________________
षड्दर्शन समुश्चय भाग-१, श्लोक - १७, १८, १९, नैयायिक दर्शन
१५९
અકારકજ્ઞાન સાધકતમ નથી. સાધકતમ જ પ્રમાણ હોય છે. (કહેવાનો આશય એ છે કે યથોક્તિવિશેષણથી યુક્તજ્ઞાન પ્રત્યક્ષ છે, એવો અર્થ કરવાથી પ્રત્યક્ષનો કર્તા કોણ છે. અર્થાત્ તે પ્રત્યક્ષ કોનાથી ઉત્પન્ન થયું ? તે પ્રશ્ન આવશે. જ્ઞાન તો ફલ હોવાથી કર્તા બની શકે નહીં. અને અકારકજ્ઞાનનું પ્રત્યક્ષત્વ યુક્ત નથી. અને અસાધકતમ પ્રમાણરૂપ પણ નથી.) અને વળી “યથોક્ત વિશેષણથી યુક્તજ્ઞાન પ્રત્યક્ષ છે”-સૂત્રનો આવો અર્થ કરવાથી અર્થાત્ સ્વરૂપ વિશેષણપક્ષમાં જ્ઞાનને જ પ્રમાણ મનાતું હોવાથી તુલા, સુવર્ણાદિ, પ્રદીપાદિ, અને ઇન્દ્રિયોના સત્રિકદિ અબોધસ્વરૂપો (અચેતનસ્વરૂપો)ના અપ્રત્યક્ષત્વની આપત્તિ આવશે. અને સૂત્રકારને પ્રત્યક્ષજ્ઞાનના જનકતરીકે જ્ઞાનની જેમ અચેતન પણ ઇષ્ટ છે. તેથી સક્સિકર્ષાદિ અચેતનસ્વરૂપોનું અપ્રત્યક્ષત્વ આવી પડે, તે ઇષ્ટ નથી. તેથી સ્વરૂપવિશેષણપક્ષ યુક્ત નથી.
સામગ્રીવિશેષણપક્ષ પણ યુક્ત નથી. કારણકે સામગ્રીવિશેષણપક્ષમાં એ પ્રમાણે જ સૂત્રાર્થ થાય છે. અર્થાત્ “યથોક્તવિશેષણથી યુક્તજ્ઞાન પ્રત્યક્ષ છે.” એમ સૂત્રાર્થ થશે. અને પ્રમાત, પ્રમેય, ચક્ષુઆદિ ઇન્દ્રિય તથા આલોકઆદિ જ્ઞાનને ઉત્પન્ન કરનારી સામગ્રી, ઇન્દ્રિયાર્થસન્નિકાઁત્પન્નત્વાદિ વિશેષણથી વિશિષ્ટજ્ઞાનને ઉત્પન્ન કરતી હોવાથી, ઉપચારથી ઇન્દ્રિયાર્થસન્નિકર્ષોત્પન્નત્વાદિ વિશેષણથી વિશિષ્ટ થતી છતી સામગ્રી પ્રત્યક્ષ(ને ઉત્પન્ન કરે) છે અને એ પ્રમાણે સામગ્રી સૂત્રમાં ગ્રહણ કરેલ વિશેષણથી યુક્ત તેવા પ્રકારના ફલને ઉત્પન્ન કરનાર ઉપાચારથી જ થાય છે. પણ સામગ્રી સ્વત: ફલને ઉત્પન્ન કરતી નથી. આથી સામગ્રીવિશેષણપક્ષ પણ યુક્ત નથી.
ફલવિશેષણપક્ષ યુક્તિસંગત છે. આ પક્ષમાં “યત:” નો અધ્યાહાર કરવો. તેથી સૂત્રનો આ અર્થ થશે - ઇન્દ્રિયાર્થસન્નિકર્ષાત્પન્નત્વાદિ વિશેષણથી વિશિષ્ટજ્ઞાન જે કારણથી ઇન્દ્રિયાર્થસન્નિકર્ષાદિથી (ઉત્પન્ન) થાય છે, (તે કારણથી) તે ઇન્દ્રિયાર્થસન્નિકર્ષાદિ પ્રત્યક્ષપ્રમાણ છે અને જ્ઞાન પ્રત્યક્ષપ્રમાણનું ફલ છે.
પણ જ્યારે તે જ્ઞાનથી પણ હાન-ઉપાદનની બુદ્ધિ ઉત્પન્ન થાય છે, ત્યારે હાનાદિ બુદ્ધિની અપેક્ષાથી જ્ઞાન પ્રમાણ થશે અને હાનાદિ બુદ્ધિ ફલ થશે. કારણ કે “જ્યારે જ્ઞાન પ્રમાણ હોય, ત્યારે હાનાદિબુદ્ધિ ફલ થાય છે.” એ પ્રમાણે શાસ્ત્રનું વચન છે. (કહેવાનો આશય એ છે કે ઇન્દ્રિયાર્થના સન્નિકર્ષથી કોઈ વસ્તુનું જ્ઞાન થયા બાદ, તેમાં “આ વસ્તુ હેય છે.” અને “આ વસ્તુ ઉપાદેય છે.” એવી જે બુદ્ધિ પેદા થાય છે. તેમાં તે વસ્તુનું જ્ઞાન પ્રમાણ છે. અને હેયોપાદેયનો વિવેક તે (જ્ઞાનનું ) ફલ છે.)
જેમ અનુભવજ્ઞાનના વંશ(સંસ્કાર)થી ઉત્પન્ન થયેલી સ્મૃતિ પ્રત્યક્ષનું લે છે, તેમ “લયમ્' અથાત્ “આ છે એ પ્રમાણે, આ જ્ઞાન ઇન્દ્રિયાર્થસજ્ઞિકર્ષથી ઉત્પન્ન થતું હોવાના કારણે પ્રત્યક્ષનું