________________
षड्दर्शन समुचय भाग- १, श्लोक - ३१, नैयायिक दर्शन
२१५
(૪) કાલાત્યયાપદિષ્ટ : હેતુનો પ્રયોગ પ્રત્યક્ષ અને આગમથી અવિરુદ્ધ (અનુપહિત) એવા પક્ષમાં સ્વીકારેલ હોય તેને અતીત્યાપદિષ્ટ કહેવાય છે અને પ્રત્યક્ષ તથા આગમથી વિરુદ્ધ પક્ષમાં રહેલો હેતુ કાલાત્યયાપદિષ્ટ કહેવાય છે.
જેમકે મનુષ્પોડઃિ તત્વોતું. અહીં પક્ષ અગ્નિ છે. સાધ્ય અનુષ્ણત્વ અને હેતુ કૃતત્વ છે. સ્પાર્શન પ્રત્યક્ષથી અગ્નિ ઉષ્ણ છે તેવું જ્ઞાન છે. તેથી પ્રત્યક્ષ વિરુદ્ધ પક્ષ-અગ્નિમાં કૃતકત્વહેતુ વિદ્યમાન છે. આથી કૃતકત્વહેતુ કાલાત્યયાપદિષ્ટ છે.
બ્રાહ્મણે સુરા પેયી દ્રવદ્રવ્યત્વત, ક્ષીરવત / અહીં “બ્રાહ્મણ સુરાપાન કરે તે આગમથી વિરુદ્ધ છે. આથી દ્રવદ્રવ્યવહેતુ કાલાત્યયાપદિષ્ટ છે.
(૫) પ્રકરણસમ : સ્વપક્ષની સિદ્ધિનીજેમ પરપક્ષની સિદ્ધિ પણ થાય છે. તે ત્રણ સ્વરૂપવાળો હેતુ પ્રકરણસમ હેત્વાભાસ કહેવાય છે. અર્થાત્ પ્રકરણ, પક્ષ અને પ્રતિપક્ષ ત્રણેમાં તુલ્ય હોય છે.
(નિર્ણય લાવવા માટે જેના ઉપર વિચાર થતો હોય તે પ્રકરણ કહેવાય છે. સાધ્યવાળો પક્ષ અને સાધ્યાભાવવાળો પ્રતિપક્ષ કહેવાય છે. હેતુનું એ કામ છે કે આવા સ્થળે નિર્ણય કરવો કે જેથી પ્રકરણની સમીક્ષા પૂરી થાય અને તેની સાથે પક્ષ અને પ્રતિપક્ષ પણ દૂર થાય. પણ આવા સ્થળે વાદિ અને પ્રતિવાદિ પોતાની અશક્તિને કારણે એવો હેતુ આપે કે જેથી પ્રકરણનો વિચાર ચાલુ જ રહે, નિર્ણય આપી શકે નહીં. ત્યારે તે હેતુ પ્રકરણ જેવો જ થયો અર્થાત્ પ્રકરણસમ
૫૦. કાલાત્યયાપદિષ્ટ: ન્યાયસૂત્રમાં આને કાલાતીત હેત્વાભાસ કહેલ છે. ત્યયાતિ : વરાત્રતીતઃ ||૧-૨-૯
સાધ્યકાલના અભાવમાં પ્રયુક્તહેત કાલાત્યયાદિષ્ટ-કાલાતીત હેત્વાભાસ કહેવાય છે. તર્કસંગ્રહાનુસાર : નવનૈયાયિકો કાલાત્યયાદિષ્ટ હેત્વાભાસને બાધ (બાધિત) હેત્વાભાસ કહે છે. વસ્થ Hધ્યમવ: પ્રમાન્તિા નિશ્ચિતઃ 1 વયિતઃ - જે હેતુના સાધનો અભાવ પ્રમાણાન્તરથી નિશ્ચિત છે તે હેતુને બાધિત કહેવાય છે. જેમકે “ક્ટરનુwો દ્રવ્યત્વાઅહીં દ્રવ્યત્વ હેતુના સાધ્ય (અનુષ્ણ)નો અભાવ
(ઉષ્ણત્વ) સ્પાર્શનપ્રત્યક્ષથી વહ્નિમાં નિશ્ચિત છે. તેથી દ્રવ્યત્વ હેતુ બાધિત છે. બીજી રીતે : સાધ્યની સિદ્ધિ માટે જે હેતુતરીકે બતાવવામાં આવ્યો હોય, તેનો એક ભાગ સાધ્યના અભાવ સાથે
જોડાતો હોય તો તે કાલાત્યયાદિષ્ટ - કાલાતીત કહેવાય છે. ૫૧. ન્યાયસૂત્રાનુસાર યત પ્રહરચિન્તા ક્ષ નિવાર્થમપત્તિ ૪ પ્રહરઃ ||૧-૨-૭ી - જેનાથી સાંધ્યસંબંધી
સમીક્ષા ચાલુ જ રહે એવો હેતુ નિર્ણયને માટે આપવામાં આવ્યો હોય તે પ્રકરણસમ હેત્વાભાસ કહેવાય છે. અનુમાનપ્રયોગ ઉપર પ્રમાણે જાણવો. નવ્યર્નયાયિકો આને સત્યતિપક્ષ કહે છે તે અનુસાર : સાધ્યામાવલીધષ્ઠ ત્વન્તર થી જ સમ્પ્રતિપક્ષ: જેના સાધ્યના અભાવનો સાધક બીજો હેતુ છે તે હેતુને સત્પતિપક્ષ કહેવાય છે. જેમકે “શલ્લો નિત્ય: શ્રાવળ–ાતુ, શુદ્ધત્વવ”-અહીં શ્રાવણત્વ હેતુના સાધ્ય નિત્યત્વના અભાવ (અનિત્યત્વ)નો સાધક “શદ્રોડનિત્ય તત્વતિ, ઘટવ” આ કૃતત્વહેતુ છે. માટે શ્રાવણત્વહેતુ સત્યતિપક્ષ છે.