________________
षड्दर्शन समुचय भाग - १, श्लोक - २४, नैयायिक दर्शन
१९१
રૂપ, રસ અને સ્પર્શ આ ત્રણ પાણીના ગુણો છે. રૂપ અને સ્પર્શ તૈજસૂના ગુણો છે. એક સ્પર્શ વાયુનો ગુણ છે. અને શબ્દ આકાશનો ગુણ છે. આ રીતે પાંચ રૂપાદિ “અર્થો જાણવા.
ઉપલબ્ધિ અને જ્ઞાન બુદ્ધિના પર્યાયવાચિ શબ્દો છે. તે બુદ્ધિ ક્ષણિક અને ભોગના સ્વભાવવાળી હોવાથી સંસારનું કારણ છે. તેથી હેય છે.
રૂપ કાર્ય તો જેમ હાથથી થાય છે, તેમ મોઢાથી પણ થાય છે, માટે તે અસાધારણ કાર્ય નથી. વળી કંઠ, હૃદય, આમાશય, પક્વાશય પણ અસાધારણ કાર્ય કરે છે, તો તેને પણ ઇન્દ્રિયો માનવી પડશે માટે કર્મેન્દ્રિયનું લક્ષણ બાંધવું એ અર્થ વગરનું છે. આથી સમજી શકાય છે કે નૈયાયિકો જે જ્ઞાન ઉત્પન્ન કરવાનું અસાધારણ કારણ છે,
તેને જ ઇન્દ્રિયો માને છે. ૧૯. પૃથ્વી, પાણી અને તેજસુ આ ત્રણ દ્રવ્યોનું ગ્રહણ બાહ્ય ઇન્દ્રિયોથી થાય છે અને બાકીના છ દ્રવ્યોનું અનુમાનથી
ગ્રહણ થાય છે. ગંધાદિ ગુણોનું ગ્રહણ ઘાણાદિ ઇન્દ્રિયોથી થાય છે. પ્રશસ્તપાદભાષ્યમાં ગુણોના બે વિભાગ પાડ્યા છે. રૂપ, રસ, ગંધ, સ્પર્શ, સ્નેહ, સાંસદ્ધિક દ્રવત્વ, બુદ્ધિ, સુખ, દુ:ખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મ, ભાવના અને શબ્દ વિશેષગુણો છે. તથા સંખ્યા, પરિણામ, પૃથકત્વ, સંયોગ, વિભાગ, પરત્વ, અપરત્વ, ગુરુત્વ, નૈમિત્તિક દ્રવત્વ અને વેગ સામાન્ય ગુણો છે. સ્વાધારભૂત દ્રવ્યને જે ગુણો અન્ય દ્રવ્યોથી અલગ કરી બતાવે તે
વિશેષગુણ કહેવાય છે. શંકા: પૃથ્વીમાં ગંધઆદિ ચારગુણો હોવા છતાં ઘાણ ઇન્દ્રિયથી જ ગંધનું ગ્રહણ કેમ થાય છે ? સમાધાન : ન્યાયસૂત્રમાં તવ્યવસ્થાપનું તુ પૂજ્યન્ત ll૩-૧-૭૧. સૂત્રથી તેનું કારણ જણાવેલ છે. અહીં
ભૂયસ્વ=પ્રધાનતા. પૃથ્વીમાં ગંધ ગુણની પ્રધાનતા છે અને ધ્રાણેન્દ્રિયમાં પણ ગંધ ગુણની પ્રધાનતા છે. માટે પૃથ્વી અને ધ્રાણેન્દ્રિયનો કાર્યકારણભાવ માનવો જોઈએ. તેજ રીતે રસના ઇન્દ્રિય અને જલનો તથા ચક્ષુરિન્દ્રિય અને તેજનો પણ કાર્ય-કારણભાવ માનવો જોઈએ. ઇન્દ્રિયની રચનામાં જીવાત્માનું અદષ્ટ પણ કારણ તરીકે છે. આથી સમજી શકાય છે કે પૃથ્વી આદિ દ્રવ્ય અને ગંધાદિ ગુણો પરસ્પર જુદા છે. પણ સમવાય સંબંધને લીધે બે
ફળની માફક અલગ-અલગ અનુભવી શકાતા નથી. ૨૦. ન્યાયસૂત્રમાં કહ્યું છે કે - પશ્ચિમિનન્તરમ્ II૧-૧-૧૫ll અર્થાત્ બુદ્ધિ, ઉપલબ્ધિ અને જ્ઞાન એ ત્રણે
એક અર્થના વાચક છે. ઇન્દ્રિયોનો અર્થ સાથે સંબંધ થવાથી આત્માની અંદર જે અર્થનો અભૌતિક પ્રકાશ જન્મે છે, તેનું નામ બુદ્ધિ અને તે જ જ્ઞાન. જો જ્ઞાનને બુદ્ધિનો ધર્મ માનવામાં આવે તો બુદ્ધિને ચેતન માનવી જોઈએ. અને ચેતન માનવામાં આવે તો શરીરમાં એક પુરુષરૂપ ચેતન આત્મા અને બુદ્ધિરુપ ચેતના=આત્મા એમ બે ચેતન થશે. પણ શરીરમાં એક જ આત્મા સર્વ યુક્તિ અને પ્રમાણથી સિદ્ધ છે. આ સૂત્રમાં ઉપલબ્ધિ અને જ્ઞાન એ બુદ્ધિના પર્યાયવાચક શબ્દો છે અને તે સમાન અને અસમાનજાતિય અર્થોથી બુદ્ધિને અલગ કરતા હોવાથી લક્ષણવાચક થઈ શકે છે. જે લોક બુદ્ધિ, ઉપલબ્ધિ અને જ્ઞાનને ભિન્ન-ભિન્ન માને છે તે અયોગ્ય છે. એમ બતાવવા માટે સૂત્રકારે બુદ્ધિના પર્યાયવાચક શબ્દોને લક્ષણવાચક તરીકે મુક્યા છે. (સાંખ્યમતના અનુયાયીઓ ત્રણે શબ્દોના ભિન્ન-ભિન્ન અર્થ કરે છે.) બુદ્ધિ સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણ આ ત્રણેગુણોનો જે વિકાર છે તે જ બુદ્ધિ અને તેનું બીજું નામ મહતું' તત્ત્વ