________________
षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - २६, नैयायिक दर्शन
२०१
તથા સાંખ્યો સર્વઅર્થો સતુમાંથી જ ઉત્પન્ન થાય છે, પણ અસતુમાંથી નહીં એમ માને છે (આથી સાંખ્યો સત્કાર્યવાદિ કહેવાય છે. તેઓની માન્યતા છે કે – ઉપાદાનકારણમાં કાર્ય અવશ્ય વિદ્યમાન (સ) હોય છે. તો જ કાર્ય જન્મી શકે છે. સત્ત્વ, રજસું અને તમસું પ્રકૃતિમાં છે. તેથી તમામ વિકૃતિમાં પણ આવે છે.)
નૈયાયિકો સર્વઅર્થોને અસતુમાંથી સામગ્રીના વશથી ઉત્પન્ન થાય છે, એમ માને છે. (આથી નૈયાયિકો અસત્કાર્યવાદિ કહેવાય છે. તેઓની માન્યતા છે કે ઉપાદાનકારણમાં કાર્ય વિદ્યમાન હોતું નથી (અસત્). અર્થાત્ કાર્ય પૂર્વે હતું જ નહીં, પણ પછી સામગ્રીના વશથી (કારણમાંથી) ઉત્પન્ન થાય છે. પણ જૈનો સતુમાંથી અને અસતુમાંથી (કાર્યની) ઉત્પત્તિ માને છે. (આથી જૈનો સદસત્કાર્યવાદિ છે. જૈનોની માન્યતા છે કે ઉપાદાનકારણમાં કાર્ય વિદ્યમાન (સતુ) પણ હોય છે અને અવિદ્યમાન (અસતુ) પણ હોય છે. આશય એ છે કે કારણ અને કાર્ય કથંચિત્ ભિન્ન હોવાથી, અસત્કાર્યવાદ પણ ઘટે છે. તથા કારણ અને કાર્ય કથંચિત્ અભિન્ન હોવાથી સત્કાર્યવાદ પણ ઘટે છે. જેમ માટી અને ઘટ કથંચિત્ ભિન્ન હોવાથી, માટીમાં ઘટ અવિદ્યમાન (અસતુ) છે અને તેથી કથંચિત્ ભિન્નતાની અપેક્ષાએ જ્યારે માટીમાંથી ઘટ બનશે, ત્યારે ઘટઅર્થ અસતુમાંથી બન્યો તેમ કહેવાશે અને તે અસત્કાર્યવાદ થશે.
તથા માટી અને ઘટ કથંચિત્ અભિન્ન હોવાથી, માટીમાં ઘટ વિદ્યમાન (સતુ) છે અને તેથી કથંચિત્ અભિન્નતાની અપેક્ષાએ જ્યારે માટીમાંથી ઘટ બનશે, ત્યારે ઘટ અર્થ સતુમાંથી બન્યો તેમ કહેવાશે અને તે સત્કાર્યવાદ થશે અથવા માટીમાં ઘટ મૃત્યિંડરૂપે વિદ્યમાન (સતુ) છે અને ઘટાકારરૂપે અવિદ્યમાન (અસત્) છે. આમ સતુ-અસત્ ઉભયવાદને સ્વીકારનાર જૈનદર્શન છે.)
(૩) અધિકરણસિદ્ધાંત : જે સિદ્ધાંત છે કે જે પ્રતિજ્ઞાતઅર્થ છે, તેની સિદ્ધિ થયા પછી પ્રસંગથી (પ્રસંગ પ્રાપ્ત) અધિકઅર્થની સિદ્ધિ થાય તે અધિકરણસિદ્ધાંત કહેવાય છે.
જેમકે કાર્યવાદિ હેતુથી પૃથ્વીઆદિમાં બુદ્ધિમત્કર્તુત્વ સામાન્યની સિદ્ધિ થયા પછી, તેના કર્તાતરીકે નિત્યજ્ઞાન, કાર્ય કરવાની નિત્યઇચ્છા, અને નિત્યપ્રયત્નના આધાર
વળી “આ જગત ઈશ્વરથી ઉત્પન્ન થયેલ છે” આ સિદ્ધાંત પ્રતિતંત્રસિદ્ધાંત છે. કારણકે આ સિદ્ધાંત નૈયાયિકેવૈશેષિકોને માન્ય છે. સાંખ્યો, જૈનોને માન્ય નથી. તેમજ વેદાંતીઓ “માયા' ને માને છે અને બીજા શાસ્ત્રો માયાને માનતા નથી, તેથી તે પ્રતિતંત્રસિદ્ધાંત કહેવાય છે. વિશ્વનાથકૃતિમાં કહ્યું છે કે વારિતિવાવતારમાત્રામ્યુતિતતરી પ્રતિત–સદ્ધાંતઃ | અર્થાત્ વાદિ અને પ્રતિવાદિ આ બેમાંથી એક અમુક અર્થને માનતો હોય, જ્યારે બીજો તે અર્થને ન માનતો હોય, તે અર્થ પ્રતિતંત્રસિદ્ધાંત કહેવાય છે. જેમકે નૈયાયિકો શબ્દને અનિત્ય માને છે, જ્યારે મીમાંસકો શબ્દને નિત્ય માને છે. આથી શબ્દનું નિત્યત્વ કે અનિત્યત્વ માનવું તે પ્રતિતંત્રસિદ્ધાંત ગણાય.