________________
१६२
षड्दर्शन समुश्चय भाग- १, श्लोक - १७, १८, १९, नैयायिक दर्शन
(આ અયોગિપ્રત્યક્ષ અવિપ્રકષ્ટ(નજીક રહેલ) પદાર્થનું જ્ઞાન કરાવે છે.)
યોગિપ્રત્યક્ષ દેશ, કાલ અને સ્વભાવથી વિપ્રકૃષ્ટ (અતિશય દૂર રહેલ) અર્થનું ગ્રાહક છે. અર્થાત્ દૂરદેશવર્તી, અતીતાનાગતકાલવર્તી તથા સૂક્ષ્મસ્વભાવવાળા યાવતું અતીન્દ્રિય પદાર્થોનું ગ્રાહક છે.
યોગિપ્રત્યક્ષ બે પ્રકારનું છે. (i) યુક્તયોગીઓનું પ્રત્યક્ષ અને (ii) વિમુક્તયોગિઓનું પ્રત્યક્ષ. (i) યુક્તયોગિઓનું પ્રત્યક્ષ કે સમાધિમાં જેનું ચિત્ત પરમ એકાગ્રતાવાળું થયું છે, તે યોગિઓને યોગ-ધર્મ અને ઈશ્વરઆદિના સહકારથી આત્મા તથા અંત:કરણના સંયોગથી જ બાહ્યાર્થસંયોગને નિરપેક્ષ જે સઘળાયે પદાર્થોનું જ્ઞાન થાય છે, તે યુક્તયોગિઓનું પ્રત્યક્ષ કહેવાય છે. અને આ પ્રત્યક્ષ નિર્વિકલ્પક જ થાય છે. કારણકે વિકલ્પથી સમાધિમાં એકાગ્રતા સંગત થતી નથી. અને આ પ્રત્યક્ષ ઉત્કૃષ્ટયોગિઓને જ જાણવું. કારણકે યોગિમાત્રને આ પ્રત્યક્ષનો સંભવ નથી.
(ii) વિયુક્તયોગિઓનું પ્રત્યક્ષ : અસમાધિ અવસ્થામાં યોગિઓને આત્મા-મન-બાલ્વેન્દ્રિય અને રૂપાદિ ચારના સંયોગથી રૂપાદિનું, આત્મા-મન-શ્રોત્રેન્દ્રિય આ ત્રણના સંયોગથી શબ્દનું, આત્મા-મન-આ બેના સંયોગથી સુખાદિનું જે ગ્રહણ થાય છે, તે વિમુક્તયોગિઓનું પ્રત્યક્ષ કહેવાય છે અને તે નિર્વિકલ્પક અને સવિકલ્પક બંને પ્રકારનું જાણવું.
આ વિષયમાં વિસ્તારથી જાણવાની ઇચ્છાવાળાઓ વડે ન્યાયસારની ટીકા જોવી. ___ अथानुमानलक्षणमाह “अनुमानं तु तत्पूर्वं त्रिविधं भवेत्पूर्ववच्छेषवञ्चैव” इत्यादि । अत्र चैवशब्दौ पूर्ववदादीनामर्थबाहुल्यसूचकौ । तथाशब्दश्चकारार्थः समुञ्चये । शेषं तु सूत्रव्याख्ययैव, व्याख्यास्यते, सूत्रं त्विदं “तत्पूर्वकं त्रिविधमनुमानं, पूर्ववच्छेषवत्सामान्यतोदृष्टं च" [ ] इति । एके व्याख्यान्ति । अत्रैकस्य पूर्वकशब्दस्य सामान्यश्रुत्या लुप्तनिर्देशो द्रष्टव्यः । तत्पूर्वकमित्यत्र तच्छब्देन प्रत्यक्षं प्रमाणमभिसंबध्यते । तत्पूर्वकं प्रत्यक्षफलं लिङ्गज्ञानमित्यर्थः । तत्पूर्वकपूर्वकं लिङ्गिज्ञानम् । अयमत्र भावः । प्रत्यक्षाद्धूमादिज्ञानमुत्पद्यते, धूमादिज्ञानाञ्च वन्यादिज्ञानमिति । इन्द्रियार्थसन्निकर्षोत्पन्नत्ववर्षाणि च ज्ञानादिविशेषणानि प्रत्यक्षसूत्रादत्रापि संबन्धनीयानि । एषां च व्यवच्छेद्यानि प्रागुक्तानुसारेण स्वयं परिभाव्यानि । तथा द्वितीयलिङ्गदर्शनपूर्विकाया अविनाभावसंबन्धस्मृतेस्तत्पूर्वकपूर्वकत्वात्तज्जनकस्यानुमानत्वनिवृत्त्यर्थमर्थोपलब्धिग्रहणं कार्यं, स्मृतेस्त्वर्थं विनापि भावात् । ततोऽयमर्थः। अर्थोपलब्धिरूपमव्यभिचरि