________________
१६०
षड्दर्शन समुश्चय भाग-१, श्लोक - १७, १८, १९, नैयायिक दर्शन
ફલ છે. વળી તે સ્મૃતિની પ્રત્યક્ષતા (પણ) છે. અર્થાત્ સ્મૃતિ પ્રત્યક્ષપ્રમાણ પણ છે. (મૃતિની પ્રત્યક્ષતા આ પ્રમાણે છે-) સુખ-દુ:ખસંબંધી સ્મૃતિ ઇન્દ્રિયાર્થના સકિર્ષના સહકારથી થાય છે. અર્થાત્ સુખ-દુ:ખ સંબંધી સ્મૃતિમાં ઇન્દ્રિયાર્થસન્નિકર્ષ સહકારિ(કારણ) બને છે. (તે આ રીતેઅર્થ સાથે ઇન્દ્રિયનો સંપર્ક થતાં અર્થ અનુકુલ હોય તો સુખ અને અર્થ પ્રતિકુળ હોય તો દુઃખ થાય છે. આમ સુખ-દુ:ખ સંબંધીસ્મૃતિ ઇન્દ્રિયાર્થસન્નિકર્ષના સહકારથી થાય છે. આથી સુખદુ:ખસંબંધી સ્મૃતિમાં ઇન્દ્રિયાર્થસન્નિકર્ષ સહકારિ છે.) અને તે સહકારિ હોવાથી તથા વાય| અર્થાત્ “તે પ્રમાણે આ છે” એ પ્રમાણે સારૂપ્યજ્ઞાન ઉત્પન્ન થાય છે. તે સારૂપ્યજ્ઞાન ઇન્દ્રિયાર્થસગ્નિકર્ષના સહકારથી સ્મૃતિદ્વારા થાય છે. આથી સ્મૃતિની (પણ) પ્રત્યક્ષપ્રમાણતા છે. આમ સ્મૃતિ પ્રત્યક્ષપ્રમાણ છે.
(આથી અનુભવજ્ઞાનના વંશ (સંસ્કારથી) ઉત્પન્ન થયેલી સ્મૃતિ પ્રત્યક્ષનું ફલ છે તથા ઉપર જણાવ્યાનુસાર સ્મૃતિ પ્રત્યક્ષપ્રમાણ પણ છે.)
(ઉપર જેમ તથા વાયમ્' એ સારૂપ્યજ્ઞાન ફલ છે, એમ જણાવ્યું, તેમ સારૂપ્યજ્ઞાન પ્રમાણ પણ છે તે જણાવે છે.)
સારૂપ્યજ્ઞાન “આ સુખનું સાધન છે—એ પ્રમાણે આનુમાનિક ફલને ઉત્પન્ન કરનાર (જનક) હોવાથી અનુમાન પ્રમાણ છે.
શંકા : “આ સુખનું સાધન છે'—એ પ્રમાણે સુખસાધનત્વનું શક્તિજ્ઞાન ઇન્દ્રિયાર્થસત્રિકર્ષથી ઉત્પન્ન થાય છે. આથી સારૂપ્યજ્ઞાન અનુમાન પ્રમાણ નથી. પરંતુ પ્રત્યક્ષપ્રમાણ જ છે.
સમાધાનઃ સુખસાધનત્વનું શક્તિજ્ઞાન ઇન્દ્રિયાર્થસર્ષિથી ઉત્પન્ન થતું નથી. કારણકે અર્થ ઇન્દ્રિયથી સન્નિહિત (નજીક) હોય તો જ તે અર્થનું જ્ઞાન ઉત્પન્ન કરી શકે. શક્તિ ઇન્દ્રિયથી સન્નિહિત (નજીક) ન હોવાથી શક્તિજ્ઞાન ઇન્દ્રિયાર્થસન્નિકર્ષથી ઉત્પન્ન થતું નથી. આથી સુખસાધનસ્વરૂપ આનુમાનિક જ્ઞાન સારૂપ્યજ્ઞાનથી ઉત્પન્ન થતું હોવાથી, સારૂપ્યજ્ઞાન અનુમાન પ્રમાણ છે.
આત્મના મન-ઇન્દ્રિય સાથેના સન્નિકર્ષમાં સુખાદિજ્ઞાન ફલ છે અને મન-ઇન્દ્રિયની તથા તેના સન્નિકર્ષની પ્રત્યક્ષપ્રમાણતા છે. આ રીતે અન્યત્ર પણ યથાયોગ્ય પ્રમાણ-ફલનો વિભાગ જાણવો.
આ “ન્દ્રિયાઈઝિયિ ” (૧-૧-૪) આ ન્યાયસૂત્રને ગ્રંથકારશ્રી શ્લોકમાં (પદ્યમાં) ગુંથી લઈને, તે સૂત્રના અર્થને અનુકૂલપણે શ્લોકમાં પ્રત્યક્ષપ્રમાણનું લક્ષણ કરતાં કહે છે - “ન્દ્રિયાસંપર્ફોત્પન્ન...” (અર્થ પૂર્વે જણાવેલ છે). અહીં સંપર્ક સંબંધ. શ્લોકમાં જે ‘વ્યમવાર વ” એમ કહ્યું છે, ત્યાં ‘વ’ કાર વિશેષણોના મુચ્ચય માટે છે. વળી “વ્યમરિમ્ એ પ્રમાણે