________________
१९०
षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - २४, नैयायिक दर्शन
ઘાણ, રસન, ચક્ષુ, ત્વક અને શ્રોત્ર એમ પાંચ ઇન્દ્રિયો છે. રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ એમ પાંચ અર્થો છે (વિષયો છે.) ત્યાં ગંધ, રસ, રૂપ, અને સ્પર્શ, આ ચાર પૃથ્વીના ગુણો છે.
જો ચેષ્ટાનો અર્થ માત્ર ક્રિયા જ લેવામાં આવે તો વૃક્ષ-રથગાડી આદિમાં પણ ક્રિયા જોવામાં આવે છે, માટે તેને પણ શરીર કહેવાની આપત્તિ આવશે. માટે અહીં ચેષ્ટા શબ્દ વિશેષ પ્રકારની ક્રિયાનો વાચક છે. એમ સમજવું જોઈએ. મેળવવા ઇચ્છિત અર્થ અને ત્યજવાને ઇચ્છિત અર્થને ઉદ્દેશીને ઇસા (મેળવવાની ઇચ્છા) અને જિહાસા (છોડાવાની ઇચ્છા)થી પ્રેરાયેલા પુરૂષનો વ્યાપાર=પ્રયત્ન જેને લીધે થાય છે તે શરીર. એટલે ચેષ્ટાનો અર્થ પુરૂષની અંદર થતો પ્રયત્ન લેવો અને એ પ્રયત્ન પુરૂષ (જીવાત્મા) શરીરને લીધે જ કરી શકે છે. માટે ચેષ્ટાનો આશ્રય શરીર કહેવાય છે. ઇન્દ્રિયનો આશ્રય શરીર છે. શરીરને લીધે જ ઇન્દ્રિયો પોતપોતાના કાર્યમાં પ્રવૃત્ત થાય છે. જો શરીર ન હોય તો નિરાધારસ્વતંત્ર બનેલી ઇન્દ્રિયો પોતપોતાનું કાર્ય કરી શકે નહીં. શરીરમાં શક્તિ હોય તો ઇન્દ્રિયોમાં ગ્રાહકશક્તિ સારી હોય છે. અને શરીર અત્યંતક્ષીણ હોય તો ઇન્દ્રિયોની ગ્રાહકશક્તિ પણ મંદ પડી જાય છે. આમ શરીર ઇન્દ્રિયોને મદદ કરનાર હોવાથી શરીર ઇન્દ્રિયનો આશ્રય માનવામાં આવે છે.
આશ્રયનો અર્થ અહીં ઇન્દ્રિયોનું સમવાધિકારણ (ઉપાદાનકારણ) સમજવાનું નથી. • જેને લીધે ઇન્દ્રિયો બાહ્યપદાર્થો સાથે સંબંધ પામી સુખ-દુ:ખસ્વરૂપ અર્થનું કારણ બને છે તે જ શરીર. અહીં
અર્થ' શબ્દથી સુખ અને દુ:ખ જ સમજવા, પણ રૂપાદિ અર્થો નહીં. ૧૮. ન્યાયસત્રમાં જણાવ્યું છે કે - પ્રારનામુત્વોત્રાળક્રિયા પૂણ: ૧-૧-૧૨ અર્થાતુ ધ્રાણ, રસન,ચક્ષુ, ત્વક,
અને શ્રોત્ર આ પાંચ ઇન્દ્રિય છે. તેની ઉત્પત્તિ અનુક્રમે પૃથ્વી, પાણી, તેજ, વાયુ અને આકાશમાંથી થાય છે. અહીં બાહ્ય ઇન્દ્રિયોનું લક્ષણ અભીષ્ટ હોવાથી મનનું ગ્રહણ કર્યું નથી. કારણકે મન આંતર ઇન્દ્રિય છે. આ સૂત્રમાં બાહ્ય ઇન્દ્રિયો જે લક્ષ્ય તરીકે છે તે પૂરેપ્ય:' શબ્દદ્વારા સૂચિત કરે છે. “પૂણ્ય:શબ્દ ઇન્દ્રિયોના સમવાધિકારણ તરીકે સૂત્રમાં વપરાયો છે. મન આંતર ઇન્દ્રિય અને નિત્ય હોવાથી તેનું ઉપાદાનકારણ (સમવાધિકારણ) કોઈપણ મહાભૂત સંભવી શકતું નથી. જે લોકો (સાંખ્યો) ઇન્દ્રિયોનું ઉપાદાનકારણ અહહાર છે, એમ માને છે, તે મતનું ખંડન પણ “મૂખ્ય:' કારણ-વાચક શબ્દ મુકવાથી થઈ જાય છે. નાયિકો ઇન્દ્રિયોને અહંકારમાંથી ઉત્પન્ન થયેલી માનતા નથી, પણ પાંચ મહાભૂતોમાંથી ઉત્પન્ન થયેલી માને છે. સૂત્ર ૩-૧-૯૩માં કહ્યું છે કે ભૂતપુ વિશેષોપચ્ચેસ્તાવાગ્યમ્' અર્થાત્ - પૃથ્વી આદિ ભૂતોના વિશેષગુણોના ઉપલબ્ધિ (અભિવ્યક્તિ)નું કારણ હોવાથી ઇન્દ્રિયોના કારણે પૃથ્વી આદિ પાંચભૂતો છે. (સાંખ્યમતમાં પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય અને એક મન એમ અગીયાર ઇન્દ્રિયો ગણાવી છે.) ઇન્દ્રિયોની સંખ્યાના વિષયમાં વાચસ્પતિમિશ્રએ ન્યાયવાર્તિક તાત્પર્યટીકામાં કહ્યું છે કે ઇન્દ્રિયો પાંચ હોવાથી હાથ, પગ, પાયુ, ઉપસ્થ, અને વાણીમાં ઇન્દ્રિયત્વ નથી, એ સૂચિત કર્યું છે. કારણ કે તેમાં ઇન્દ્રિયનું લક્ષણ ઘટતું નથી. “જે શરીર સાથે સંયુક્ત હોય, સંસ્કારદોષથી શૂન્ય હોય, અને સાક્ષાત્ જ્ઞાનનું સાધન હોય તે જ ઇન્દ્રિય કહેવાય છે.” હાથ આદિમાં આ લક્ષણ ઘટતું નથી. જો સાંખ્યો એમ કહે કે - ઉક્ત લક્ષણ તો જ્ઞાનેન્દ્રિયોનું છે. અને હાથ આદિ તો કર્મેન્દ્રિય છે, તો સાંખ્યોએ કર્મન્દ્રિયનું લક્ષણ કહેવું જોઈએ. જો કર્મેનિયનું લક્ષણ “શરીરમાં જે આશ્રિત હોય અને અસાધારણ કાર્ય કરે તે કર્મેન્દ્રિય.” “આવું કહેશો તો તમારે (સાંખ્યોએ) કહેવું જોઈએ કે “હાથ આદિમાં અસાધારણ કાર્ય શું છે?” તમે એમ કહો કે “બોલવું તે વાણીનું ગ્રહણ કરવું એ હાથનું, ચાલવું તે પગનું, ઉત્સર્ગ અને આનંદ એ પાયુ અને ઉપસ્થનું અસાધારણ કાર્ય છે.” તો સાંખ્યોની આ વાત ઠીક નથી. કારણ કે ગ્રહણ કરવા