________________
षड्दर्शन समुचय भाग- १, श्लोक - २०, नैयायिक दर्शन
કારણ(લિંગ)થી કાર્ય(લિંગી)નું જ્ઞાન થાય તે કાર્યાનુમાન. અર્થાતુ અહીં અનુમાન પ્રસ્તાવમાં આ પૂર્વવતું અનુમાન કહેવાય છે. અથવા કારણથી કાર્યના અનુમાનને અહીં અનુમાનપ્રસ્તાવમાં પૂર્વવત્ અનુમાન કહેલ છે.
શ્લોકમાં તિ શબ્દનો અધ્યાહાર છે. તેથી કારણથી કાર્ય છે, એ પ્રમાણે અનુમાન થાય છે.
અહીં અનુમાનપ્રસ્તાવમાં કારણથી કાર્ય છે, એ પ્રમાણેના જ્ઞાનને પૂર્વવતુ અનુમાન કહેલું છે. બંને પાઠોમાં પણ અહીં જે લિંગિજ્ઞાન છે, તે અનુમાન શબ્દથી કહેલું છે અને તે પણ દ્વિતીય વ્યાખ્યાનકારના મતથી કહેલું છે. પરંતુ પ્રથમવ્યાખ્યાનકારનામતથી નહીં. પ્રથમ વ્યાખ્યાનકારનામતે તો જ્ઞાનનો હેતુ જ અનુમાનશબ્દથી વાચ્ય છે. અર્થાત્ સાધ્યનું જ્ઞાન જેનાથી થાય તે હેતુ જ અનુમાન શબ્દથી વાચ્ય છે.
આ પ્રમાણે શેષવતું અનુમાનમાં પણ જાણવું. જ્યાં સ્વજ્ઞાનના વિશિષ્ટ કારણથી કાર્યનું જ્ઞાન થાય છે, તે પૂર્વવતું અનુમાન કહેવાય છે.
અહીં અર્થોપધ્ધિતુ પ્રમાણમુ” અર્થાત્ અર્થ-પદાર્થની ઉપલબ્ધિ (જ્ઞાન)માં કારણ હોય તે પ્રમાણ કહેવાય છે. આ વચનથી કાર્યજ્ઞાન અનુમાનનું ફલ છે અને કાર્યજ્ઞાનનો હેતુ અનુમાન પ્રમાણ છે.
તેથી અહીં કારણ કે કારણનું જ્ઞાન કે કાર્ય-કારણના સંબંધનું સ્મરણ, સર્વકાર્યને જણાવતું હોવાથી પૂર્વવતું અનુમાન છે. ./૧૭-૧૮-૧૯ तस्योदाहरणमाह । હવે પૂર્વવત્ અનુમાનનું ઉદાહરણ કહે છે.
यथा-रोलम्बगवलव्यालतमालमलिनत्विषः ।
वृष्टिं व्यभिचरन्तीह नैवंप्रायाः पयोमुचः ।।२०।। શ્લોકાર્થ જેમકે-ભ્રમરા, પાડા, સર્પ, હાથી અને તાપિચ્છવૃક્ષોના જેવી મલિન (શ્યામ) કાન્તિ છે જેની તેવા વાદળો મોટાભાગે વૃષ્ટિના વ્યભિચારિ હોતા નથી. અર્થાત્ અવશ્ય વૃષ્ટિ કરનાર થાય જ છે. (આથી આવા પ્રકારના વાદળોને જોઈને વૃષ્ટિનું અનુમાન થાય છે.) ૨૦
व्याख्या- यथेति' निदर्शनदर्शनार्थः । रोलम्बा भ्रमराः, गवला अरण्यजातमहिषाः, व्याला दुष्टगजा सश्चि, तमालास्तापिच्छवृक्षः । तद्वन्मलिनाः श्यामलास्त्विषः कान्तयो येषां ते तथा । एतेन मेघानां कान्तिमत्ता वचनेनानिर्वचनीया काप्यतिशयश्यामता