________________
षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - २५, नैयायिक दर्शन
१९७
અહીં શ્લોકમાં વિ' શબ્દ સાત અર્થો પૈકી “વિતર્ક' અર્થમાં છે. દૂરથી જોવા વડે પદાર્થને સામાન્ય રીતે જાણતો દ્રષ્ટા, તે પદાર્થના વિશેષસ્વરૂપનો સંદેહ કરતો વિતર્ક-વિચારણા કરે છે કે – આ સામે રહેલ પ્રત્યક્ષ વસ્તુ શું સ્થાણું છે કે પુરુષ છે ? જે અનેકકોટી પરામર્શનો સંદિગ્ધવિમર્શ છે તે સંશય માનેલો છે. નથી. તેજ અને જળના કોઈ પણ વિશેષગુણો ધ્રાણેન્દ્રિયગ્રાહ્ય નથી. તેથી ગંધ તે બંનેનો પણ ગુણ નથી. બાકી
રહેલ પૃથ્વી દ્રવ્ય જ ગંધ ગુણનો આધાર છે. (૩) વિપ્રતિપર્વ પાપેક્ષો વિર્ષા: સંશય:- વિપત્તિપત્તિ એટલે એક અર્થના સંબંધમાં ઉચ્ચારાતા પરસ્પરવિરુદ્ધ વાક્યો.
એ વાક્યો સાંભળવાથી અને તેમાં નિર્ણાયકવિશેષ વસ્તુ શું છે, એ ન જાણી શકવાથી સંશય ઉત્પન્ન થાય છે. જેમકે એકવાદિ આત્માને નિત્ય કહે છે, જ્યારે બીજો પ્રતિવાદિ આત્માને અનિત્ય કહે છે. આમ પરસ્પરવિરુદ્ધ
વાક્યો સાંભળવાથી વિશેષવસ્તુના જ્ઞાનમાં સંશય થાય છે. (૪) ૩૫૦થ્થવ્યવસ્થાત: વિમર્શ: સંશય: ઉપલબ્ધિની અવ્યવસ્થા (અનિયમ)થી પેદા થતો સંશય. સત્ય પાણી
તળાવાદિમાં જણાય છે. અને અસત્ય પાણી મૃગતૃણિકામાં પણ જણાય છે. હવે કોઈક વખતે કોઈક ઠેકાણે જ્ઞાતાને પાણીની ઉપલબ્ધિ થઈ, તે વખતે દ્રષ્ટાને આ સાચાપાણીની ઉપલબ્ધિ થતી હશે કે ખોટાપાણીની ઉપલબ્ધિ થતી હશે ? એવા વિચારમાં પડી જાય છે. આને ઉપલબ્ધિની અવ્યવસ્થા કહેવાય. સત્ય અને અસત્યનું અનુક્રમે સાધક અને બાધકપ્રમાણ જ્ઞાતાને ન મળવાથી સંશય ઉત્પન્ન થાય છે. આ સંશયને ઉપલબ્ધિની
અવ્યવસ્થાથી થતો સંશય કહેવાય છે. (૫) અનુપથ્થવ્યવસ્થાતઃ વિન: સંશય:- વસ્તુ વિદ્યમાન હોવા છતાં કોઈપણ આવરણથી ઢંકાયેલી અથવા ભૂમિમાં
દટાયેલી હોય તો તેની ઉપલબ્ધિ થતી નથી. હવે કોઈ વખતે જ્ઞાતાને એક ઠેકાણે વસ્તુની ઉપલબ્ધિ થતી નથી. તે વખતે જ્ઞાતા વિચારમાં પડી જાય છે કે, આ જે અનુપલબ્ધિ થઈ રહી છે તે વસ્તુ હોવાને લીધે કે ન હોવાને લીધે ? આ અનુપલબ્ધિની અવ્યવસ્થા છે. આનાથી થતો જે સંશય છે, તે અનુપલબ્ધિની અવ્યવસ્થાથી થતો સંશય કહેવાય છે. આ પાંચ કારણોથી થતા સંશયોમાં પહેલા બેમાં જે સમાનધર્મ અને અનેક (અસાધારણ) ધર્મ બતાવ્યા છે તે શેયની અંદર રહેલા ધર્મો છે. અને ઉપલબ્ધિની અવ્યવસ્થા તથા અનુપલબ્ધિની અવ્યવસ્થા એ
જ્ઞાતા=આત્માની અંદર રહેલા ધર્મો છે. પ્રશ્ન : સંશયને સોળ તત્ત્વોમાં શા માટે ગણાવ્યો છે ? ઉત્તર : સંશય એ ન્યાયનું પૂર્વ અંગ છે. તેથી તેનો તત્ત્વોમાં સમાવેશ કર્યો છે. સંશયવાળી બાબતમાં અથવા સંશયવાળા
અર્થમાં જ ન્યાય (પ્રતિજ્ઞા, હેતુ દૃષ્ટાંત, ઉપનય અને નિગમન આ પાંચ વાક્યો દ્વારા કોઈપણ વિષયને સ્પષ્ટ સમજાવવો તે ન્યાય)ની પ્રવૃત્તિ થઈ શકે છે. જે વિષયમાં સ્ટેજ પણ સંશય નથી, તે ન્યાયનો વિષય બની શકતો નથી. તથા જે અર્થ સામાન્ય રૂપે જાણ્યો ન હોય તેમાં પણ ન્યાય ચાલી શકતો નથી. પણ જે અર્થ સંદિગ્ધ હોય તેમાં જ ન્યાય ચાલી શકે છે. જેમકે-વાદિ કહે કે પ્રયત્ન કરવાથી શબ્દ ઉત્પન્ન થાય છે માટે શબ્દ અનિત્ય છે,
જ્યારે પ્રતિવાદિ કહે છે કે પ્રયત્ન કરવાથી માત્ર શબ્દ ઉપર રહેલું આવરણ જ દૂર થાય છે અને તે દૂર થયે છતે શબ્દ સાંભળી શકાય છે. માટે શબ્દ સદૈવ વિદ્યમાન છે અને તેથી નિત્ય છે. આ બે વાદિ અને પ્રતિવાદિના કથનથી સાંભળનારને “શબ્દ નિત્ય હશે કે અનિત્ય” આવો સંદેહ થાય છે. હવે આ સંદેહને ન્યાયથી દૂર કરી નિર્ણય લાવવો જોઈએ. વળી ન્યાયસૂત્રના ભાષ્યમાં લખ્યું છે કે - નાળેિ ન નિતાર્થે ચાય: પ્રવર્તત, વિક્ર તર્દિ ? સંશર્થેિ |