________________
षड्दर्शन समुचय भाग - १, श्लोक - २९, नैयायिक दर्शन
જ્યાં પ્રશ્નના દ્વા૨વડે જીતવાની ઇચ્છાની સાથે-સાથે લાભ, પૂજા અને પ્રસિદ્ધિની ઇચ્છાવાળો જે સ્વના જય માટે અને પરના પરાજયમાટે પ્રવર્તે છે, તે વિજિગીષુકથા કહેવાય છે. અથવા વીતરાગિ પણ બીજાના અનુગ્રહ માટે અને જ્ઞાનાંકુરના સંરક્ષણ માટે પ્રવર્તે છે. તે વિજિગીષુ કથા કહેવાય છે.
२०८
તે કથાના ચા૨અંગો છે. (૧) વાદિ, (૨) પ્રતિવાદિ, (૩) સભાપતિ, (૪) પ્રાશ્નિક (=સભાસદ=સભ્ય). વિજિગીષુકથાના જલ્પ અને વિતંડા એમ બે નામ (સંજ્ઞા) કહેલ છે અને તેથી કહ્યું છે કે- “જેમ બીજના અંકુરાના સંરક્ષણમાટે કંટકશાખાનું આવરણ હોય છે, (તેમ) તત્ત્વના ૪૩અધ્યવસાયના સંરક્ષણ માટે જલ્પ અને વિતંડા છે.”
હવે અવસ૨પ્રાપ્ત જલ્પ અને વિતંડાનું લક્ષણ બતાવે છે. (આમ તો તે બંનેનું વિવરણ ગાથા૩૦ માં છે.) વાદમાં જે જે બાબતો કહી તેમાંથી જે યોગ્ય હોય તેનાથી યુક્ત અને છલ, જાતિ, નિગ્રહસ્થાન દ્વારા જેમાં સાધનનો ઉપાલંભ હોય તે જલ્પ કહેવાય છે. અને તે જલ્પ પ્રતિપક્ષની સ્થાપનાથી હીન હોય તો વિતંડા કહેવાય છે. આ રીતે વાદ, જલ્પ અને વિતંડાની સ્પષ્ટતા થઈ.
अथ प्रकृतं प्रस्तुमः आचार्योऽध्यापको गुरुः, शिष्योऽध्येता विनेयः, तयोराचार्यशिष्ययोः ‘पक्षप्रतिपक्षपरिग्रहात्' पक्षः पूर्वपक्षः प्रतिज्ञादिसंग्रहः, प्रतिपक्ष उत्तरपक्षः पूर्वपक्षप्रतिपन्थी पक्ष इत्यर्थः, तयोः परिग्रहात्स्वीकारात् अभ्यासस्य हेतुरभ्यासकारणम् या कथा प्रामाणिकी वार्त्ता असौ कथा वाद उदाहृतः कीर्तितः । आचार्यः पूर्वपक्षं स्वीकृत्याचष्टे शिष्यश्चोत्तरपक्षमुररीकृत्य पूर्वपक्षं खण्डयति ।ä पक्षप्रतिपक्षसंग्रहेण
यत्र
निग्राहकसभापतिजयपराजयछलजात्याद्यनपेक्षतयाभ्यासार्थं
गुरुशिष्य गोष्ठीं कुरुतः, स वादो विज्ञेयः ।। २९ ।।
૪૩. અહીં શંકા થાય કે જલ્પ અને વિતંડા માત્ર જિતવાની ઇચ્છા હોય છે અને તેનાથી તત્ત્વનો નિર્ણય થઈ શકતો નથી. તો તેની પ્રમાણમાં ગણત્રી કેવી રીતે થાય ? અને તે મુક્તિનું સાધન કેવી રીતે ગણાય ? અને તેનાથી તત્ત્વના અધ્યવસાયનું સંરક્ષણ કેવી રીતે થાય ?
આનો ઉત્તર એ છે કે જેમ બીજના અંકુરાઓને રક્ષણની જરૂ૨ હોય છે. તેથી તેની ચોત૨ફ કાંટાની વાડ કરવામાં આવે છે કે જેથી કોઈ તેને નુકશાન ન કરી શકે. તે જ પ્રમાણે તત્ત્વના રક્ષણ માટે કોઈક વખત મુમુક્ષુને જલ્પ અને વિતંડાની પણ જરૂર પડે છે અથવા જલ્પનું જ્ઞાન એટલા માટે મુમુક્ષુને આપવાનું છે કે મુમુક્ષુ વાદિ અને પ્રતિવાદિ કયા પ્રકારની ક્યા ક૨વા ઇચ્છે છે તે સમજી શકે. તેથી વાદનું નામ લઈ કોઈ જલ્પમાં ઉતરી પડે તો મુમુક્ષુએ તેની સાથે વાર્તા બંધ ક૨વી જોઈએ. પણ આવા વખતે મુમુક્ષુને જલ્ય અને વિતંડાનું જ્ઞાન હોય તો જ જલ્પકને તે સમજી શકે છે. આ રીતે તત્ત્વના અધ્યવસાયના રક્ષણ માટે જલ્પ અને વિતંડા આવશ્યક છે. આથી તેનો સમાવેશ તત્ત્વોમાં કરેલ છે. તેથી તે મુક્તિનું સાધન બની શકે છે.