________________
षड्दर्शन समुच्चय भाग - १, श्लोक - २४, नैयायिक दर्शन
१८९
ચક્ષુ આદિ પાંચ ઇન્દ્રિય તથા મન, સુખ છે આદિમાં તે સુખાદિ પ્રમેય છે. અર્થાત્ આત્માઆદિ ઇન્દ્રિયો અને સુખાદિ પ્રમેય છે. અહીં બંને વિશેષણમાં આદિ પદથી બાકીના સાતપ્રમેયનો સંગ્રહ જાણવો. આમ આત્મા, શરીર, બુદ્ધિ, ઇન્દ્રિય, સુખ આદિ બાર પ્રમેય છે. આ બાર પ્રમેયો નિયાયિકસૂત્રમાં કહેલા છે – આત્મશરીન્દ્રિયર્થવૃદ્ધિમનઃ પ્રવૃત્તિોષપ્રેમવB વાપવમેન કાશવિદં તદ્વિતિ પ્રમેયમ્ ! (૧-૧-૯) ! અર્થાત્ આત્મા, શરીર, ઇન્દ્રિય, ઇન્દ્રિયના વિષયો, બુદ્ધિ, મન, પ્રવૃત્તિ, દોષ, પ્રેત્યભાવ, ફળ, દુ:ખ, અપવર્ગ એ બાર પ્રમેય છે. આ બાર પ્રમેયોમાં શરીર, ઇન્દ્રિય, અર્થ(વિષયો), બુદ્ધિ, મન, પ્રવૃત્તિ, દોષ, પ્રેત્યભાવ, ફળ અને દુઃખ આ ૧૦ પ્રમેયો હેય છે. અપવર્ગ ઉપાદેય છે. પરંતુ આત્મા કથંચિત્ હેય અને કથંચિત્ ઉપાદેય છે. સુખદુ:ખાદિ ભોıપણાથી હેય છે અને ઉન્મુક્તપણાથી ઉપાદેય છે. ત્યાં ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, સુખદુઃખ અને જ્ઞાનાદિનો આશ્રય આત્મા છે. સચેતનત્વ, કર્તૃત્વ, સર્વગ– આદિ ધર્મોવડે આત્મા પ્રતીત થાય છે. (૧)
(૨) ૭ શરીર : ભોક્તાના ભોગનું જે આયતન (સ્થાન) છે, તે શરીર કહેવાય છે. (આ વ્યાખ્યા ન્યાયકંદલીયારના મતે છે).
ચક્ષુ આદિ ઇન્દ્રિયદ્વારા બાહ્યપ્રત્યક્ષ થઈ શકતું નથી. મનથી તો તેનું પ્રત્યક્ષ થઈ શકે છે. પરકીય આત્માનું તો માનસપ્રત્યક્ષ પણ થઈ શકતું નથી. ઉપરોક્તસૂત્રમાં સૂત્રકારે આત્માના અનુમાનનો પ્રકાર બતાવેલ છે. ઇચ્છાદિ આત્માના અસાધારણ ધર્મો છે; તેથી તે આત્માનાં લક્ષણ થઈ શકે છે. ઇચ્છાદિગુણો શરીરમાં રહેતા ન હોવાથી શરીરથી અન્યઆત્માનું અનુમાન થઈ શકે છે. ઇચ્છાદિ ગુણો શરીરમાં નથી. જો શરીરમાં માનીએ, તો મૃતશરીરમાં પણ ઇચ્છાદિની આપત્તિ આવશે. આથી ઇચ્છાદિ શરીરનાગુણો નથી. મનમાં પણ ઇચ્છાદિની ઉત્પત્તિ થઈ શકતી નથી, કારણકે મન તો ઇચ્છાઆદિને ઉત્પન્ન કરવાનું સાધન છે. જે સાધન હોય તે કાર્યનો આધાર (ઉપાદાન કારણ) થઈ શકે નહીં. પૃથ્યાદિ નવદ્રવ્યોમાં પૃથ્વી, પાણી, તેજ, વાયુ, આકાશ, કાળ અને દિશા આ દ્રવ્યોમાંથી કોઈપણ દ્રવ્ય ઇચ્છાદિનો આધાર નથી. એ તો સ્પષ્ટ છે અને મન તો સાધન છે. આથી આધાર બની શકતું નથી. સામાન્ય નિયમ છે કે સાધનજન્ય ક્રિયા સાધનમાં નહીં પણ અન્યમાં બને છે. તેથી મનરૂપ સાધનજન્ય ઇચ્છાદિ, મનમાં નહીં પણ અન્યમાં હોવી જોઈએ. વળી ઇચ્છાદિગુણો હોવાના કારણે તેનો આધાર પણ હોવો જોઈએ. આથી આધાર તરીકે નવમું દ્રવ્ય આત્મા સિદ્ધ થાય છે. “હું ઇચ્છું છું”, “હું જાણું છું” એવી પ્રતીતિ પણ થાય છે. માટે આત્મા જ ઇચ્છાદિ ગુણોનું ઉપાદાનકારણ (સમાયિકારણ) છે. એવું પરિશેષ અનુમાનથી સિદ્ધ થાય છે. આ સૂત્રથી પરમાત્માનું લક્ષણ પણ સૂચિત થાય છે. તે આ પ્રમાણે - જેની અંદર નિત્ય ઇચ્છા છે, નિત્ય પ્રયત્ન છે, નિત્ય સુખ છે, નિત્યજ્ઞાની છે, તે પરમાત્મા-ઇશ્વર છે. આત્માનું સ્વરૂપ સમાવિના મુક્તિ મળી શક્તી નથી. મુક્ત-અવસ્થામાં પણ આત્મા પોતાના સ્વરૂપમાં જ સ્થિત રહે છે માટે આત્મસ્વરૂપ
ઉપાદેય પક્ષમાં રહે છે. ૧૭. ન્યાયસૂત્રાનુસાર શરીરનું લક્ષણ-વેન્દ્રિાર્થાશ્રય: શરીરમ્ (૧-૧-૧૧) ! અર્થાત્ ચેષ્ટા, ઇન્દ્રિય અને અર્થનો
જે આશ્રય છે તે શરીર કહેવાય છે.