________________
२०६
षड्दर्शन समुछय भाग - १, श्लोक - २७-२८, नैयायिक दर्शन
પુરુષ ?” એ પ્રમાણે સંદેહ થાય છે અને આ સંદેહ દૂર થતે છતે (વસ્તુના) અન્વયધર્મોના અન્વેષણરૂપ તર્કની ઉત્પત્તિ થાય છે.
પ્રશ્ન : કેવી રીતે તર્કની ઉત્પત્તિ થાય છે ? ઉત્તર : જેમકે કાગડાઆદિ પક્ષીઓનો સંપાત હોવાથી (અર્થાત્ તે વસ્તુતરફ કાગડાઓ ફરતા હોવાથી) અને ઉપલક્ષણથી (તે વસ્તુ) નિશ્ચલ છે. તથા તેના ઉપર વેલડીઓએ આરોહણ કર્યું છે, ઇત્યાદિ સ્થાણુના ધર્મોથી અહીં (અત્યારે) જંગલમાં સ્થાણું હોવું જોઈએ. (યથા ઉપદર્શનમાં છે.) શ્લોકમાં “હિ’ શબ્દ, અહીં નિશ્ચય કે ઉલ્વેક્ષણ માં રહેલ લિંગને જોઈને થતી સંભાવના) અર્થમાં જાણવો. તેથી ભાવાર્થ આ રીતે થશે
અત્યારે અહીં વનમાં માનવનો સંભવ ન હોવાથી અને સ્થાણુના ધર્મોનું જ દર્શન થતું હોવાથી, અહીં વનમાં સ્થાણુ જ ઘટે છે. તેથી કહ્યું છે કે...
“આ અરણ્ય છે, સૂર્ય અસ્તને પામ્યો છે (સૂર્યાસ્ત થયો છે), (તેથી) અહીં અત્યારે માનવ સંભવતો નથી. (તેથી) નિશ્ચયથી પક્ષીઓને ભજનાર (અર્થાતુ પક્ષીઓ જેની આસપાસ ફરી રહ્યા છે તે) સ્મરારાતિ સમાન નામ છે, તે સ્થાણુ વડે હોવું જોઈએ. અર્થાત્ સ્થાણુ હોવું જોઈએ //ના”
(સ્મારારાતિ એક શંકરનું નામ છે અને સ્થાણુપણ શંકરનું નામ છે. તેથી શંકર (સ્થાણુ) સમાન નામ સ્થાણું છે)
આ *તકની વ્યાખ્યા થઈ. હવે નિર્ણયતત્ત્વને કહે છે. પૂર્વે જેનું સ્વરૂપ કહ્યું તે સ્વરૂપવાળા સંદેહ અને તર્કની અનંતર (પછી) જ્ઞાન થાય છે કે “આ સ્થાણુ જ છે.” અથવા “આ પુરૂષ જ છે.” તે નિર્ણય-નિશ્ચય કહેવાય છે. “યતુ (ય:)” અને “તતુ(સ:)ના અર્થનો નિયત સંબંધ હોવાથી શ્લોકમાં કહેલ ન હોવા છતાં પણ ક્યાંક-ક્યાંક જોવા મળે છે. તેથી અહીં (નિર્ણયની વ્યાખ્યામાં) તે બેનો સંબંધ કરીને વ્યાખ્યા કરી છે. આ રીતે અન્યત્ર પણ જાણવું. ll૨૭-૨૮
૪૧, ન્યાયસૂત્રમાં તર્કનું લક્ષણ : (અહીં તર્ક અને નિર્ણયનું લક્ષણ ઉપરના લક્ષણની સાથે સંગત હોવા છતાં
રજુઆતની શૈલી ભિન્ન છે) તે જોઈએ - વિજ્ઞાતિતત્ત્વાર્થે વેરિણપત્તિતતત્ત્વજ્ઞાનાર્થમૃદત ll૧-૧-૪oll અર્થાત્ જે તત્ત્વનું (અર્થનું) જ્ઞાન ન થયું, તે અર્થનું જ્ઞાન મેળવવા માટે (કારણોપપત્તિત:) વ્યાપ્યના આરોપથી તત્ત્વના જ્ઞાન માટે (ઢ:) વ્યાપકનો આરોપ કરવો તેનું નામ તર્ક છે. કહેવાનો આશય એ છે કે જે વસ્તુના સામાન્યધર્મ સમજાયા હોય પણ વિશેષધર્મો ન સમજાયા હોય, તો તે સમજવા માટે કારણ (લિંગ-હેતુ)ની સિદ્ધિ દ્વારા સાધ્યવસ્તુની સિદ્ધિની સંભાવના કરવી તેનું નામ તક. તર્કની ઉપયોગિતા : તર્ક પ્રમાણોથી ભિન્ન છે. અને તત્ત્વજ્ઞાનથી પણ ભિન્ન છે. પ્રમાણો જે વખતે શંકાને કારણે તત્ત્વજ્ઞાનને ઉત્પન્ન કરવા કુંઠિત બને છે. તે વખતે તર્ક પ્રમાણના માર્ગમાં આવેલી શંકાને દૂર કરી આપે છે અને પછી પ્રમાણતત્ત્વજ્ઞાનને ઉત્પન્નકરવા સમર્થ બને છે. તર્ક પ્રમાણોને મદદકરનાર હોવાથી વાદમાં તેનો ઉપયોગ થાય છે. તર્કના પાંચ ભેદો માનવામાં આવેલ છે. (૧) આત્માશ્રય, (૨)
અન્યોન્યાશ્રય, (૩) ચક્રક, (૪) અનવસ્થા, (૫) અબાધિતાર્થ પ્રસંગ. ૪૨. નિર્ણય : ન્યાયસૂત્ર : વિકૃર પક્ષપ્રતિપક્ષાગામર્થીવધારને નિર્ણય: ૧-૧-૪૧|અર્થાત્ સંદેહ પામીને (વિમૃશ્ય)