________________
१६४
षड्दर्शन समुशय, श्लोक - १७, १८, १९, नैयायिक दर्शन
ભિન્ન-ભિન્ન વિશેષતા અને તેની સૂત્રમાં આવશ્યક્તા સ્વયં વિચારવી. અર્થાત્ દ્વિતીય લિંગદર્શન પૂર્વક થનારી અવિનાભાવથી સંબદ્ધ સ્મૃતિ (સ્મરણ) તપૂર્વકપૂર્વક હોવાથી, સ્મૃતિના જનકમાં અનુમાનત્વ ન આવે, અર્થાત્ દ્વિતીય લિંગદર્શન અર્થાત્ લિંગના બીજીવારના પ્રત્યક્ષથી અવિનાભાવના સંબંધની સ્મૃતિ પણ થાય છે. તે સ્મૃતિ પણ તપૂર્વકપૂર્વક કહેવાય છે. આથી સ્કૃતિને ઉત્પન્ન કરવાવાળા દ્વિતીયલિંગદર્શનમાં પણ અનુમાન પ્રમાણતા આવવાની આપત્તિ છે. તેની નિવૃત્તિ માટે) અર્થોપલબ્ધિ (પદનું) ગ્રહણ કરવું જોઈએ. કારણ કે સ્મૃતિનો તો અર્થ વિના પણ સદૂભાવ હોય છે. આથી તે અર્થોપલબ્ધિ નથી. તેથી સૂત્રનો આ અર્થ થશે - અર્થોપલબ્ધિરૂપ અવ્યભિચારિ, અવ્યપદેશ્ય અને વ્યવસાયાત્મિક તપૂર્વકપૂર્વક જ્ઞાનરૂપ અર્થાત્ જે લિંગાદિથી લિંગિજ્ઞાનરૂપ અર્થોપલબ્ધિ ઉત્પન્ન થાય છે તે અનુમાન કહેવાય છે. આ રીતે એકવાદિનો મત છે. (બીજો વાદિ માને છે કે, લિંગ-લિંગિના સંબંધનું દર્શન તથા લિંગદર્શનરૂપ બે પ્રત્યક્ષ જેના પૂર્વમાં છે, તે તત્તપૂર્વ:–આ વિગ્રહવિશેષના આશ્રયથી અનુમાનપ્રત્યક્ષના બે ફલ પૂર્વક છે તેમ જણાવેલું જાણવું. લિંગ-લિંગિના સંબંધનું દર્શન તથા લિંગદર્શનપૂર્વક અનુમાન થાય છે.
તથા તે પ્રત્યક્ષાદિ પ્રમાણો છે પૂર્વમાં જેની તે તત્તપૂર્વક આ વિગ્રહવિશેષના આશ્રયથી અનુમાનનું સર્વપ્રમાણપૂર્વકત્વ પ્રાપ્ત થાય છે. તે પ્રત્યક્ષાદિપ્રમાણો (અનુમાનની) પૂર્વે અપ્રકૃત છે, તો કેવી રીતે તતુશબ્દથી પરામર્શ થાય. (અર્થાત્ પ્રત્યક્ષથી અતિરિક્ત પ્રમાણોનું પ્રકરણ પૂર્વે આવ્યું નથી, તો બહુવચનાન્ત ‘તત્’ શબ્દના વિગ્રહમાં તે પ્રમાણોનું ગ્રહણ કેવી રીતે કરી શકાય ?)
આવું ન કહેવું, કારણકે સાક્ષાત્ અપ્રકૃત હોવા છતાં પણ પ્રત્યક્ષના લક્ષણસૂત્રમાં અન્ય પ્રમાણોની વ્યાવૃત્તિ થઈ ગઈ છે. આથી વ્યવચ્છેદરૂપે તેઓનું પ્રકરણ હતું જ. તેથી તત્ શબ્દથી તે પ્રમાણોનો પરામર્શ કરવામાં બાધ નથી.
अस्यां व्याख्यायां नाव्याप्त्यादिदोषः कश्चनापि । ये तु पूर्वशब्दस्यैकस्य लुप्तस्य निर्देशं नाभ्युपगच्छन्ति, तेषां प्रत्यक्षफलेऽनुमानत्वप्रसक्तिः, तत्फलस्य प्रत्यक्षप्रमाणपूर्वकत्वात् । अथाकारकस्याप्रमाणत्वात्साधकतमस्य कारकत्वं लभ्यते । ततोऽयमर्थः । अव्यभि૯. અનુમાનની અંદર ત્રણ લિંગપરામર્શ થાય છે. (૧) ધૂમાદિને (પર્વતમાં) જોવો - પર્વતો ઘૂમવાન્ ! (૨)
વ્યાપ્તિનું સ્મરણ-ધૂમો વહિનવ્યાપ્ય. (૩) વનવ્યાપ્યધૂમવાન્ આશય એ છે કે જ્યારે વ્યક્તિ પર્વત ઉપર ધૂમાદિને જુએ છે ત્યારે તેને ‘પર્વતો ઘૂમવાન' આવો લિંગપરામર્શ થાય છે. ત્યારબાદ મહાનસ (રસોડા)માં ધૂમ અને અગ્નિના સાહચર્યથી પ્રાપ્ત કરેલ “યત્ર યત્ર ધૂમ: તત્ર તત્ર વદેિનઃ” વ્યાપ્તિનું સ્મરણ થાય છે આથી તેને “ધૂમો વદિન વ્યાણ' આવો બીજો લિંગપરામર્શ થાય છે. અને ત્યારબાદ ધૂમાદિ હેતુમાં વ્યાપ્તિ અને એ હેતુ પર્વતાદિ પક્ષમાં છે આવું જ્ઞાન થાય છે. તેથી “દિન વ્યાણધનવાન માં” આવો ત્રીજો લિંગપરામર્શ થાય છે.