________________
१६८
षड्दर्शन समुच्चय भाग - १, श्लोक १७, १८, १९, नैयायिक दर्शन
-
ટીકાનો ભાવાનુવાદ :
હવે આ ત્રણે રૂપોના ઉદાહરણો આપે છે.
(૧) અન્વયવ્યતિરેકી હેતુ :
શજોડનિત્ય:, હાર્યત્વાત્, ઘટાવિવત્, આવાશવિવત્ । અહીં ાર્યત્વ હેતુ અન્વયવ્યતિરેકી છે. કારણકે તેમાં પક્ષધર્મત્વાદિ પાંચેરૂપોનું આલંબન છે. તે આ પ્રમાણે—
(૧) પક્ષધર્મત્વ : પક્ષ-શબ્દમાં હેતુ કાર્યત્વની વૃત્તિ છે.
(૨) સપક્ષસત્ત્વ : સપક્ષ એવા ઘટમાં કાર્યત્વ હેતુની વૃત્તિ છે.
(૩) વિપક્ષાસત્ત્વ : વિપક્ષ એવા આકાશમાં કાર્યત્વ હેતુની વૃત્તિ નથી. (અહીં જેમાં સાધ્યનો સંદેહ હોય અને સાધ્યની સિદ્ધિ કરવાની હોય તે પક્ષ કહેવાય છે. જેમાં સાધ્યનો નિશ્ચય થયો હોય અર્થાત્ નિશ્ચાયત્મકજ્ઞાનના વિષયભૂત સાધ્યના આશ્રયને સપક્ષ કહેવાય છે. જેમાં સાધ્યનો નિશ્ચયથી અભાવ હોય અર્થાત્ નિશ્ચયાત્મકજ્ઞાનના વિષયભૂત સાધ્યાભાવના આશ્રયને વિપક્ષ કહેવાય છે.)
(૪) અવિરુદ્ધત્વ (અબાધિતવિષયત્વ) :- પક્ષ (શબ્દ)માં સાધ્યાભાવ=અનિત્યત્વાભાવ= નિત્યત્વનો નિશ્ચય નથી. માટે બાધ પણ નથી.
(૫) અસત્પ્રતિપક્ષત્વ : શબ્દમાં (અનિત્યત્વાભાવ=સાધ્યાભાવ=) નિત્યત્વનો સાધક બીજો કોઈ હેતુ નથી. માટે સત્પ્રતિપક્ષત્વ નથી.
(૨) કેવલાન્વયી હેતુ : અદૃષ્ટાીનિ વિત્પ્રત્યક્ષાનિ, પ્રમેયાત્, રતાવિવત્ । અહીં વિવ્રત્યક્ષત્વ - સાધ્યમાં અપ્રત્યક્ષ એવી કોઈ વસ્તુનો (વિપક્ષનો) અભાવ હોવાથી હેતુ કેવલાન્વયી છે.
પ્રમેયત્વ હેતુમાં વિપક્ષાસત્વ સિવાયના ચારરૂપોનું આલંબન હોવાથી તે કેવલાન્વયી હેતુ છે તે જોઈએ.
૧૦. (૧) પક્ષધર્મત્વ : પક્ષમાં હેતુનું હોવું (સત્ત્વ) તે પક્ષધર્મત્વ.
(૨) સપક્ષસત્વ : સપક્ષમાં હેતુનું હોવું (સત્ત્વ) તે સપક્ષસત્વ.
(૩) વિપક્ષાસત્વ : વિપક્ષમાં હેતુનું ન હોવું (અસત્ત્વ) તે વિપક્ષાસત્વ.
(૪) અવિરુદ્ધત્વ (અબાધિતવિષયત્વ) : જે હેતુનો સાધ્યરૂપવિષય પક્ષમાં બાધિત ન હોય અર્થાત્ પક્ષમાં સાધ્યાભાવનો નિશ્ચય ન હોય તે અબાધિતવિષયત્વ.
(૫) અસત્પ્રતિપક્ષત્વ: સાધ્યાભાવનો સાધક પ્રતિપક્ષ (બીજો વિરોધિ) હેતુ ન હોય તે અસત્પ્રતિપક્ષત્વ.