________________
षड्दर्शन समुझय भाग - १, श्लोक - १७, १८, १९, नैयायिक दर्शन
१६७
છે. અર્થાત્ જે અનુમાનની માત્ર વ્યતિરેકવ્યાપ્તિ મળે છે તે કેવલવ્યતિરેકીઅનુમાન કહેવાય છે. સામાન્યથી અન્વય-વ્યતિરેકરૂપ સાધનના અંગોનું જે જોવું તે સામાન્યતોદષ્ટ અર્થાતુ અન્વયવ્યતિરેક અનુમાન કહેવાય છે. અર્થાત્ જે અનુમાનમાં અન્વય-વ્યતિરેક બંને વ્યાપ્તિ મળે છે તે સામાન્યતોદષ્ટ અનુમાન. (ત્રિવિધની રજુઆત બીજી રીતે કરે છે) અથવા ત્રિવિધ=ત્રિરૂપ. તે ત્રણરૂપો કયા છે ? પૂર્વવત્, શેષવતું અને સામાન્યતોદષ્ટ.
પહેલા ગ્રહણ કરાતું હોવાથી પૂર્વ. અનુમાનમાં પહેલા પક્ષ (પક્ષમાં હેતુનું) ગ્રહણ કરાય છે. તેથી પૂર્વ=પક્ષ છે જેને તે પૂર્વવત્ અર્થાત્ પક્ષધર્મત્વ. આમ પક્ષધર્મત્વ પ્રથમ રૂપ છે.
શેષ એટલે અન્યઠેકાણે ઉપયુક્ત હોવાથી સાધર્મદૃષ્ટાંત અને સાધમ્મદૃષ્ટાંત જ્યાં છે તે શેષવતુ કહેવાય છે. તેને સપક્ષસત્ત્વ પણ કહેવાય છે. આમ સપક્ષસત્ત્વ દ્વિતીયરૂપ છે. (જેમકે ધૂમ હેતુ સપક્ષ એવા મહાનસમાં રહે છે. તેથી સપક્ષસત્ત્વ.) સામાન્યતોદૃષ્ટ એટલે વિપક્ષમાં સર્વત્ર અસત્ત્વ અર્થાત્ વિપક્ષમાં મનાફ પણ ન દેખાય તે સામાન્યતોદષ્ટ અર્થાત્ વિપક્ષાસત્વ. આમ ‘વિપક્ષાસત્ત્વ' આ ત્રીજું રૂપ છે. ‘વ’ શબ્દથી પ્રત્યક્ષ અને આગમથી અવિરુદ્ધ અને અસત્કૃતિપક્ષત્વ આ બે રૂપ જાણવા.
આ પ્રમાણે પાંચ રૂપવાળા લિંગનું આલંબન જેમાં હોય છે તે તપૂર્વક અનુમાન અન્વયવ્યતિરેકીઅનુમાન કહેવાય છે.
આમ અન્વયવ્યતિરેકીઅનુમાનમાં પક્ષધર્મત્વ, સપક્ષસત્ત્વ, વિપક્ષાસત્ત્વ, અવિરુદ્ધ (અબાધિતવિષયત્વ) અને અસત્પતિપક્ષત્વ આ પાંચ લિંગો-રૂપોનું આલંબન છે.
કેવલાન્વયી અનુમાનમાં વિપક્ષાસત્ત્વ સિવાયના ચારલિંગો-રૂપોનું આલંબન છે. વ્યતિરેકી અનુમાનમાં સપક્ષસત્ત્વ સિવાયના ચારલિંગો-રૂપોનું આલંબન છે.
तत्रानित्यः शब्दः कार्यत्वात्, घटादिवदाकाशादिवजेत्यन्वयव्यतिरेकी हेतुः १ । अदृष्टादीनि कस्यचित्प्रत्यक्षाणि प्रमेयत्वात्करतलादिवदित्यत्र कस्यचित्प्रत्यक्षत्वे साध्येऽप्रत्यक्षस्य कस्यापि वस्तुनो विपक्षस्याभावादेव केवलान्वयी २ । सर्ववित्कर्तृपूर्वकं सर्वं कार्यं, कादाचित्कत्वात् । यत्सर्ववित्कर्तृपूर्वकं न भवति, तन्न कादाचित्कं, यथाकाशादि । अत्र सर्वस्य कार्यस्य पक्षीकृतत्वादेव सपक्षाभावात्केवलव्यतिरेकी । प्रसङ्गद्वारेण वा केवलव्यतिरेकी । यथा नेदं निरात्मकं जीवच्छरीरमप्राणादिमत्त्वप्रसङ्गाल्लोष्टवदिति प्रसङ्गः । प्रयोगस्त्वित्थम् । इदं जीवच्छरीरं सात्मकं, प्राणादिमत्त्वात् । यन्न सात्मकं तन्न प्राणादिमद्यथा लोष्टमिति प्रसङ्गपूर्वकः केवलव्यतिरेकीति ३ ।