________________
१७२
षड्दर्शन समुश्चय भाग-१, श्लोक - १७, १८, १९, नैयायिक दर्शन
ननूनतत्वादिधर्मयुक्तानामपि मेघानां वृष्ट्यजनकत्वदर्शनात्, कथमैकान्तिकं कारणात्कार्यानुमानमिति चेत्, न । विशिष्टस्योन्नतत्वादेर्धर्मस्य गमकत्वेन विवक्षितत्वात् । न च तस्य विशेषो नासर्वज्ञेन निश्चेतुंपार्यत इति वक्तुं शक्यं, सर्वानुमानोच्छेदप्रसक्तेः । तथाहिमशकादिव्यावृत्तधूमादीनामपि स्वसाध्याव्यभिचारित्वमसर्वविदा न निश्चेतुं शक्यमिति वक्तुं शक्यत एव । अथ सुविवेचितं कार्यं कारणं न व्यभिचरतीति न्यायाद्भूमादेर्गमकत्वम्, तत्तत्रापि समानम् । यो हि भविष्यवृष्ट्यव्यभिचारिणमुन्नत्वादिविशेषमवगन्तुं समर्थः, स एव तस्मात्तमनुमिनोति, नागृहीतविशेषः । तदुक्तम्, अनुमातुरयमपराधो नानुमानस्येति ।
ટીકાનો ભાવાનુવાદ :
શંકા : ઉન્નત્વાદિ ધર્મથી યુક્ત વાદળો પણ વૃષ્ટિના અજનક જોવા મળે છે. (અર્થાત્ ઘનઘોર વાદળ પણ વરસતા નથી, એવું જોવા મળે છે). તો કારણથી કાર્યનું અનુમાન એકાંતિક સત્ય કેવી રીતે થાય ?
સમાધાનઃ આવું ન કહેવું. કારણકે અહીં વિશિષ્ટ ઉન્નત્વાદિધર્મ જ (વૃષ્ટિના) ગમક તરીકે વિવક્ષિત છે. ૧૨. કનૈયાયિકોના મતાનુસાર અનુમાન (WHIT) વિશે વક્ર વિશેષ : અનુતિવરમ્ અનુનમ્ - અનુમિતિના કરણને
અનુમાન કહેવાય છે અને અનુભતી જ્ઞાનં ર પરામર્શે વ્યાપાર: અમિત: કરું | અનુમિતિ પ્રત્યે વ્યાપ્તિજ્ઞાન કરણ છે. અને પરામર્શ વ્યાપાર છે. અનુમિતિ ફળ છે. અનુમાન જ્ઞાનની પૂર્વે બે પ્રત્યક્ષજ્ઞાન થવાં જોઈએ. એક હેતુનું પ્રત્યક્ષજ્ઞાન અને બીજું સમાન્તરમાં હેતુ અને સાધ્યના સંબંધનું પ્રત્યક્ષજ્ઞાન. દા.ત ધૂમ એ હેતુથી પર્વત આદિ પ્રદેશમાં અગ્નિનું અનુમાન કરવું છે, તો પર્વત તથા ધૂમ અને અગ્નિના સંબંધનું પ્રત્યક્ષજ્ઞાન મહાનસમાં થયેલું હોવું જોઈએ. ધૂમને જોયા પછી ધૂમ અને અગ્નિના સંબંધના પ્રત્યક્ષજ્ઞાનનું સ્મરણ થશે. એટલે અગ્નિનું અનુમાન પણ સહેલાઈથી થઈ શકશે. આદિમાં ધૂમનું પ્રત્યક્ષજ્ઞાન થવું જોઈએ. “જ્યાં જ્યાં ધૂમ છે, ત્યાં ત્યાં અગ્નિ પણ છે”—આવું વ્યાપ્તિજ્ઞાન જે માણસને નહીં હોય તેને ધૂમ જોવા છતાં અગ્નિનું અનુમાન થઈ શકશે નહિ. ન્યાયબોધિનીમાં વ્યાપારનું લક્ષણ આ પ્રમાણે છે. તન્યત્વે ક્ષત્તિ તન્વચનનતંતુ વ્યાપ: 1 જ કારણથી ઉત્પન્ન થાય છે અને કારણથી ઉત્પન્ન થનારા ફલનો પણ જે જનક હોય તે વ્યાપાર કહેવાય છે. દા. ત. દંડથી ચક્રમાં ભ્રમણ ઉત્પન્ન થાય છે અને ભ્રમણ દંડથી ઉત્પન્ન થનાર ઘટનો પણ જનક છે. માટે દંડથી ઉત્પન્ન થનાર ઘટ પ્રતિ ચક્ર ભ્રમણ એ વ્યાપાર છે. અનુમિતિજ્ઞાનમાં પણ વ્યાપ્તિજ્ઞાનથી અનુમિતિ ઉત્પન્ન થાય છે અને બે જ્ઞાન વચ્ચે “પરામર્શ' જ્ઞાન પણ અવશ્ય હોય છે. પરામર્શનો આકાર આ પ્રમાણે છે. વ્યાજ્ઞિવિશિષ્ટપક્ષધર્મતાજ્ઞાન પરામઃ | - ધૂમાદિ હેતુમાં વ્યાપ્તિ અને હેતુ પર્વતાદિ પક્ષમાં છે, એવું જે જ્ઞાન તે પરામર્શ કહેવાય છે. અર્થાત્ વહ્નિવ્યાપ્યધૂમવાનાં પર્વત-ઇત્યાકારક જ્ઞાન પરામર્શ છે. આ જ્ઞાન થતાં પહેલાં બે જ્ઞાન થવા