવે છે. જેમકે “ચૈત્ર ધનુર્ધર' માં બીજાઓ વડે ચૈત્રમાં ધનુર્ધરત્વના અભાવમાં જ આશંકા કરાઈ છે, તે બીજાઓની આશંકાનો વ્યવચ્છેદ જ ‘વ’ કારથી થાય છે. અન્ય ધર્મોનો નહિ.
પરંતુ જગતના પદાર્થોમાં આ નિયમ દૃષ્ટિગોચર થતો નથી. વસ્તુઓનું પોતાનું સ્વરૂપ બદલાયા કરે છે. આજે જે માટી છે તે કાલાંતરે ઘડો અને તેનો પ્યાલો બને છે. આથી જગતના પદાર્થો નિ:સ્વભાવ - શાન્ત છે. ઘટ અને માટી, અંકર અને બીજ બંને સ્વભાવહીન છે. આથી શાન્ત છે. માધ્યમિકવૃત્તિમાં પ્ર-૧૦૦ ઉપર આજ વાતને જણાવી છે. - મા તુ યતીત્વ થીનાટ્ય શરણં મતિ કકરાä #ાર્ય તરાપર શાન્ત વમવરદિત प्रतीत्यसमुत्पन्नम् । કાર્ય-કારણની કલ્પના કરવી, તે તો બાળકોની રમત છે. વસ્તુસ્થિતિનો પરિચય રાખવાવાળો કોઈપણ વ્યક્તિ જગતને ઉત્પન્ન માની શકતો નથી. વસ્તુત: સંસારની જ પૂર્વાકોટિ (કારણભાવ) વિદ્યમાન નથી. જગતના સમસ્ત પદાર્થોની આ જ દશા છે. માધ્યમિકકારિકામાં કહ્યું છે કે પૂર્વ ન વિદ્યતે કોટિ: સંસારચ ન વસ્ત્રમ્ | सर्वेषामपि भावानां पूर्वाकोटि न विद्यते ।।११/८।। તેથી હેતુ-પ્રત્યય જનિત પદાર્થોને શુન્યવાદિ આચાર્યો સ્વભાવ-હીન(શાન) માને છે. પરમાર્થ સત્ય વસ્તુનું અકૃત્રિમ સ્વરૂપ જ પરમાર્થ છે. જેના જ્ઞાનથી સંવૃતિજન્ય સમસ્તક્લેશોની પ્રાપ્તિ કરી શકાય છે. પરમાર્થ = ધર્મનરામ્ય અર્થાત્ સર્વધર્મો (સાધારણતયા ભૂતો)ની નિ:સ્વભાવતા. તેના જ શૂન્યતા, તથતા (જેવું હોય તેવો ભાવ), ભૂતકોટિ (પદાર્થોનું સત્યપર્યવસાન), અને ધર્મધાતુ (વસ્તુઓની સમગ્રતા) પર્યાયો છે. બોધિચર્યામાં પૃ-૩૫૪માં કહ્યું છે કેसर्वधर्माणां निःस्वभावता, शून्यता, तथता, भूतकोटिः धर्मधातुरिति पर्यायाः । सर्वस्य हि प्रतीत्यसमुत्पन्नस्य पदार्थस्य निःस्वभावता पारमार्थिक रुपम् ।। સમસ્ત પ્રતીત્યસમુત્પન્ન પદાર્થની સ્વભાવહીનતા જ પારમાર્થિકરૂપ છે. જગતના સર્વપદાર્થો હેતુ-પ્રત્યયથી ઉત્પન્ન થાય છે. આથી તે પદાર્થોનું કોઈ વિશિષ્ટરૂપ નથી. તે જ નિ:સ્વભાવતા અર્થાત્ શૂન્યતા પારમાર્થિકરૂપ છે. નાગાર્જુનના કથનાનુસાર નિર્વાણ જ પરમાર્થસત્ય છે. તેમાં વિષય-વિષયી, કર્તા-કર્મ ની કોઈ પ્રકારની વિશેષતા નથી હોતી. આ માટે પ્રજ્ઞાકરમતિએ પરમાર્થસત્યને સર્વત્રવેદીતિક્રાન્ત - અર્થાત્ સર્વ વ્યવહારોથી અતીત-નિવિર્શષ, અસમુત્પન્ન, અનિરુદ્ધ, અભિધેય-અભિધાનથી રહિત તથા શેય-જ્ઞાનથી વિગત બતાવેલ છે. સંવૃત્તિનો અર્થ છે બુદ્ધિ. બુદ્ધિદ્વારા જે જે તથ્ય ગ્રહણ થાય છે, તે સમસ્ત વ્યાવહારિક(સાંવૃત્તિક) સત્ય છે. પરમાર્થસત્ય બુદ્ધિ દ્વારા ગ્રાહ્ય નથી. બુદ્ધિ કોઈવિશેષને લક્ષ્ય કરીને વસ્તુને ગ્રહણ કરે છે. પરમાર્થસત્ય વિશેષહીન હોવાથી તે બુદ્ધિથી કેવીરીતે ગ્રાહ્ય થઈ શકે ? પરમાર્થસત્ય મૌનરૂપ છે. બુદ્ધદ્વારા તેની દેશના થઈ શકતી નથી. દેશના એ તત્ત્વની થાય છે કે જે શબ્દોદ્વારા અભિહિત કરી શકાય. પરમતત્ત્વ ન તો વાણીનો વિષય છે, ન ચિત્તનો વિષય (ગોચર) છે. વાણી અને મન તે તત્ત્વ સુધી પહોંચી શકતા નથી. માધ્યમિક