________________
षड्दर्शन समुचय भाग - १, श्लोक - १२, नैयायिक दर्शन
તે દેવોને સામેથી નમસ્કાર કરતા નથી. તેઓમાં જેઓ નિર્વિકાર છે, તેઓ પોતાની મીમાંસાના આ પદ્યને કહે છે. “અમે તો પ્રાચીન મુનિઓદ્વારા ધ્યાન કરાયેલા ઈશ્વરના તે નિર્વિકાર સ્વરૂપની ઉપાસના કરીએ છે. જેમાં ન તો સ્વર્ગગંગા છે, ન તો સર્પ છે, ન તો મુંડમાલા છે, ન ચંદ્રમાની કલા છે, ન અર્ધાશ૨ી૨માં પાર્વતી છે, ન જટા છે, ન ભસ્મનો લેપ છે તથા આવી અન્ય કોઈ ઉપાધિઓ નથી, તેવા નિરૂપાધિ નિર્વિકાર ઇશ્વર (અમારે) ઉપાસ્ય છે. (૧) (ઉપર કહ્યા તેવા) ઈશ્વરનું નિર્ગુણ-નિર્વિકાર સ્વરૂપ જ યોગિઓદ્વારા સેવ્ય છે. આજે ઈશ્વરનું જે સ્વરૂપ પૂજાય છે તે તો ભોગરૂપ છે. અને રાજ્યાદિ ઐહિકસુખોના લોલુપ જીવો જ તે સ્વરૂપની ઉપાસના કરે છે. (૨)”
તેઓએ પોતાના યોગશાસ્ત્રમાં કહ્યું પણ છે કે... “વીતરાગનું સ્મરણ-ધ્યાન ક૨ના૨ યોગી વીતરાગતાને પ્રાપ્ત કરી લે છે. અને સરાગનું ધ્યાન કરવાવાળાની સરાગતા નિશ્ચિત છે. (૧) (તાત્પર્ય એ છે કે...) મનરૂપ યંત્રને ચલાવવાવાળો આત્મા (યંત્રવાહક) જે જે ભાવથી યુક્ત થઈ જેનું જેનું ધ્યાન કરે છે, તે સ્વયં તન્મય થઈ જાય છે. જેમકે સ્ફટિક મણિને જે જે પ્રકારની ઉપાધિઓ મળે છે, (ત્યારે) તેનો રંગ તે તે ઉપાધિઓને અનુસારે અનેકપ્રકા૨નો થઈ જાય છે. एतत्सर्वं लिङ्गवेषदेवादिस्वरूपं वैशेषिकमतेऽप्यवसातव्यं, यतो नैयायिकवैशेषिकाणां हि मिथः प्रमाणतत्त्वानां संख्याभेदे सत्यप्यन्योन्यं तत्त्वानामन्तर्भावनेऽल्पीयानेव भेदो जायते । तेनैतेषां प्रायो मततुल्यता । उभयेऽप्येते तपस्विनोऽभिधीयन्ते । ते च शैवादिभेदेन चतुर्धा भवन्ति । तदुक्तम्
“ आधारभस्मकौपीनजटायज्ञोपवीतिनः ।
स्वस्वाचारादिभेदेन चतुर्धा स्युस्तपस्विनः ।। १ ।। शैवाः पाशुपताश्चैव महाव्रतधरास्तथा ।
तुर्याः कालमुखा मुख्या भेदा एते तपस्विनाम् ।। २ ।।”
१३७
तेषामन्तर्भेदा भरटभक्तरलैङ्गिकतापसादयो भवन्ति । भरटादीनां व्रतग्रहणे ब्राह्मणादिवर्णनियमो नास्ति । यस्तु तु शिवे भक्तिः स व्रती भरटादिर्भवेत् । परं शास्त्रेषु नैयायिकाः सदा शिवभक्तत्वाच्छेवा इत्युच्यन्ते, वैशेषिकास्तु पाशुपता इति । तेन नैयायिकशासनं शैवमाख्यायते वैशेषिकदर्शनं च पाशुपतमिति । इदं मया यथाश्रुतं यथादृष्टं चात्राभिदधे । तत्तद्विशेषस्तु तद्ग्रन्थेभ्यो विज्ञेयः ।। १२ ।।