________________
२०२
षड्दर्शन समुच्चय भाग - १, श्लोक - २६, नैयायिक दर्शन
તરીકે સમર્થઈશ્વરની સિદ્ધિ થાય છે. (અર્થાતુ પૃથ્વી આદિના કર્તામાં સર્વજ્ઞત્વ અને વિભુત્વ માનવું જોઈએ.)
કહેવાનો આશય એ છે કે કાર્યવહેતુથી પૃથ્વી આદિમાં બુદ્ધિમત્કર્તૃત્વ સિદ્ધ થાય છે. તે પૃથ્વી આદિના ઉપાદાનકારણનું પ્રત્યક્ષ, કાર્યકરવાની ઇચ્છા અને પ્રયત્ન, આ ત્રણનાકારણે થયેલું છે, એમ માનવામાં આવે છે. આથી પૃથ્વી આદિના કર્તા તરીકે ઉપાદાનકારણોનું નિત્યજ્ઞાન (સર્વજ્ઞત્વ) અને વિભુત્વ આ બેથીયુક્ત ઈશ્વરની સિદ્ધિ થાય છે.
આમ પૃથ્વી આદિમાં બુદ્ધિમત્કર્તુત્વની સિદ્ધિથયા પછી પૃથ્વી આદિના કર્તા તરીકે સર્વજ્ઞત્વ અને વિભુત્વથી યુક્ત ઈશ્વરની સિદ્ધિ થાય છે. તે અધિકરણસિદ્ધાંત કહેવાય છે.
(૪) અભ્યપગમસિદ્ધાંત : પૌઢવાદિઓ વડે પોતાની બુદ્ધિનો અતિશય બતાવાની ઇચ્છાથી ગમે તે અપરીક્ષિત વસ્તુને સ્વીકારીને (તે વસ્તુની પરીક્ષા કરવાનું બાજું પર રાખી) વિશેષપરીક્ષા કરાય તે અભ્યગમસિદ્ધાંત કહેવાય છે.
જેમકે : “શબ્દ દ્રવ્ય હોવ' (અહીં શબ્દ દ્રવ્ય છે કે ગુણ છે, તે અપરીક્ષિત છે. છતાં પણ તેને દ્રવ્ય તરીકે પરીક્ષા કર્યા વિના સ્વીકારીને), તે શબ્દ નિત્ય છે કે અનિત્ય ? આવી વિશેષપરીક્ષા કરાય છે. અર્થાત્ શબ્દનું દ્રવ્યત્વ ઇષ્ટ નથી છતાં પણ તેને) સ્વીકારીને નિત્યત્વ - અનિયત્વની વિશેષપરીક્ષા કરાય છે તે અભુગમસિદ્ધાંત કહેવાય.
અહીં એ જાણવું કે શબ્દનું દ્રવ્યત્વ ઇષ્ટ નથી, પણ પોતાની બુદ્ધિનો અતિશય બતાવવા અને પ્રતિવાદિની બુદ્ધિની અવગણના કરવા, શબ્દમાં અમુક સમય સુધી દ્રવ્યત્વનો સ્વીકાર કરીને તેમાં નિત્યત્વ છે કે અનિત્યત્વ, એની વિશેષપરીક્ષા કરવી તે ૪અભ્યપગમસિદ્ધાંત કહેવાય છે.
આ પ્રમાણે સિદ્ધાંતના ચાર પ્રકાર છે. //રકા. ૩૪ ન્યાયસૂત્રમાં આ સિદ્ધાંતના બે રીતે અર્થ કરીને બતાવેલ છે. એક, ઉપર પ્રમાણેનો અર્થ અને બીજો નીચે
પ્રમાણેનો અર્થ જાણવો.
પરીક્ષિતામ્યપ માત્ તરિશેષપરીક્ષામગ્રુપમસિદ્ધાંતઃ ૧-૧-૩૧ અર્થાત્ કોઈપણ વસ્તુનો સૂત્રમાં નિર્દેશ ન કર્યો હોવા છતાં, તે વસ્તુના વિશેષ ધર્મોની પરીક્ષા કરવી તે અભ્યયગમસિદ્ધાંત છે. જેમકે મનનો ઇન્દ્રિય તરીકે ન્યાયદર્શનમાં કોઈ ઠેકાણે નિર્દેશ કર્યો નથી, તેમ છતાં મન ઇન્દ્રિય છે. એમ ન્યાસુત્રકાર ગૌતમ માને છે. તેથી તેની વિશેષ પરીક્ષા કરે છે. મનમાં ઇન્દ્રિયત્વ બતાવ્યા વિના તેની વિશેષ પરીક્ષા કરવી એ અભ્યપગમસિદ્ધાંતને કારણે છે. પરમતનપ્રતિષિદ્ધમનમતં મતિ (અન્યના મતનું ખંડન ન કર્યું હોય તો, તે મત માન્ય છે. એવી શાસ્ત્રની યુક્તિ છે.) વૈશેષિકશાસ્ત્રમાં મનને ઇન્દ્રિય તરીકે ગણાવ્યું છે અને