________________
२१०
षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - ३०, नैयायिक दर्शन
परपक्षादेर्दूषणोत्पादनं सतां कर्तुं न युक्तिमिति चेत्, न । सन्मार्गप्रतिपत्तिनिमित्तं तस्याभ्यनुज्ञातत्वात् । अनुज्ञातं हि स्वपक्षस्थापनेन सन्मार्गप्रतिपत्तिनिमित्ततया छलजात्याधुपन्यासैरपि परप्रयोगस्य दूषणोत्पादानम् । तथा चोक्तम्-“दुःशिक्षितकुतर्काशलेशवाचालिताननाः । शक्याः किमन्यथा जेतुं वितण्डाटोप मण्डिताः ।।१।। गतानुगतिको लोकः कुमार्गं तत्प्रतारितः । मार्गादिति छलादीनि प्राह कारुणिको मुनिः ।।२।।" [न्यायम० प्रभा० पृ० ११] इति । संकटे प्रस्तावे च सति छलादिभिरपि स्वपक्षस्थापनमनुमतम् । परविजये हि न धर्मध्वंसादिदोषसंभवः, तस्माद्वरं बलादिभिरपि जयः ‘सा वितण्डा त्वित्यादि' तुशब्दोऽवधारणार्थो भिन्नक्रमश्च । सा तु सैव विजिगीषुकथैव प्रतिपक्षविवर्जिता वादिप्रयुक्तपक्षप्रतिपन्थी प्रतिवाद्युपन्यासः प्रतिपक्षस्तेन विवर्जिता रहिता प्रतिपक्षसाधनहीनेत्यर्थः वितण्डोदाहृता । वैतण्डिको हि स्वाभ्युपगतपक्षमस्थापयन् यत्किंचिद्वादेन परोक्तमेव दुषयतीत्यर्थः ।।३०।। ટકાનો ભાવાનુવાદઃ
વ્યાખ્યા : વિજયની અભિલાષાથી વાદિ અને પ્રતિવાદિ વડે પ્રારંભ કરાયેલી જે પ્રમાણગોષ્ઠી છે, તેમાં છલ-જાતિ-નિગ્રહસ્થાનાદિવડે કરીને બીજાએ ઉપન્યાસ કરેલા પક્ષાદિમાં દોષોત્પાદન થાય છે, તે વિજિગીષકથારૂપ જલ્પ કહેવાય છે. કહેવાનો આશય એ છે કે વાદિ અને પ્રતિવાદિની વાર્તા ચાલતી હોય તેમાં વાદિવડે સ્થાપેલા પક્ષાદિમાં જિતવાની ઇચ્છાથી પ્રતિવાદિ છલ-જાતિ-નિગ્રહસ્થાનાદિદ્વારા દૂષણ બતાવે તે વિજિગીષકથારૂપ જલ્પ કહેવાય છે. “વાહૂતિઃ' પદ આ શ્લોકમાં નથી. તેનો પૂર્વના શ્લોકમાંથી અહીં સંબંધ કરવો. ૪૫. ન્યાયસૂત્રમાં જલ્પનું લક્ષણ : II૧-૨-૨ો અર્થ ગાથા-૨૯માં આપેલ છે. વાદના અધિકારી મુમુક્ષુ તત્વજ્ઞાની
અને વીતરાગ માણસો હોય છે. જ્યારે જલ્પના અધિકારી જયની ઇચ્છારાખનાર હોય છે. પ્રમાણ અને તર્કદ્વારા પક્ષનું સ્થાપન કરવું અને પ્રતિવાદિના પક્ષનું ખંડન પણ પ્રમાણ અને તર્કદ્વારા કરવું, તથા પક્ષ અને પ્રતિપક્ષનો પરિગ્રહ કરવો એ વાદનો નિયમ છે. જલ્પમાં પણ તે પ્રમાણે હોવું જોઈએ. જલ્પમાં વધારે એટલું જાણવું કે પ્રમાણાભાસનો પણ જો આશ્રય લઈ શકાય તો લેવો. જો પ્રતિવાદિ પ્રમાણાભાસને સમજી ન શકે અને તેનું ખંડન ન કરી શકે તો તેનો પરાજય થાય છે. અહીં સામાન્યથી છલ-જાતિ-નિગ્રહસ્થાનનું સ્વરૂપ બતાવાય છે. (વિશેષસ્વરૂપ તો આગળ વિસ્તારથી આપેલ છે.) છલ: એક શબ્દના એક કરતાં વધારે અર્થ સ્કુરતાં વક્તાના અભિપ્રાયથી ભિન્ન અર્થની કલ્પના કરી તેના વચનનું ખંડન કરવું તે છલ. જાતિ કેવલ સાધર્મેદ્વારા અથવા કેવલ વૈધર્મેદ્વારા ખંડન કરવું તે જાતિ. નિગ્રહસ્થાન : “વિપરીત સમજવું અથવા સમજી ન શકવું, તેનું નામ નિગ્રહસ્થાન.” આ ત્રણથી કોઈ વસ્તુનું પ્રતિપાદન થઈ શકતું નથી, પણ તે માત્ર ખંડન માટે જ છે.