________________
२१८
षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - ३१, नैयायिक दर्शन
આ હેતુ વાત્ય સાથે અનેકાન્તિક છે. કારણ કે - “ િદિ બ્રાહમ વિદ્યાવરણસંપ મતિ, તથા દ્રાયેંગરિ મવેત્ વ્રત્વિોડ વાહ્મણ ઉવ અર્થાતુ જો બ્રાહ્મણમાં વિદ્યા અને સદાચાર સંભવતાં હોય તો વાત્ય પણ બ્રાહ્મણ છે. તેથી તે પણ વિદ્યા અને સદાચાર સંપન્ન હોવો જોઈએ.”
આ સામાન્યછલ કહેવાય છે. કારણ કે બ્રાહ્મણત્વ એ સામાન્યવસ્તુ છે અને તેનો વિદ્યા અને આચરણ સાથે કોઈક ઠેકાણે સંબંધ હોય છે અને કોઈક ઠેકાણે નથી પણ હોતો. આથી તે હેતુ અનૈકાન્તિક છે.) વક્તાએ બ્રાહ્મણત્વને વિદ્યા અને આચરણના હેતતરીકે બતાવેલ નથી. (જે બ્રાહ્મણમાં વિદ્યા અને આચરણ હોય તે સાચો બ્રાહ્મણ અને જેમાં એ ન હોય, તે તો માત્ર નામનો જ બ્રાહ્મણ છે. જેનો સમય પ્રમાણે ઉપનયનસંસ્કાર ન થયો હોય તે વાત્ય કહેવાય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યનો મોડામાં મોડો ઉપનયનનો સમય ૧૬-૨૨ અને ૨૪ વર્ષનો છે.) આથી જેવો ધૂમનો અગ્નિ સાથે આવ્યભિચરિતસંબંધ છે, તેવો બ્રાહ્મણત્વનો વિદ્યા અને આચરણ સાથે અવ્યભિચરિતસંબંધ જણાતો નથી.
આથી બ્રાહ્મણમાં વિદ્યા અને સદાચાર હોય એ તો બ્રાહ્મણની પ્રશંસા છે. પણ એ કંઈ હેતુ નથી. માટે બ્રાહ્મણત્વને હેતુ તરીકે ગણીને જે અસંભવિત અર્થની કલ્પના કરી છે તે છલ છે. આથી તમારું ખંડન અસત્ય છે. જેમ કોઈ કહે કે “આ ખેતરમાં અનાજ સારું પાડે છે.”
અહીં આ વાક્યનો અભિપ્રાય ખેતરની પ્રશંસામાં જ છે. પણ એ ખેતર બીજવિના, યોગ્ય ઋતુવિના અને વરસાદવિના ધાન્યના ઢગલા ઉત્પન્ન કરે છે એવો ભાવ નથી. તે જ પ્રમાણે બ્રાહ્મણ એ વિદ્યાનું અને સાદાચારનું પાત્ર હોવું સંભવિત છે, (પણ) હેતુ નથી. એટલો જ ઉપરોક્તવાક્યનો ભાવાર્થ છે.
પ્રશંસા અને હેતુ આ બંને એક વસ્તુ નથી. માટે પ્રતિવાદિએ અતિસામાન્યનો સંબંધ લગાડી વક્તાના વાક્યમાંના અભિપ્રાયનું અર્થાન્તર કર્યું, તે સામાન્યછલ છે.
(૩) ઉપચાર છલ: ઔપચારિક પ્રયોગમાં મુખ્ય અર્થની કલ્પનાવડે જે પ્રતિષેધ કરવો તેને ઉપચારછલ કહેવાય છે.
જેમકે વક્તાએ કહ્યું કે “મગ્ર શક્તિ”—આ સાંભળીને છલવાદિખંડન કરતાં કહે છે કે “Fસ્થા: પુરુષા: શક્તિ, ન મચી, તે પામવેતન–ાઅર્થાત્ માંચડા ઉપર બેઠેલા પુરુષો બોલે છે. માંચડો બોલતો નથી, કારણકે તે અચેતન છે.
(આ ખંડન પ્રતિવાદિ (છલવાદિ)નું તદ્દન ખોટું છે. કારણ કે વાદિએ મંચશબ્દનો ગૌણ અર્થ માંચડા ઉપર બેઠેલાપુરૂષો જ લીધેલ છે, કારણ કે “ક્રોશન' રૂપ અર્થ મંચમાં સંભવતો નથી. મંચનો મુખ્યઅર્થ તો લાકડાનો બનાવેલો માંચડો જ થાય છે. માટે વાદિના અભિપ્રાયથી વિરુદ્ધ